SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख જ : સ. ૧૨૦૫ માં છે. આ ઉપરથી જેમ પરગણા ભીમ પહેલા સાથે સારી જયાસિંહને તે પ્રદેશ જિતવામાં મદદ કરી હોય. તેવી રીતે મદદ કરી હોય ત્યારે ખંડિયા રાજાઓ પોતે જિત્યાને યશ લે છે. ઉદયરાજ પછી તેને પુત્ર સેમેકવર ગાદીએ આવ્યું, જેનું નામ ૧૭ મી પંક્તિમાં હોવું જોઈએ, ૫ણુ તે ભાગ ઉખડી ગયા છે. વિ. સ. (૧૧)૯૯ માં સિદ્ધરાજ જયસિંહની મદદથી તેણે સિન્ધરાજપુર પાછું મેળવ્યું, ત્યારબાદ વિ. સ. ૧૨૦૫ માં કુમારપાળની મદદથી તેણે પોતાનું રાજ્ય સ્થિર કર્યું. આ ઉપરથી જેમ કલપના થાય કે કે ધધૂકના સંબધ ચાલુય ભીમ પહેલા સાથે સારો હતો, પણ પાછળથી અણબનાવ થયે હશે અને કેરાડ પરગાગ પડાવી લીધું હશે. પણ ઉદયરાજ અને તેના પુત્ર સામેશ્વરે સિદ્ધરાજને લડાઈમાં મદદ કરીને તે પાછું મેળવ્યું. કિરાટકૂપ એટલે હાલનું કિરાતુ, જ્યાંથી આ લેખ મળે છે. ત્યાં લાંબા વખત સુધી સેમેશ્વરે રાજ્ય કર્યું હતું. સંવત્ ૧૨૧૮ માં અશ્વિન સુદિ ૧ વાર ગુરૂના રોજ તેણે રાજા જજીકના બે કિલા જિતી લીધા અને ૧૭૦૦ ઘોડા દડ તરીકે લીધા. પરંતુ તેણે ચાલય સત્તા સ્વીકારવાથી તેનું રાજ્ય પાછું સેપ્યું. એક કિલ્લાનું નામ તણુકેટ હતું, જે જેસલમીર સ્ટેટમાંનું તનેટ હેવું જોઈએ અને બીજા કિલ્લાનું નામ નવસર હતું તે જોધપુર સ્ટેટમાંનું નૈસર હાવું જોઈએ. રાજા જક સંબધી કાંઈ પણ જાણવામાં આવેલ નથી. સત્તાવીસમા લેકમાં આ પ્રશસ્તિના રચનાર તરીકે નરસિંહનું લેખક તરીકે યશદેવનું અને કાતરનાર તરીકે જસેધરનાં નામ આપેલ છે. છેવટમાં સેમેશ્વરની જર્જક ઉપરની જિતની જે તિથિ ઉપર આપી છે, તે આ લેખની તિથિ તરીકે આપેલ છે. વિ. સ. ૧૨૦૯ ના કિરાડુના લેખમાં આપેલ છે કે કુમારપાળની મેહરબાનીથી ચાહમાણ આલહણદેવને કિરાડકપને કબજો મળે હતો. પરન્તુ આ લેખ ઉપરથી સમજાય છે કે તે પરમારના કબજામાં તે વિ. સ. ૧૨૧૮ પહેલાં થોડા સમય ઉપર આવેલ હોવું જોઈએ. તિથિને મળતી ઈ. સ. ૧૧૬૨ ના સપ્ટેમ્બરની ૧૧ મી તારીખ વાર મંગળની સાલ તારીખ આવે છે. આ લેખમાં વાર છે કે ગુરૂવાર આપેલ છે. - ૧ જુઓ દાખલા તરીકે એ. ઈ. વો. ૧૧ પા.૭૨ ચાહમાણુ કે હણે ચાલુય ભીમ બીજાને મુહમદ ઘોરીને જિતવામાં મદદ કરી હતી તેને માટે તેણે જ જિત મેળવી એમ લખ્યું છે. જુઓ એ. ઈ. . ૯ પા. ૬૯ ૫. ૧૦ સૌરાષ્ટિકને હરાવવામાં કુમારપાળને મદદ કરી હતી તેને માટે કે હણે જિત મેળવી એમ લખ્યું છે. ૨ સત્તરમી પંક્તિમાં સાલ આપી છે જેનો એકમનો આંકડે સાત છે. તે (૧૧)છ હવા સંભવ છે. ૩ એ. ઈ. વ. ૧૧૫. ૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy