________________
નં ૨૧૭
ગુજરાતના રાજા અર્જુનદેવનું દાનપત્ર
વિક્રમ સંવત ૧૩૨૦ અષાઢ વિ ૧૩ ઇ. સ. ૧૨૬૪
નીચે આપેલો સોમનાથ પાટણનો શિલાલેખ, જે હાલ વેરાવળમાં હરસદમાવાના મંદિરમાં છે તે વિષે પ્રથમ ક્નલ ટોડે નોંધ લીધી હતી.
પતિ ભગવાનલાલ ઈન્દ્રજીએ એક રાઇંગ ઊપરથી તૈયાર કરેલા સુંદર ફોટોઝીંકોગ્રાફ પ્રોફેસર મુહુરે મને આપ્યો હતો. તેના વડે કેટલીક સુશકેલી દૂર થાય છે. તે પત્થર સુરક્ષિત નથી અને તેમાં જણાવેલા કેટલાક પારિભાષિક શબ્દો વિષે ચોક્કસ સમજુતી અપાઈ શકે તેમ નથી.
લેખની તારીખ હીજરી સંવત ૬૬ર, વિક્રમ સંવત ૧૩૨૦, વલભી સંવત ૯૪૫, અને સિંહ સં. ૧૫૧ આષાઢ વિ ૧૩, ની છે. વિક્રમ સં, ૧૩૨૦ ઈ. સ. ૧૨૬૩ ના કાર્તિક માસમાં શરૂ થતું હાવાથી વિક્રમ સં. ૧૩૨૦ ના આષાઢનેા અંત ઇ.સ. ૧૨૬૪ ની લગભગ મધ્યમાં આવે છે. વુક્સ્ટેનફેલ્ડનાં ટેબલ્સ મુજબ, ઇ. સ. ૧૨૬૪ ના મધ્ય સમય ઈ. સ. ૧૨૬૩ ના નવેંબર ની ૪ થી તારીખે શરૂ થતાં હીજરી સંવત ૬૬૨ માં આવે છે. આ પ્રમાણે વિક્રમ અને હીજરીની તારીખેા ખરાખર મેળમાં આવે છે. વલભીના રહેવાસીએના કહેવા પ્રમાણે, તે શહેર વિક્રમ સંવત ૭૧૫ ઈ. સ. ૩૧૮–૧૯ માં નાશ પામ્યું હતું અને “ખલખ સંવતની શરૂવાત શક સં. ૨૪૧ અને વિક્રમ સ ૩૭૬ ઈ. સ. ૭૧૯ — ૨૦ માં અલ ખીરૂની આપે છે. લેખની તારીખ ત્યાંના વતની ઇતિહાસકારોની પ્રણાલિકાને ટેકો આપે છે; કારણ કે તેના ઉપરથી વિક્રમ સ. ૩૭૫ અને ઇ. સ. ૭૧૯ આવે છે.
અલ ખીરૂીના લખાણુમાં એક વર્ષના તફાવત આવે છે તેનું કારણ શકસંવતનું નૂતન વષ ચૈત્રથી શરૂ થાય છે તેથી વલ્લભી સંવતનું નૂતન વર્ષ વિક્રમ સંવતનાં નૂતન વર્ષ કરતાં મેઢુ આવે છે, એ હાવું જોઇએ. સિહ સંવત - વિક્રમ સં. ૧૧૬૯ અને ઇ. સ. ૧૧૧૩ માં શ થવા જેઈએ તેને ટોડ શિવસિંગ સવત કહે છે, અને તે દીવના બેટમાં રહેતા ગાહિલેાએ સ્થાપ્યાનું કહે છે.
રાજા અજુ નદેવ વિષે આમાં બહું ચેડું આપ્યું છે. પ્રે, ખુલ્હરે તેના અગીઆર ચૌલુક્ય લેખાની પ્રસ્તાવનામાં કહ્યું છે તેમ વ્યાપલ્લિ અથવા વાધેલાવંશના ખીન્ને સ્વતંત્ર રાજા વિ. સં. ૧૩૧૮ થી ૧૩૩૧ ઈ. સ. ૧૨૬૧—૬૨ થી ૧૨૭૪—૭૫ માં થયા હતા. સ. ૧૩૨૦ ના સોમનાથ પાટણના દાનપત્ર સિવાય અર્જુનદેવનું વિ. સ. ૧૩૨૮ નું કચ્છનું દાનપત્ર પણ છે. અર્જુનદેવનાં એ દાનપત્રો મળી આવ્યાં હતાં તે જગ્યા ઉપરથી જણાય છે કે તે વીસલ દેવના ઉત્તરાધિકારી થવા માટે લાયક રાજા હતા, કારણ કે તેનું રાજ્ય કચ્છ અને કાઠિયાવાડ સુધી પણ પોહચ્યું હતું. તેના રજ્યની ઉત્તર તરફની સીમા માછુ પર્વત સુધી હોવી જોઇએ; કારણ
૧ ઇ. એ. વા, ૧૧ પા. ર૪૧ ઈ. ફુલ્સ, ૨ એનાલ્સ ઓફ રાજસ્થાન વા. ૧ પા. ૭૦૫, ૩ જેવા કે દ્વેાણી, મહાયણ, સીકેાત્તરી, મહાયણપાલી, ચેલા, દાનપળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com