SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख (૧૧) રણક્ષેત્રોમાં શત્રુઓના આનન્દને અન્ત આણનાર, ધર્મ અને સત્કાર્યોથી શિવની પ્રસાદી પ્રાપ્ત કરનાર, અને બ્રાહ્મણોનાં અતિદાનથી વિક્ટ હણનાર, લવણુપ્રસાદને આદરપાત્ર કેણ નહિ લેખે? (૧૨) જ્યારે લવણુપ્રસાદ દિવિજય કરવા નીકળ્યો ત્યારે ચેદિને નૃપ ભય પામી ગ, કુટલને નૃપ મહાભયથી ગબડવા લાગ્યો, કામરૂપને નૃપ સર્વ સાંદર્ય વિનાને થઈ ગયે, દશાર્ણને નૃ૫ યુદ્ધના અોની ખરીઓથી ત્રુટી ગયો હોય તેમ થઈ ગયે, કાજના નૃપનું બલ ભંગ થઈ ગયું, કેરલને નૃપ સરળ થઈ ગયે અને શુરસેન સ્વામિ તેની સેના સહિત સર્વ શૌર્ય વિનાને બની ગયે. (૧૩) લવણુપ્રસાદ તેની પ્રિય પત્ની મદનદેવીના તથા તેની પ્રિય ભૂમિના મદવાળે હતે. મદનદેવી સર્વ રીતે સુંદર હતી, અને અદ્ભુત મુખ હતું અને તે તેનું મન પાર્વતીની માફક પ્રસન્ન કરતી. ભૂમિ ઉપર પણ સુંદર દેશે હતા, અદ્ભુત વને હતાં, અને વિવિધ રમ્ય પર્વતા હતા. (૧૪) નિત્ય દૈત્યને પરાજય કરવામાં પ્રવૃત્ત રહેવાથી આપણું પ્રાણપ્રિયાઓને ઉપભેગ ન કરી શકીએ તે નિદ્રામાંથી મુક્તિ, જરાઅવસ્થામાંથી મુક્તિ, અને પૃથ્વીના વિજયને પણ શું અર્થ ? જ્યારે લવણુપ્રસાદ દારૂણુ યુદ્ધમાં દૈત્યોને હણને તેમનાં વિને દૂર કરવા દેવે પાસે ગયે ત્યારે તેને પુત્ર વિરધવલે આ જગને ભાર ધારણ કરવા લાગે. (૧૫) નવવિકસિત નીલ કુમુદની શ્રીદેવીની કેલી માટે રચેલી શયા સમાન, શત્રુમંડળના વનને ભસ્મ કરવા સર્વ દિશામાં હાલતા ભુજના પ્રતાપની ઉણતાના પ્રબળ અગ્નિમાંથી નીકળતા ધૂમપતિ સમાન, દષ્ટિદેષની અસર દૂર રાખવા માટે કાજળની શ્રેણી સમાન, શત્રુની નિજ કર વડે કેશથી ખેંચાતી લક્ષ્મીના વિખરાએલા કેશ સમાન તેની અસિ પ્રકાશિત હતી. (૧૬) આ નૃપને પ્રતાપ ભુવનને પરાજય કરનાર અને અત્યંત તાપવાળો છે એ જ્ઞાનથી અને દહનના ભયથી અગ્નિએ પ્રથમથી જ શિવના લલાટ પર ઈન્દુ અને શીતળ ગંગાની સમીપમાં નિવાસ સ્થાન શોધી લીધું, વડવાનલ સાગરમાં નિવાસ કરવા ગયે અને સૂર્ય સાગરમાં વારંવાર ડૂબકી મારવા લાગ્યા. (૧૭) તેને યશ શિવની મૂર્તિ સમાન હતું. કારણ કે મૂર્તિ (દેહ) ઐરિથી, ભતેથી ભુજંગથી અને આનન્દથી પાન કરેલા કાલકૂટ વિષની પ્રભાથી અને વિમલ ઈન્દુથી રમ્ય દેખાય છે. તેમ તેને યશ શ્વેત બનાવેલા નાગથી, સમસ્ત તિમિર હણવાથી, અને શશીને નિર્મળ કરીને શોભિત દેખાય છે. (૧૮)અસંખ્ય યુદ્ધમાં પ્રાપ્ત કરેલા પ્રકાશવાળી, સર્વ શ્રેષ્ઠ લીલાથી સેવાએલી વિજયદેવી સમાન રમ્ય ગાથી અતિ સુંદરતાવાળી શ્રેષ્ઠ રમણીઓથી સેવન થતી વયજલદેવી તેની પત્નીથી તે (વિરધવલ) સુંદર દેખાતે. (૧૯) જ્યારે વિરધવલ પરમેશ્વરને જેવાથી અતિ આનંદ પામતા શિવના સભાસદોને, તેના મહાન પ્રતાપ વડે, વિસ્મય પમાડવા ગયે, ત્યારે તેને પુત્ર વિસલદેવ જેનો પ્રતાપ ત્રિભુવનમાં વિખ્યાત હતું, અને જે શત્રુઓના હૃદયમાં શુળ સમાન હતું તે ભૂમિપતિ થયા. (૨૦) યુદ્ધ માટે તૈયાર ધનુષ સહિત તેને રૂમમાં જઈને શત્રુ રાજાઓ . (અપૂર્ણ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy