________________
(૧૭) આવેલો છે. મુખ્ય નદી નર્મદા છે તે ઘણું કરીને ઉત્તર તરફના ભાગમાં પૂર્વથી તે પશ્ચિમ તરફ વહે છે. જમીન ડુંગર તથા ઝાડીવાળી હેયો કોઈ કોઈ કાણે સપાટ છે અને તેમાં ઘઉં, મકાઈ, બાજરી ઘડી, ડાંગર, કદાર, અને શેરડી વગેરે નીપજે છે. અહીંની ઝાડીમાં સાગ પુષ્કળ થાય છે. લોકમાં મુખ્ય ભાગ ભીલ અને બાકીના પરચુકણ હિંદુ તથા મૂસલભાન છે. મુખ્ય શહેર–વઢવાણી એ રાજધાનીનું શહેર એ નર્મદા નદીની દક્ષિણમાં છે તેમાં રાજા રહે છે એ શહેર વિના રેલવે સ્ટેશનથી ને. રત્યકોણમાં ૭૫ મિલ અને ઝાબુવાથી અગ્નકોણમાં ૪૦ મિલને છેટે છે.
ઈતિહાસ–અહીંના રાજ્યકર્તા ઉદેપુરના રાજાઓના કુટુંબીઓ છે અને તેઓ જાતે સીસોદીયા રજપુત છે અને તેઓ તેનાથી ૧૪ મા મેકામાં જુદા પડ્યા હતા. તેમનો અસલનો ઈતિહાસ જણાએલો નથી. પણ તેઓ પ્રથમ નર્મદા કાંઠે આવી વસ્યા. હાલના રાજાને ૧૫ મે વડીલ પારાસરામ માળવામાં બાદશાહી લશ્કર આવતું હતું તેની સામે થયો. તેમાં તે કેદ પકડાયો અને દિલ્હી મોકલી દી; પણ મુસલમાન થવાની સરિતે તેને તેનું રાજ્ય પાછું મેંપવામાં આવ્યું. ત્યાં તે પાછા આવ્યા પછી પોતે પોતાનું રાજ્ય પોતાના છોકરા ભીમદેવને સેપ્યું. તેણે પોતાના બાપના મુડદા ઉપર કબર ચણાવી. તે હાલ આસગઢ આગળ માલમ પડે છે. ઈ. સ. ૧૮૯૦ માં ત્યાંનો રાજા જસવંતસીંગ અશક્ત હેવાને લીધે તે રાજ્ય અંગ્રેજ સરકારે પોતાના હાથ નીચે લીધું અને તે ઈ. સ. ૧૮૭૩ સુધી રહ્યું. જસવંતસિંગ ઈ. સ. ૧૮૮૦ માં મરણ પામે. તેની પછી તેનો ભાઈ ઇન્દ્રજીત ગાદીએ બેઠે તે હાલનો રાજા છે. આ રાજ્ય અંગ્રેજ સરકારને ખંડણી ભરતું નથી પણ ૨૪૦૦૦ (હાલી) દર વરસે માળવાના ભીલ કોર્સને આપે છે. રાજ્યકર્તાને છે તોપનું માન મબે છે અને રાજાનો ખિતાબ છે.
વઢવાણી એ રાજધાનું શહેર નર્મદા નદીના ડાબા કાંઠાથી બે ભાઈબને છેટે છે. તેની આસપાસ કોટ છે તેની પાછળ ખીણ છે. વસ્તી ૫૦૦૦ માણસની છે. શહેરથી પાંચ માઈલને છેટે છે બાવન ગજની ટેકરી ઉપર કેટલાંક જૈન દેવળ છે અને ત્યાં જાનેવારી મહિનામાં મેળો ભરાય છે.
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com