SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ राजा जगमलनां ताम्रपत्रो ભાષાન્તર ૐ સંવત ૧૨૬૪ વર્ષમાં, લૌકિક આષાઢ શુદ્ધિ ૨ સેામવારે આજે શ્રીમદ્ અણહિલપાટકમાં, સમસ્ત રાજાવલીથી મંડિત, મહારાજાધિરાજ પરમેશ્વર પરમભટ્ટારક, ઉમાપતિનું વર પ્રાપ્ત કરનાર, પ્રૌઢ પ્રતાપી, લંકેશ્વર ( લંકાના નાથ ), નારાયણુના અવતાર, રાજ્યલક્ષ્મીનેા સ્વયંવર ( પાતે પસંદ કરેલેા ) શ્રીમદ્ભીમદેવ કલ્યાણમય અને વિજયી રાજ્ય કરતા હતા ત્યારે, અને તેના પાદપદ્મોપજીવિન્ મહામાત્ય રાણક શ્રી ચાચિગદેવ શ્રી શ્રી કરણ આદિ સમસ્ત મુદ્રાવ્યાપાર ચલાવતા હતા તે સમયે પ્રતિહાર સાખડાના કાર્યમાં મહેર રાજ શ્રીજગમલ્લની અનુમતિથી ટિમ્બાણકમાં શ્રેયાર્થે નીચેનું શાસન પત્ર લખાયું છે. ६५ મહેરરાજ શ્રી જગમલે પેાતાના પિતા, બૃહપુરૂષ મેહરરાજ આનના પુત્ર, ચઉંડરાનાં તથા પેાતાની માતા સેઢાહે રાણી પૃથિવિદેવીનાં શ્રેયાર્થે તલાઝા મહાસ્થાનમાં ( મેટા શહેરમાં ) દેવ શ્રી ચઉંડેશ્વર અને પૃથિવિદેવીશ્વરની એ મૂર્તિએ સ્થાપિત કરાવી. પછી આ બે દેવાના રંગભાગ, પૂજાનૈવેદ્ય ચૈત્રી પૂનમના ઉત્સવ, પવિત્રી ઉત્સવ, દીપેાત્સવ, લિંગારણને, ભગ્ન સ્થાનના સમારકામ માટે તથા પ્રતિવર્ષે ધેાળાવવા માટે કાંવલલિગામમાં, સૂનવદ્દી તરફ પૂર્વ દિશામાં અન્નના પાક વાળી તથા પાવિનાની ( ખેતી કરેલી અને પડતર ) ભૂમિ ૫૫ ( પંચાવન ) પાથ, તથા ફૂલસર ગામમાં, કુંડાવલી ગામ સમીપમાં, ઉપર જણાવેલા જેવી ભૂમિ ૫૫-પંચાવન પાથ, બન્ને મળી ૧૧૦, એકસેા દૃશ પાથભૂમિ તેણે આપી. આ ૧૧૦ એકસેા દશ પાથમાંથી ૧૦, દેશ પાથ માળીને આપવાના છે. અને ( તેના ) શ્રેયાર્થે કુટુંબિક ના પુત્ર સ. સરિયને તથા ચાઈયાના પુત્ર પંચકુલ ચાંડપને તથા કેાલિક† ઇસરના પુત્ર ચાઇયને આ ત્રણ માણસાને તેણે દાન આપેલી ભૂમિની ખેતી કરવા આપ્યા. ... ... પ્રતીહાર સાખડાએ પણ પેાતાની જાતમિલ્કવમાંથી પ્રતિવર્ષ ૧૦૦ દ્રુમ્સ તલાઝા મહાસ્થાનમાં અને ખીજાં એ સ્થાનામાં દેવાને તેના શ્રેયાર્થે આપ્યા. આ દેવેશની પૂજા આદિ માટે રાઉલઉચ્ચદેવ, તથા તેના પુત્રો અને પૌત્રને બાલાકમાં દરેક પાદ્ર (?)માંથી પ્રતિવર્ષ ૬. ૧, એક દ્રુમ્મ આપ્યા તથા ટિમ્માણકમાં તલપદ શુલ્કમંડપિકામાં પ્રતિદિન રૂ. ૧ એક રૂપક આપવા ગઠવણુ કરી. આ ધર્મસ્થાનની તલાઝા મહાસ્થાનના વતની સહૃદેવ બ્રાહ્મણુના પુત્ર ઠકુર દાહડ, ચાટના પુત્ર ઠકકુર છાઝ, વાલણના પુત્ર સીલાત્રિ, વાઢિયાલાના પુત્ર કાઠુડ, ગાગાના પુત્ર લડ, ચાહના પુત્ર સાલા, વ્યવહારિન ( વેપારી) આછાના પુત્ર સૂમેશ્વર અને વાલરાના પુત્ર ધરણિયા આ આઠ ગણિકાએ રાઉલ ઉચ્ચદેવ સહિત ચંદ્ર સૂર્યના અસ્તિત્વ કાળ સુધી સંભાળ લેવી. આ ગેાષિકેા( ટ્રસ્ટીએ)એ (દાનને લગતાં) સર્વ કાર્યની વ્યવસ્થા કરવાની છે. કાલવશાત્ જો આ ધર્મસ્થાન કાઇ પણ પાપાત્મા લૂટે ત્યારે રાઉલ ઉચ્ચદેવ સહિત આ ગોષ્ઠિકાએ સ્વવચન( સત્તા )થી અને પ્રાણના જોખમે તેની રક્ષા કરવી. જો આમાંથી કાઈ એક જણ ધર્મસ્થાનપર ચઢી આવેલા સામે વાંધે ન ઉઠાવે તેા તેના ત્રણ જન્મમાં પ્રાપ્ત કરેલું સુકૃત ( પુણ્ય ) મેહરરાજ જગમલ્લ પ્રાપ્ત કરશે. અને મેહરરાજ શ્રીજગમલ્લના શ્રેયાર્થે આ દેવાને સમસ્ત મહાજને પ્રતિવર્ષ દરેક દુકાન માટે રૂ. ૧ એક રૂપક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મ્માણકના શ્રેષ્ઠિન વલહુલે અને આપ્યા. દેવશ્રી ચઉંડરેશ્વર અને * વિલ્સનના કોશ પ્રમાણે——૧ એક પથક=૨૪૦ વેરશીટ + હાલના મળી હોય એમ જણાય છે; અથવા ક્રોલિક એટલે વણકર એમ પણ અર્થ થઈ શકે ॰ રાજ્યને ભાડુ આપતી જમીન-વિલસન કાશ. www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy