SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातमा ऐतिहासिक लेख ગુજરવંશી રાજાઓ સામન્ત દ૬ ૧ લે ચે. સં. ૩૦૦, ૩૪૬ જયભટ (વીતરાગ) ૧ લો ,, ૫૫ જે ૨ણગ્રહ ચે. સં. ૩૯ દ૬ ૨ પ્રશાતરાગ ચે. સં. ૩૮૦, ૩૮૫, ૩૯૨ જયભટ ૨ જે (ધાધર) ચે. સં. ૪૫૬ અનિરોલ જયભટ ૩જે ચે. સં. ૪૮૬ રાકટથી –આ વંશના કુલ એકવીસ દાનપત્રો આમાં દાખલ કર્યા છે જેમાંથી ચૌદ ગુજરાત શાખાના રાષ્ટ્રનાં છે જ્યારે સાત મૂળ શાખાના રાજાએાની હોવા છતાં દાન લેનાર અગર સ્થળ વગેરે ગુજરાતના ઇતિહાસ માટે ઉપયોગી હોવાથી આ સંગ્રહમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે. તે બધાં શાન સાત આઠ અને નવમી સદીમાં અપાએલ છે અને તેનો સમય શક સંવતમાં દેખાય છે. મૂળ તેમ જ ગુજરાત શાખામાં એક જ નામના એક કરતાં વધારે કક, ગેવિન્દ, ઇન્દ્ર ઇત્યાદિ નામધારી રાજાએ ટાવાથી તેનું વ્યક્તિત્વ એકસ કરવામાં ગુંચવાડો ઉભું થાય છે અને કેટલાંકન બિરદ પણ એકસરખાં હોવાથી વિશેષ ભાંજગડ ઉભી થાય છે. સદ્ભાગ્યે આ બધાં દાનપત્રો બહું જ વિસ્તાર પૂવક લખાએલ છે અને વંશવન બહુ જ ઊંચી ઇબારતવાળું જોવામાં અાવે છે. દરેક રાજનાં ત્રણ ચાર બિરદ વપરાએલાં છે તેથી જ્યાં તેનો અભાવ દેખાય ત્યાં તેની સત્તા તથા અધિકાર માટે રાંકા ઉત્પન્ન થાય છે. તોપણુ સમકાલીન રાજાઓ સાથેના સંબંધ વગેરેથી કેટલીક ચોકસાઈ માપોઆપ થઈ જાય છે. છતાં કેટલીક અસંબદ્ધતા અને અસ્પષ્ટતાનો ખુલાસે વિશ્વસનીય થતું નથી. ગોવિન્દ ૨ ૨ (સં. ૭૦૨) અને ધ્રુવ ધારાવર્ષ (સં. ૭૧૭) બે ભાઈઓમાં ગોવિંદ ગાદી ઉપર આવ્યો હતો કે નહીં અને ધ્રુવની પહેલાં કે પછી અને ધ્રુવે પાછળથી પોતે કરેલા અન્યાયનું ભાન થવાથી ગાદી છોડી ગેવિનને આપી ઇત્યાદિ ૯૫નાઓનો હજી સુધી નિવેડે આણવા આપણી પાસે સાધન નથી, તેવી જ રીતે ગુજરાત શાખાના સ્થાપક ઇન્દ્રના પુત્ર કકનાં મ. સ. ૭૩૪,૭૩૮ અને ૭૪૯ ની સાલની દાનપત્ર અને ગોવિન્દનાં ૭૩૫,૭૩૮,૭૩,૭૪૯ નાં દાનપત્રો સાથે સાથે અસ્તિત્વમાં હોવાને ખુલાસો થઈ શકતો નથી. તેને ખુલાસે શોધવામાં મુખ્ય શાખાના અમેઘવર્ષને કરેલી મદદ અને તેને ગાદી અપાવવાની હીલચાલ અને તેને લીધે પોતાની ગેરહાજરી ઇત્યાદિ વિગતે વિશેષ ગુંચવાડે ઉમે કરે છે. આ બાબતમાં કકના સં. ૭૪૬ ના દાનપત્ર (નં. ૧૨૫ ક ગ્રંથ ૭ જે પા. ૧૩૪)ના પ્રાસ્તાવિક વિભાગમાં ડૉ. બી. ભટ્ટાચાર્યે બે કલ્પના કરીને તેને ગ્રાહ્યાગ્રાહ્ય નિર્ણય કરવાનું ઇતિહાસના અભ્યાસીઓ ઉપર રાખ્યું છે. આ દાના નં. ૧૨૮ અને ૧૨૫ બ સિવાય બધાં બલિચર વૈશ્વદેવાદિ પંચયાદિયા માટે જુદા જુદા બાબાને આપવામાં આવેલ છે. ૧૨૮ કાસ્પિલ્ય તીર્થમાંના બૌદ્ધ વિહારને આસંધના શિષ્યોને માટે યારે ૧૨૫ બ જૈન ચૈત્યાલયના સમારકામ માટે આપવામાં આવેલ છે. આ સંગ્રહ સાથે સંબંધ ધરાવતા મૂળ તેમ જ ગુજરાત શાખાના રાજાનું વંશવૃક્ષ તૈયાર કરી નીચે આપેલ છે અને તેમાં જે જે રાજાઓના દાનપત્રો આ સંગ્રહમાં છે તેના નામ સામે* ચિદ કરેલ છે. - ૧ ૧ ઇ. વૉ. ૨૨ ૫. ૭૭ જ્યારે ૧૨૫ બે જૈને ત્યારે ૨૮ પિલ્ય તીર્થમાના એવા પંચય ક્રિયા માટે જુદાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy