________________
(૧૫૦ ) યાવસ્થામાં રાજ્ય કારભાર એક વજીર ચલાવતો અને તે માળવાના પોલીટીકલ એજંટના હાથ નીચે હતો. આ અરસામાં ટેકને નવાબ જે મયત નવાબની મોટી બેગમનો ઓરમાઈ ભાઈ હતો તેણે રાજ્યને માટે હક કર્યો. પણ અંગ્રેજ સરકારે તે રદ કર્યો. હઝહાઇનેસ નવાબ મહમદ ઇસ્માલખાન સાહેબ બહાદુરે ઈ. સ. ૧૮૭૪ માં રાજ્યકારભાર પોતાને હાથ લી. નવાબ ઈ. સ. ૧૮૬માં પ્રિન્સ ઓફ વેલ્સને માન આપવાને અંદર ગયા હતા. તા. ૧ જાન્યુઆરી અને ૧૮૭૭ ને રોજ જ્યારે રાણી વિક્ટોરીઆએ એમપ્રેસ ઓફ ઈન્ડીઆ એવો ખિતાબ ધારણ કર્યો ત્યારે દિલ્લીમાં લાડ લીટને જે બાદશાહી દરબાર ભર્યો હતો ત્યાં તે ગયા હતા. નવાબને દત્તક લેવાને હક મળ્યો છે. તા. ૧૯ ફેબ્રુઆરી સને ૧૮૮૭ ની સાલમાં મહારાણી વિકટોરીઓને રાજ કર્યાને ૫૦ વર્ષ થવાથી તેની ખુશાલીમાં હીંદુસ્થાનમાં ક્યુબીલી નામનો મહત્ત્વ પામવામાં આવ્યો હતો તેમાં અહિના નવાબે સારો ભાગ લીધો હતો. તેમણે જ્યુબીલીને દિવસે કેટલાક કેદીને છૂટા કર્યા અને શહેરમાં રોશની કરાવી તથા દારૂખાનું ફોડવું હતું. તેમને પોતાની હદના લોક ખુન કરે તો દેહાંત શીક્ષા કરવાનો હક છે. નવાબ સાહેબની હાલ ૩૫ વરસની ઉમર છે. તે જ્યારે અંગ્રેજી છાવણીમાં જાય ત્યારે તેમને લકરી સલામતી અને ૧૩ તપ ફોડી માન આપવામાં આવે છે.
હજરત નુરખાન રાજ્યનો કારભારી હતો. તેમને તા. ૧ જાન્યુઆરી સને ૧૮૭૭ ને રોજ દીલ્લીમાં જે બાદશાહી દરબાર ભર્યો હતો ત્યાં સ્ટાર ઓફ ઈન્ડીઆના કંપની અને માનવતો ખિતાબ આપવામાં આ વ્યો હતો.
આ રાજ્યના લશ્કરમાં ૧૫ તે૫, ૧૯ તોપ ફોડનારા, ૧૨૧ ઘોડેસ્વાર, ર૦૦ પાયદળ, ર૦૦ ઇરેગ્યુલર પાયદળ અને ૪૯૭ પોલીસ છે.
જાવરા–એ રાજ્યધાનીનું શહેર છે અને તે રેલવે સ્ટેશન છે. તે પીરીઆ નદી પર આવેલું છે. વસ્તી ૨૦૦૦૦ માણસની છે તેમાં ૧૦૦૦૦ હ૬ નવ હજાર મુસલમાન અને બીજા પરચુરણ છે. આ શહેર અને ગાઉ એક ઠાકોરનું હતું અને હજુ તેના વંશજ ત્યાં રહે છે. અને તેમને પેનસન મળે છે. આ શહેરની આસપાસ એક પથરનો કોટ છે. આ શહેર રતલામ અને પ્રતાપગઢ સાથે જોડાએલું છે. તે રતલામથી ૨૦ માઈલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com