SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ कर्क सुवर्णवर्षनुं ब्राह्मणपल्लिनुं दानपत्र १३५ રાષ્ટકટની ગુજરાત શાખાના ઇદ્રના પુત્ર કકકે સુવર્ણવર્ષના રાજ્યમાં આ દાન અપાયું છે. ગોવિંદ ૩ જાના ભાઈ ઇન્દ્રરાજને, લાટ દેશ કે જે તેને ગોવિંદે આ હતો તેના રાજા તરીકે વર્ણવ્યું છે. બુદ્ધરની માન્યતા અનુસાર લાટ તે મધ્ય અને દક્ષિણ ગુજરાતનો બનેલો છે. એટલે કે મહી અને કાંકણુ વરોને પ્રદેશ સમજાય છે. પરંતુ કાવી અને વડોદરાના લેખમાં આપેલાં સ્થળ ઉપરથી એમ નિશ્ચય ઉપર આવેલ કે ૯ મી સદીમાં લાટનો વિસ્તાર વિશેષ સંકચિત હતા. પણ નવસારીનાં પતરા ઉપરથી આપણી ખાતરી થાય છે કે ગુજરાત શાખાના રાષ્ટ્રકૂટ ઉત્તરમાં મહી અને દક્ષિણમાં નમૅદા વચ્ચેના પ્રદેશ ઉપર રાજ્ય કરતા હતા. ઇન્દ્રરાજને કર્કરાજ અને ગોવિંદરાજ નામે બે પુત્રો હતા. કકર્થે ઘણાં ભૂમિદાન કરેલાં હતાં અને તેમાંનાં આ સહિત ચાર દાનપત્ર જાણવામાં આવ્યાં છે. વડોદરાનાં, નવસારીનાં સુરતનાં અને આ જેને આપણે બ્રાહ્મણપલિનાં પત્રો તરીકે ઓળખાવીશું તે બધાંની સાલ અનકમે શકે ૭૩૪, ૭૩૮, ૭૪૩, અને ૭૪૬ છે. તેટલા માટે એમ જણાય છે કે કકક ૭૩૪ પહેલાં થોડા સમયે ગાદી ઉપર આવ્યો હશે અને ૭૪૬ અગર ત્યાર બાદ થોડા સમય સુધી તેણે રાજ્ય કર્યું હશે. પણ ઉપરનાં દાનપત્રો ઉપરથી કકર્કે તે સમય દરમીઆન શાંતિથી અને સતત રાજ્ય કર્યું હોય, એમ અનુમાન બાંધી શકાય નહીં, કારણ કે શ. ૭૩૫ માં તેના નાના ભાઈ ગોવિંદ - ભૂપાલપદે હાઈને વડોદરા પાસેનું ગામડું દાનમાં આપ્યાની નોંધ છે. તે ઉપરથી એમ માની શકાય કે તે વર્ષમાં તે મધ્ય ગુજરાતમાં રાજ્ય કરતા હતા. ગેવિંદરાજનું બીજું દાનપત્ર શ. ૭૪૯ નું એટલે ૧૪ વર્ષ પછીનું છે. આ ગુંચવાડાને નિકાલ હજી કોઈ પણ ગુજરાતના ઈતિહાસલેખકે કર્યો નથી અને કકર્કના આ છેવટનાં દાનપત્રથી આ પ્રશ્ન બારીકીથી તપાસવાની જરૂરીયાત ઉભી થાય છે. આ અપૂર્વ સ્થિતિના બે ખુલાસા રજુ કરી શકાય. ગુજરાત શાખાના રાષ્ટ્રકૂટને ઘણું લેખમાં હકીક્ત આપેલ છે કે માન્યખેટના રાષ્ટ્રકટેનું રાજ્ય પ્રતિસ્પધી પાસેથી પાછું મેળવીને કકકૅ ખરા હકદાર અમેઘવર્ષને સંપ્યું. આ બનાવ શ. ૭૩૬ (ઈ. સ. ૮૧૪ '૦ લગભગમાં બન્યા હવે જોઈએ; કારણ કે શ. ૭૩૮ ના દાનપત્રમાં અમોઘવર્ષનું નામ પહેલી વાર આવે છે. કકકે જે ગુજરાત ઉપર રાજ્ય કરતો હતો તેને કુદરતી રીતે અમેઘવર્ષને મદદ કરવા જવું પડયું અને સંભવ છે કે પિતાની ગેરહાજરીમાં પોતાના નાના ભાઈને ગુજરાતનું રાજ્ય ભળાવતે ગયે હાય. તે થોડા સમય બાદ પાછો ફર્યો હોય અને ૭૩૮ નું તેનું બીજું દાનપત્ર મળે છે. શ. ૭૩૫ અને ૭૪૯ માં આપેલાં દાનપત્ર ઉપરથી ગાવિંદરાજની પિતાની મોટાભાઈ તરફની ભક્તિ અને વફાદારીને ખ્યાલ આવે છે. ૩ આ ગુંચવાડાને બીજી રીતે નિકાલ કરવામાં એવી કલ્પના થાય કે મોટેભાઈ બરાબર સ્થિતિસર થયો તે પહેલાં નાના ભાઈમાં વૈરભાવ ઉત્પન્ન થયો હોય અને સાહસિક મનુષ્યની મદદ લઈને દગલબાજીથી તેને પદભ્રષ્ટ કર્યો હોય. કકર્કને તેથી મૂળ શાખાના માન્ય ખેટના રાષ્ટ્રની ૧ ઈ. એ. વ. ૫ પા. ૧૪૫. ૨ જ. બે. છે. રે. એ. સે. . ૨૦ પા. ૧૪૦ પં. ૬૦-૬૧, ૩ ઇ. એ. વો. ૧૨ પા. ૧૫૬, ૪ જ, બાં. છે. રા. એ, . . ૨૦ ૫. ૧૩૧. ૫ એ, ઈ, વિ. ૨૧ ૫. ૧૩૩. ૬ તારખેડેનાં પતરાં જુઓ. એ. ઇ. વ. ૩ પા. ૫૩. ૭ ગોવિંદરાજનાં કાવનાં પતરાં ઈ. એ. વો. ૫ પા. ૧૪૪. ૮ જુએ દાખલા તરીકે ધ્રુવરાજ પહેલાનું વડોદરાનું દાનપત્ર ઇ. એ. જે. ૧૪ ૫. ૧૯૯. ( ઇ. એ. વ. ૧૪ ૫. ૧૯ નિનનાદુન નિત્યા મોઘવર્ષમનિરવે થપત્ત ૧૦ છે. અતેકર આ બનાવ ઈ. સ. ૮૧૭ અને ૮૨૫ ની વચમાં બન્યાનું માને છે. ૧૧,૧૨ નવસારીનાં પતરાં જ. બો. એ. જે. એ. એ. વી. ૨૦ પા, ૧૩૫. ૧૩ ડો. અનેક પણ તેજ અનુમાન બાંધે છે, પા. ૬૮. લેખ ૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy