________________
(૧૫૫) ભરવસિંહ પછી તેને કુંવર રણજીતસિંહ રતલામની ગાદીએ બેતે કાચી ઉમરનો હતો તેથી અંગ્રેજ સરકારે ત્યાં રાજ્ય ચલાવવાને મીર સહામત અલીખાન સી. એસ. આઈ. ને નીમ્યો. આ વખત રાજયમાં ઘણો સુધારો થયો હાલના મહારાજા રણજીતસિંહ છે. ઈ. સ. ૧૮૭૬ના જાનેવારી માસમાં મહારાજા રણજીતસિંહ ઈરમાં પ્રિન્સ ઓફ વેસને માન આપવાને ગયા હતા. વળી તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ના રોજ મહારાણી વિકટોરીઆએ હિંદને માટે કેસહિંદ એ ખિતાબ ધારણ કર્યો તે બાબત પાયત દિલ્હીમાં લાલીટને પાદશાહી દરબાર ભર્યો હતો ત્યાં મહારાજા ગયા હતા.
તા. ૧૯ ફેબ્રુઆરી સને ૧૮૪૭ના રોજ મહારાણી વિકટોરીઆને રાજ કર્યાને પુરાં ૫૦ વરસ થયાં તેથી હિંદુસ્થાનમાં જ્યુબીલી નામનો મહેન્દ્ર પાળવામાં આવ્યો હતો. તેમાં રતલામના મહારાજાએ પણ સારો ભાગ લીધો હતો. તેમણે તે દિવસે કેટલાક કેદીઓને છુટા કર્યા અને એક કન્યાશાળાને પાયો નાખ્યો. મહારાજાએ ઈદોર રેસીડેન્સી રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો છે. હાલ તેમની ઉમર ૩૦ વરસની છે. તેમને ઉતરતા દરજાની સત્તા છે. આ રાજ્યને માટે ૧૧ તપનું માન મળે છે. પણ મહારાજા રણજીતસિંગને તેમની હયાતી સુધીને માટે ૧૩ તેનું માને મળવા માટે ઠરાવ થયો છે. આ રાજ્યના રાજા પશ્ચિમ માળવાના. રજપૂત સરદારોમાં પહેરે નંબરે છે. આ રાજ્યના લશ્કરમાં ૧ર ગેલદાજ, ૫ લડાઈની તે૫, ૧૭૬ ધાડે સ્વાર, ૧૦૮ પાયદળ અને ૪૬૧ પોલીસ છે. આ રાજયમાં (ઈ. સ. ૧૮૮૨માં) ૨૪ નિશાળે, કેદખાનું,. સારા રસ્તા અને દવાખાનું છે.
રિલતામ–એ રાજધાનીનું મુખ્ય શહેર છે. અને તેમાં મહારાજા રહે છે. તે સમુદ્ર સપાટીથી ૧૫૦ ફુટ ઉંચું છે. વસ્તી ૧૦૦૦ માણસની છે તેમાં ૧૮૦૦૦ હિં, ૭૦૦૦ મુસલમાન અને બીજા પરચુરણ લોક છે. રતલામ શહેર અફીણનું મુખ્ય મથક છે. બજાર સારું છે. આ શહેરમાં નો રાજમહેલ દવાખાનું, પોસ્ટ ઓફીસ અને કોલેજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com