________________
(૩૭). આવા બળવાના અમલમાં એટલે ઈ. સ. ૧૮૫૭માં નિજામ નાસિરીદેલા મરણ પામ્યો. તેની પછી તેને શાહજાદે અફજુલઉલા ગાદીએ બેઠા; પરંતુ ચાલતા બળવાનો બારીક વખત હોવાથી, દિવાન સરસાલારજંગે શહેર અને દેશમાં સમાધાની રાખી. એક મોટા અંગ્રેજી અધિકારીએ લખ્યું છે કે એ તરવારની ધાર ઉપર ચાલવાના પ્રસંગે નિજામના દિવાનસરસાલા જંગે નિજામના રાજ્ય તરફથી ઈગ્રેજ સરકાર પ્રતે બજાવેલી સેવા અમુલ્ય હતી. કારણ કે જે તે અંગ્રેજ સરકાર સાથે ઈમાન અને ઈતબારથી વ ન હેત તે, હિંદુસ્થાનમાં ઈગ્રેજી રાજ્યનું શું થાત તે વિશે કહેતાં સંદેહ રહે છે.”
નિજામ અને તેમના દિવાન સરસાલાજ ગની ઈગ્રેજે પ્રતે બજાવેલી સેવા પીછાંની, ઈગ્રેજ સરકાર તરફથી લાડકનીગે ઈ. સ. ૧૮૫૯ માં નિજામને એક શાબાશી ભરેલો કાગળ લખ્યો તથા બીજે વરસે રૂપીઆ એક લાખ નિજામને બક્ષિશ આપા. સહાપરનું સંસ્થાન અને રાયચાર તથા ધારસીઆનાં પ્રગણાં અંગ્રેજોના હાથમાં હતાં તે નિજામ સરકારને હવાલે કર્યો. રૂ૫૦ લાખનું કરજ માંડી વાળ્યું. અને છેલ્લે નામદાર મહારાણી તરફથી નિજામ અફદલઉદેલા તથા તેમના દિવાન સરસાલાર જંગને “સ્ટાર એફડીઆ”ના ખિતાબ આપા; તે ઉપરાંત રૂ૩૦ હજાર સરસાલારજંગને બક્ષિશ આપ્યા હતા.
બળવો સમ્યા પછી સરસાલાજ ગે રાજ્યકારભારમાં સુધારો કરવાને પાછી શરૂઆત કરી. આ કામની આડે બીજા અમીર ઉમરાવો આવ્યા. નિજામ કાચાકાનના હેવાથી તે લોકનું જોર ફાવ્યું. તેમણે સરસાલારજગને દિવાનના હોદા ઉપરથી ખસેડવાને નવા નવા પ્રપંચ રે.
આ. ઇ. સ. ૧૮૬૧ માં નિજામ અફજુલ ઉલાને પેલા લોકોએ સમજાવ્યું કે જે સરસાલારજંગને દિવાન પદ પરથી ખસેડવાને ઈગ્રેજે રેસીડેન્ટ કર્નલ ડેવીડસનને પુછશે તો તે ના પાડશે નહિ. તેમને એક એક યુરોપીઅન માડમને સારાં વસ્ત્ર પહેરાવીને નિજામની ભેટ કરવા તેડી લાવ્યો, અને તે રેસીડેન્ટ કર્નલ ડેવીડસન સાહેબની સ્ત્રી છે, એવું કહી તેના મુખથી નિજામને એવી રીતે કહેવડાવ્યું કે “સરસાલારજંગને દિવાનગીરી ઉપરથી દૂર કરવાની વાત જે આપ મારા સ્વામી આગળ કહાડછે તે, તે પ્રમાણે કરવાને તે પોતાની મંજુરી આપશેજ.” નિજામતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com