________________
(૧૭૪)
અલીરાજપુર. આ રાજ્ય માળવા પ્રાંતની નિરત્યકણ તરફ છેક નિમાડ જીલ્લામાં છે તેના રાજ્યકર્તા જાતના સીસોદીયા રજપૂત અને તે મહારાણાની પદિથી ઓળખાય છે. સીમા–આ રાજ્યની ઉત્તરે પંચમહાલ જીલ્લાનું દાહોદ પ્રગણું તથા જાંબુવાનું રાજ્ય, ઈશાન કોણ તરફ જાંબુવા પુછે જે બડ તાલુકો અગ્નિકોણે વઢવાણીનું રાજ્ય દક્ષિણે ખાનદેશ જીલ્લો અને પશ્ચિમે છોટા ઉદેપૂર તથા બારીયાનું રાજ્ય છે. આ રાજ્યના તાબામાં
ચેરસનેલ જમીન તથા આશરે ૫૭૦૦૦ માણસની વસ્તી છે આ રાજ્યમાં ૩૧૨ ગામ છે. વાર્મીક ઉપજ સુમારે રૂ.૧૦૦૦૦૦ (એકલાખ) થાય છે. ખંડણી રૂપીયા દસ હજાર ઇગ્રેિજ સરકારની મારફતે ધારના રાજાને આપે છે. અને રૂપીયા પંદરસેની રકમ દર વરસે માળવાના ભીલ કોર્પસને આપે છે.
દેશનું સ્વરૂ ૫–આ રાજ્યના મુલકમાં વિવાદ્રી પર્વતનો ભાગ આવેલો હોવાથી તેમાં મોટા મોટા ડુંગર અને ઝાડી પુષ્કળ છે. વસ્તી ઘણું કરીને ભીલ લેકની છે. અને છેડા પરચુરણ જાતના હિંદુ અને મુસલમાન છે અને કેટલેક ઠેકાણે સપાટ જમીન છે. તે ઘણી રસાળ હોવાથી તેમાં ઘઉ, કપાસ, મકાઈ, બાજરી, કાળ અને શેરડી વગેરે નીપજે છે. મુખ્ય શહેર–રાજપૂર એ રાજધાનીનું શહેર છે તેમાં રાજા રહે છે. આ શહેર દાહોદથી દક્ષિણમાં ૪૦ મિલ જાંબુવાથી નિરૂત્ય કોણમાં ૪૦ નિલ અને છેટા ઉદેપૂરથી પૂર્વમાં ર૫ નિલને છેટે છે. આ રાજ્યમાં ૫ નિશાળે અને એક દવાખાનું છે.
ઈતિહાસ—આ રાજ્ય કોણે સ્થાપ્યું તે કાંઈ જણાતું નથી. આ મુલક ડુંગરમાં આવ્યાથી મરેઠાના હુમલાથી તેને કોઈ નુકશાન થયું નથી. માળવા અંગ્રેજોના કબજામાં આવ્યો તે પહેલાં રાજા પરતાબસિંહ ત્યાં રાજ્ય કરતો હતો. આ રાજાને મુસાફર નામનો એક મકરાણી નોકર હતો. આ નોકરે રાજ્યને માટે દાવો કરતા ઢેગીઓને તાબે કરી રાજા પરતાબના ભરણ પછી તેના કરા જસવંતસીંગને ગાદીએ બેસાડ્યો અને તેના નામથી પોતે અમલ ચલાવવા લાગ્યો. જસવંતસિંગ ઈ. સ. ૧૮રમાં મરણ પામ્યો. તેણે એક વીલ કર્યું હતું તેથી તેના રાજ્યના તેના બે છોકરા વચ્ચે ભાગ પાડ્યા પણ ઇંગ્રેજ સરકારે તે વીલ કબુલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com