________________
(૨૮) દેશનું સ્વરૂપ મુલક ઝાડી અને ડુંગરથી ભરેલો છે. જુમનાં નદી આ રાજ્યના અગ્નિકોણના ભાગમાં થઈને દક્ષિણ તરફ જાય છે. હિમાલયના કેટલાક ઉંચા ડુંગરો આ રાજ્યમાં છે. હવા ઠંડી છે. ડુંગરની ખી અને કેટલાક સપાટ ભાગની જમીન ઘણી રસાળ છે તેમાં ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, જવ, ડાંગર, શેરડી, કપાસ, અને તમાકુ વગર નિપજે છે.
નદીઓ-સરસ્વતી, જુમાં, ગીરી, જલાલ, પાર, ટાંન્સ, મીન્સ, વિગેરે છે.
જંગલી જાનવરોમાં વાધ, રીંછ, વાંદરાં, સાબર અને હરણ વગેરે પણ જાતનાં હેય છે. ગામ પશુમાં બળદ, ભેંશ, ગાયો, અને બકરાં વગેરે છે.
ખનીજ પદાર્થ–સાસુ, લોઢાના ગુચ્છા અને અબરખ જડેછે. લોકમાં રજપૂત, ભુતીઆ, બ્રાહ્મણ અને મુસલમાન છે. ભાષા–ઘણું કરીને હિંદી છે.
મુખ્ય શહેર–નાહન એ રાજધાનીનું શહેર છે. તેમાં રાજકર્તા રાજા રહે છે. આ શહેર અંબાલાના રેલવે સ્ટેશનથી ઈશાન કોણતરફ આશરે ૩૫ માઈલને છેટે છે.
ઈતિહાસ–સરમુર એટલે મુગટ પેહેરેલું માથુ અગાઉના વખતમાં રાજગાદીનું મુખ્ય મથક હતું. ત્યાં અસલનો રાજકર્તા નદીમાં પુર આવવાથી તેમાં તણાઈ ગયો. આ વખત એવું બન્યું કે જઈસલમેરના રાજકર્તાના કુટુંબી અગર સેનરાવલ ગંગાની યાત્રા માટે નીકળી પડ્યો હતો. ત્યાં આવી ચડ્યો. તેણે તે રાજ્ય લઈ લીધું. આ બનાવ ઈ. સ. ૧૦૯૫ માં બન્યો હતે. અગર સેનના વશ હજુ સુધી એ રાજ્ય ભગવે છે.
ઈ. સ. ૧૮૦૩માં ગુરખા લાકે તે દેશ તાબે કર્યો. પણ ઈ. સ. ૧૮૧૫ માં ગ્રેજોએ તેમને ત્યાંથી હાંકી કહાડ્યા અને તે રાજ્ય ત્યાંના રજપુત રાજાને સોંપ્યું. પણ ગુરહીનો કિલ્લો અને મુલક ઇગ્રેજોએ એક મુસલમાન અમલદારને તેની સારી નોકરીને માટે આપ્યો. આખરે ઈ. સ. ૧૮૩૩ માં ની આરદાદન પાછું લીધું, ગીરી નદીની ઉત્તરને પહાડી મુલક કીપુનાલના રાજાને સોંપ્યો અને બહારનાં પ્રગણું ઈગ્રેજી રાજ્ય સાથે જોડી દીધાં.
હાલનો રાજા સમપ્રકાશ છે. તે ઈ. સ. ૧૮૪૩ માં જન્મ્યો હતો. ઈ. સ. ૧૮૫૭ને બળવા વખતે રાજાએ ઈગ્રેજની સારી સેવા બજાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com