________________
ન ૨૩૩ રજા જાઈકદેવનું ધિનિકિનું દાનપત્ર
વિ. સં. ૭૯૪ કાર્તિક સુદિ ૧૫ સૌરાષ્ટ્રના રાજા જાઈક દેવનું દાનપત્ર ૧૮૭૯-૮૦ ના દુકાળનિવારણુકાળ વખતે કાઠિઆવાડના ઓખામંડળ માંનું ધિનિકિ નામના ગામમાંથી ઈશાનમાં એક માઈલ દૂર આવેલા તળાવ ઉન્ડકે તળાવમાંથી ખેદી કાઢવામાં આવ્યું હતું. પાછળથી આજમ વજેશંકર ઓઝાએ કર્નલ વોટસનને કાગળની છાપ ઈ. સ. ૧૮૮૧ માં પૂરી પાડી હતી, અને તે જ સમયે રા. બ. ગોપાલજી દેસાઈએ મને એક રબિંગ મોકલ્યું હતું. કર્નલ ટસનને લખવાથી તેણે મને બીજું રબિંગ, કેટેગ્રાફ અને છેવટે અસલ પતરાં મોકલી આપ્યાં; તે ઉપરાંત કર્નલ વટસને એક હસ્તલિખિત પ્રત પણ મને મોકલી આપી.
લેખ બે પતરાંની અંદરની બાજુએ કતરેલો છે, જેનું માપ દરેકનું ૮૪૫” છે. પહેલા પતરાને તળીએ અને બીજાને મથાળે એક લ્હાના કાણુ ઉપરથી જણાય છે કે પ્રથમ આ બે પતરાં એક કડીથી જોડાએલાં હશે. કડી સાથે મુદ્રા હતી કે નહીં તે શંકાવાળું છે. કારણ કે રાજની સંજ્ઞા માછલી બીજા પતરાંને તળીએ કરેલી છે. પતરાં સુરક્ષિત સ્થિતિમાં છે. પહેલા પતરાની બીજી પંક્તિના થોડા અક્ષરે અને બીજાની પાંચ પંકિતઓના થોડા અક્ષરે કાટથી થડા ખવાઈ ગયા છે. તેમ છતાં દાનપત્ર વાંચવામાં ઘણું જ મુશ્કેલી નડે છે. અને તેમાંનાં કેટલાંક નામ તો ઘણું શંકાસ્પદ છે. એટલું જ નહીં પરંતુ તદ્દન નહીં ઉકેલી શકાય તેવી છે. આનું એક કારણ કૃતિકારની કૂવડતા છે.
લિપિ પશ્ચિમ હિન્દ અને વળી કદાચ મધ્ય હિન્દની સાક્ષરી લિપિ જે પાંચમા સૈકાનાં ગુર્જર દાનપત્રોમાં રાજાના સ્વહસ્તમાં માલુમ પડે છે તેવપરાઈ છે. વિનિકિ શાસનની ભાષા તદન સંરકત નથી, પરંતુ કેટલીક જગાએ પ્રાકત રૂપ અને શબ્દો પણ વાપરવામાં આવ્યા છે.
ધિનિક દાનપત્રને દાતા સૌરાષ્ટ્રના અધિપતિ જાઈક દેવ છે, જે પરમભટ્ટારક, મહારાજાધિરાજ વિગેરે મગરૂબીભરેલા ઈલ્કાબે ધારણ કરે છે, અને તેથી તેનું રક્ષણ સ્વીકાર્યા વગરનો સ્વતંત્ર રાજા તરીકે પિતાને ઓળખાવે છે. તેની રાજધાની મિલિકા હતી અને તેની સંજ્ઞા માછલી' હતી. તેનું નામ અને માછલીની સંજ્ઞા મોરબી દાનપત્રના દાતા જાયિક સાથે તેને સંબંધ બતાવે છે. અને તે ભૂમિલિકામાં રાજ કરતે હતો તે હકીકત એમ દર્શાવે છે કે પ્રાચીન રાજપૂતની એક શાખા જેઠવાની શાખાને તે હતે. જેઠવાના પ્રતિનિધિઓ હાલના પોરબંદરના રાણુઓ છે. ભૂમિલિકા શબ્દ હાલનું ભૂગ્લી અગર ભૂસ્મલીને બરાબર મળતું છે. જો કે કાઠિઆવાડના નકશામાં આ નામનાં ઘણું ગામો છે, છતાં સૌરાષ્ટ્રમાં ભૂમિલિકા ગામ એટલે બરડાના પર્વતેમાં તજાએલી જેઠવાની રાજધાની જ છે, જે હજુપણુ ભુસ્લી, ભુમ્ભલી, અથવા ઘુમ્હી કહેવાય છે. અને આ ભૂમિલિકા જેઠવાઓની ચઢતીના સમયમાં જરૂર સૌરાષ્ટ્રની રાજધાની હશે.
પિનિક શાસનની તારીખ વિ. સં. ૭૯૪ કાર્તિક સુદિ ૧૫ રવિવાર ચેષા નક્ષત્રની આપી છે.
આપણુ દાનપત્રને હેતુ મુન્તલ (મુદ્રલ) ગાત્રના અને અજ્ઞાત કુલના ઈશ્વર નામના બ્રાહ્મણને ધેનિકા ગામ દાનમાં અર્પણ કર્યાની નેંધ લેવાનો છે. પેનિકા એ પ્રાચીન વિનિકિનું નાશ પામેલું ગામડું છે, જ્યાંથી આ પતરાં મળેલાં છે. બાકીનાં સ્થાને ઓળખવા મેં પ્રયત્ન કર્યો નથી. કારણ કે પતરાંને આધાર ઘણો જ બીનસલામતીભરેલો છે.
૧ ઇ. એ. વો. ૧૨ પા. ૧૫૧ છે. ખુલ્લા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com