________________
जाइकदेवनुं धिमिकि दानपत्र
ભાષાન્તર
ૐઝ ! સ્વસ્તિ ! વિક્રમ સંવત્સર સાતસે ચેારાણું ( સંખ્યામાં ) ૭૯૪. કાર્તિક માસના બીજા પક્ષમાં અમાસ ને રવિવારે, જેષ્ઠા નક્ષત્રમાં સૂર્યગ્રહુણ સમયે ( પૂર્ણાંક્ત ) સંવત્સર, માસ, પક્ષ, અને તે ક્રિને સૌરાષ્ટ્ર મંડળના અધિપતિ પરમભટ્ટારક, મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી જાઇકદેવ, ધર્મકાર્યમાં સહાય કરનાર મહામાત્ય ભટ્ટ નારાયણની અનુમતિથી સંસારની અનિત્યતા જાણીને સૂર્યગ્રહણુસમય દાન કરવા ચેાગ્ય છે એ મનમાં રાખીને આત્મ, ધર્મ અને યશની વૃદ્ધિ અર્થે ચાર વેદના જ્ઞાની, મુદ્દલ ગોત્રના, અને અને ત્રણ પૂર્વોના નામથી અગ્નિની આરાધના કરનાર ઈશ્વર નામના બ્રાહ્મણને ધેનિકા નામનું ગામ તૃણ્, કાઇ, જલ, વૃક્ષ, અને ક્ષેત્રા ( વૃક્ષેાની હાર )સહિત દેવને કરેલાં દાન વર્જ્ય કરી પાણીના અર્થથી ભૂમિલિકામાં આવેલું આપ્યું છે. ભવિષ્યમાં તેની ભુક્તિના નિશ્ચિન્તપણા માટે આ ગામની ચાર સીમાએ। અપાશે.
લેખ ૩૩
२३
ઉત્તરે સામાપખેત્રમાં સમુદ્ર (?): પૂર્વે સવત ગરૂજા જલમાર્ગ (નારીયું ) શેહર ધારા સહિત; દક્ષિણે સયલાશત કાન્ત ગરિચા (?) નદી સુધી. પશ્ચિમે-પર્વતની ધારા જે સમુદ્ર તરફ્ જાય છે. આ ચાર સીમાવાળા નિકા ગામની ભૂમિના ઈશ્વર નામના બ્રાહ્મણ ઉપભોગ કરે અથવા તેમ અન્ય પાસે કરાવે તે કાઇએ તેને વિન્ન કરવું નહીં. ( કારણ કે સ્મૃતિ કહે છે )— સગર આદિ બહુ નૃપાથી ભૂમિના ઉપભેગ થયા છે વગેરે ( અનેવળી ) “ યાચક તરીકે હું વિનંતિ કરૂં છું કે મારૂં રાજ્ય પૂરૂં થયા પછી અન્ય નૃપે ( આ મારા ) દાનની વિરૂદ્ધ કાર્ય કરવું નહિ * આ શાસન મહાક્ષપલિક નરહરથી મારાથી લખાયું છે. તે સ્વસ્તિ અનેા ! શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com