________________
वेदापळमां हरसत देवीना मंदिरमानो शिलालेख
२५५ ગલક જાતિના શ્રેણિન મૂલ જેગ, તેની પત્ની શ્રેષ્ઠિની મોઢી, તેને પુત્ર ગાંધી જે જ, તેની પત્ની શેવડ; તેના પુત્ર જયતા, જસદેવ, અને જસપાલ અને તેના કુટુમ્બનાં બીજાં માણસોએ સોમનાથ પાટણમાં પૂજા માટે શ્રી ગોવર્ધનની મૂર્તિ કરાવી, તે હકીકત લેખમાં આપી છે. તે મૂર્તિ નીચે આ લેખ છે. તે પોતાના અને પૂર્વના પુણ્ય માટે કરાવી છે. સૂ. વિઝદેવના પુત્ર સ. રાઘવે મૂર્તિ ઘડી છે.
આ લેખમાં સહુથી ઉપયોગી મુદ્દો સંવતને છે. તિથિ શ્રીમદ્દવલભી સંવત ૨૭ વર્ષ ફાગુન સુદિ ૨ મે, એમ લખી છે. આ તિથિ માટે ડે. ફલીટે ગુપ્તના લેખેની પ્રસ્તાવના (પા. ૯૦-૯૩) માં ખૂબ ચર્ચા કરી છે. ડે. ફલીટ વાંચેલો પાઠ શુદ્ધ છે અને તેની બરાબર સોમવાર તા. ૧૯ ફેબ્રુઆરી ૧૨૪૮ ઇ. સ. ડો. કલીટે ગયા છે તે બરાબર છે. મુશ્કેલી માત્ર એ છે કે ૧૨૪૮ ની ૧૯ મી ફેબ્રુઆરી સેમવાર શક સંવત્ ૧૧૬૭ ગત =વિ. સં. ૧૩૦૨ ગત) સાથે મળતી આવે છે અને તેથી વલભી સં'. ૯૦૭ અને ગત શક સંવત્ વચ્ચે ૨૪૦ ને ફેર રહે છે, જ્યારે બીજી ગુપ્ત વલભી સાલમાં તફાવત ૨૪૧ ને આવે છે. આનું સમાધાન એમ થાય કે બીજી સાલમાં ગત વર્ષ વાપરેલ છે, જ્યારે આમાં ચાલુ વર્ષ વાપરેલ છે. બીજે ખુલાસો એ હેઈ શકે કે ૧૩ મી સદીમાં કાઠિયાવાડના લેકેને ગુપ્તકાળનું ચોકકસ ભાન હોઈ શકે નહીં. તેઓ વિ. સંવત વાપરતા અને વલભીપુર વિ. સં. શરૂ થયા પછી ૩૭૫ વર્ષ નાશ પામ્યું એમ તે જાણુતા અને તે સાલથી શરૂ થતે સંવત્ વપરાતું હતું, એમ તેઓને ભાન હતું. તેથી તેઓએ વિક્રમ સંવતને વલભી સંવત બનાવવા માટે ૩૭૫ બાદ કરવા એમ જાણ્યું. વેરાવળના અર્જુનદેવના શિલાલેખમાં ૯૪૫ વલભી સંવત બરાબર વિ. સં. ૧૩૨૦ તેજ ગણત્રીએ લખેલ હોવો જોઈએ. અને આંહી પણ તેમ જ થયું હોવું જોઈએ. લેખ ખરેખર વિ. સં. ૧૩૦૨ ગતમાં લખાએલે હા જોઈએ અને લેખકે વલભી સંવત્ વાપરવા ૧૩૦૨ માંથી ૭૫ બાદ કરી ૨૭ લખી દીધા.૫
૧ કેનેરીઝ અને તેલુગુ ત્રિ=ગેવાળિયા સાથે સરખાવો. ૨ અથવા એમ પણ અર્થ થાય કે મૂર્તિ શ્રેષ્ટિની મેંતીએ કરાવી તથા પુત્ર જનની ૫ની શેવડાએ કરાવી અને જન અને શવડાના પુત્રાએ પાવી. ૩ જુએ છે. પીટરસનને ત્રોને રીપોર્ટ પા. ૪ અને પૂરવણી પા. ૨૮૫ . ૧૦૨ તથા મેરૂતું મબંધ ચિતામણી પા. ૨૭૯ પાણી વાર હું નત્રિલથાવું છેa મેડા વિમા તમો વીમો ગુણો૪ જુઓ. ઈ. એ. જે. ૧૯ પા. ૧૮૦ નં. ૧૨૯, ૫ મારી ઉપલી ચર્ચા જે ફેરવવા અત્યારે પણ કોઈ વાર નથી લાગતી તે જુન ૧૮૯૦ માં છપાવવા માટે મુંબઈ મકલી હતી. અને તે ડો. કલીટને ઇ. એ. વ. ૨૨ ૫..૭૬ માં ગુપ્ત વલભી વિષયનો લેખ લખાયો તે પહેલાં લખાઈ હતી.
લેખ ૯૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com