________________
(૨૬૬) દિલ્હીમાં જે બાદશાહી દરબાર ભરવામાં આવ્યું હતું ત્યાં હાજર હતા. ત્યાં તેમને મહારાણીના સલાહકાર એવો માનવંતો ખિતાબ મળ્યો. અને તેમને ૧૧ તેપનું માન મળતું તે વધારીને ૧૩ તોપનું માન આપ્યું. રાજાને વળી ૧૮૭૮ના જાન્યુઆરીની પહેલી તારીખે એક્ષ એફીસીઓ અને જીવતાં સુધીને માટે ઈન્ડીઅન એમ્પાઅરના કપનીઅન અને મિમ્બર ઠરાવ્યા એવો ખિતાબ મળ્યો. હજહાઈનેસ ફરજંદદીલબંદ રેણખલ ઈતગડ. દોલતઈગ્લીસીયા રાજા શ્રી રઘુબીરસીંગ બહાર સ્ટોર ઓફ ઇન્ડીયાના નાઈટ ગ્રેન્ડકમાન્ડર, કાઉન્સેલર ઓફ ધી એમપ્રેસને ફાંસી દેવાનો હક છે. રાજા રઘુબીરસીંગ.બહાદુર જી. સી. એસ. આઈ.તા.૭મી માર્ચ સને ૧૮૮૭ના રોજ સ્વર્ગવાસી થયા છે. — –
નાભા. આ રાજ્ય પંજાબ દેશના સરહિદ પ્રાંતમાં પતીઆલાના રાજ્યની વાવ્ય કોણની સરહદ ઉપર છે અને તેના રાજકર્તા શીખજાતના હિંદુ તથા તે રાજાની પદિથી ઓળખાય છે.
આ રાજ્યનો વિસ્તાર ૯૨૮ ચોરસ માઈલ જેટલું છે અને તેમાં ૩ શહેર અને કાર ગામ છે. વસ્તી આશરે ૨૨૦૦૦ માણસની છે તેમાં ૧૩૩૦૦૦ હિંદુ, ૭૭૦૦૦ શીખ, ૫૦૦૦૦ મુસલમાન અને બીજા પચુરણ છે. વાર્ષિક ઉપજ ૬૫૦૦૦૦ છલાખ પચાહસનારને આશરે થાય છે.
દેશનું સ્વરૂપ-મુલકનો ઘણે ભાગ સપાટ છે. જમીન રસાળ છે અને તેમાં ઘઉં, ડાંગર, બાજરી, જુવાર, કપાસ, શેરડી વગેરેની નિપજ થાય છે. લોક–શીખ, જાટ, રજપુત, અને મુસલમાન છે. મુખ્ય શહેર નાભા છે તે રાજધાનીનું શહેર હોવાથી તેમાં રાજકત્તા રાજા રહે છે. આ શહેર ઉધ્યાનાના રેલવે સ્ટેશનથી નૈરૂત્ય કોણમાં ૪૦ માઈલને છેટે છે. * ઇતિહાસ–નાભાના રાજ્યકર્તા રાજાની પદિથી ઓળખાય છે અને તેઓ જાટ જાતના શીખ છે. અહીંના રાજ્યક ચોધરી પલના મોટા છોકરે તીલકના વંશજ છે. ઝીંદના રાજા આ વંશના છે અને પતીઆલાના રાજા પલના બીજા છોકરાના વંશજ છે. આ ત્રણે રાજકુટુંબીઓ “પલખન” કહેવાય છે.
જ્યારે ઈ. સ. ૧૮૦૭-૮ માં રણજીતસિંગે સતલજની આ પારના મુલક ઉપર ચડાઈ કરી ત્યારે નાભાના રાજાએ મદદને માટે અંગ્રેજને અરજ કરી. ઈ. સ. ૧૮૦૯માં અહીંના રાજા જસવંતસિંગે પહેલવહેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com