SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख કરવાને બદલે પ્રત્યેક શબદનો જુદા જુદા પ્રસંગે ઉપયોગ થએલ હોય તેવાં બધાં વાકયો ભેળાં કરી બધે બંધબેસતો અથ શોધવા પ્રયાસ થાય તે જ સંતોષકારક પરિણામ આવે એ દેખીતું છે. આ ઉપર લખ્યું સંશાધન માત્ર ઐતિહાસિક દષ્ટિએ બાકી રહેલું માંહીં દર્શાવવામાં માન્યું છે જ્યારે લિપિશા. વ્યાકર, ઇબારત તથા લેખનNહતિ સંબંધી શોધખોળ તે તે શાઅપારંગત માટે બચત રાખવામાં આવેલ છે. ક્ષત્રપવી આ વંશના રાજાઓની ઐતિહાસિક સંકલના લગભગ ત્રીસ વર્ષ પહેલાં પ્રે. છે. જે. રસને બ્રિટિશ મ્યુઝિયમમના ક્ષત્રપ વગેરે વંશના રાજાઓના સિક્કાનું કેટલોગ તૈયાર કરેલ તેની પ્રસ્તાવનામાં આપેલ હતું. ત્યારબાદ વરસવાડા સ્ટેટમાં સરવાણીયામાં ૨૩૯૩ સિગાનો જથ્થો મળે હતો જેનું વાચન અને રિપોર્ટ ડે. ડી. આર. ભાંડારકી સને ૧૯૧૩-૧૪ ના આકિઓલોજિકલ સને ઓફ ઈન્ડિયાના વાર્ષિક રિપોર્ટમાં છપાવેલ છે. ત્યારબાદ સેન્ટ્રલ પ્રૉવિ સીઝમાં છિંદવાડામાંથી નીકળેલા લગભગ ૬૦૦ સિક્કા નાગપુર મ્યુઝિયમ તરફથી આવેલા તેમ જ જુનાગઢ સ્ટેટમાંથી ચેકસ સ્થળની માહિતી વિનાના ૫૨૦ સિકા તથા ઉના મહાલના વસેજ ગામમાંથી મળેલા ૫૯૧ સિક્કા તપાસાવા માટે મોકલેલા તે બધા મઢે તપાસી તેનો હેવાલ જર્નલ એશિયાટિક સાઈટી એક ગાલ સને ૧૯૩૭-૩૮ ના ન્યુમિમેટીક સપ્લીમેન્ટના સિવર જ્યુબીલી નંબર ૪૭ માં ૫, ૯૫ મે છપાવેલ છે. તેને આધારે સ્વ. ડૉ. જયસ્વાલના કેટલાક અનુમાને મારા પરમમિત્ર જયચંદ્ર વિદ્યાલંકારે તપાસ્યાં છે અને તે બનારસ હિંદુ યુનિવર્સિટીના જરનલ વો. ૫ વિભાગ ત્રીજામાં પા. ૨૪૯-૬૧ માં છપામેલ છે. છતાં મા રાજાઓના વંશવૃક્ષ સંબંધી હજુ આપણું ઘણું અજ્ઞાન છે અને શિલાલેખે પુરતા પ્રમાણમાં મળે નહીં ત્યાં સુધી વિશે અજવાળું પડવા સંભવ નથી. આ સંગ્રહમાં તેના જે બાર લેખે ભેળા કરવામાં આવેલ છે તેમાંના ઘણાખરા તુટક તથા મહામાયા વિનાના હોવાથી બહુ જ જુજ એતિહાસિક સામગ્રી પૂરી પાડે છે, ક્ષત્રપ શબ્દ સેટપનું સંતાંતર રૂપ છે અને તેઓ કુશાન રાજના સેટપ હોઈ, તેનું પરિબળ મોળું પડ્યું ત્યારે ઈ. સ. ની બીજી ત્રીજી અને ચોથી શતાબ્દીમાં ગુજરાત તથા માળવામાં સ્વતંત્ર સત્તા ભોગવતા થઈ ગયા. આખરે ૩૫૧ ઈ. સ. માં સમુદ્રગુપ્ત ક્ષત્રપ રાજાઓને હરાવી તેમની સત્તાને નાશ કર્યો. આ લેખમાં ગિરિનગરમીના સુદર્શન તળાવ, સુવર્ણ સિકતા તથા પલાશિની નદી વગેરેનાં તેમ જ યવન તશાક, અધ શાતકર્થિ, પહ૦ કલપ તથા સુવિશાખ અને વૈશ્ય પુષ્પગુપ્ત ઇત્યાદિ વ્યકિતના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ગુંદાના સં. ૧૦૩ (ઇ. સ. ૧૮૧)ના લેખમાં ભાભીર સેનાપતિ રૂઠભૂતિનું વર્ણન સિકાથી જાણવામાં આવેલ ઈશ્વરદત્તનું વ્યકિતત્વ નિશ્ચિત કરવામાં સહાયભૂત થાય તેમ છે. પાળીયા માટે લષ્ટ શબ્દ ક૨છમાંના અમ્પાઉમાંથી મળેલા ચાર લેખામાંથી મળે છે. ટવી આ વંશના માત્ર બે જ લેખો આ સંગ્રહમાં માપવામાં આવ્યા છે. તેમાં વર્ણવેલા રાજાઓના સિક્કા છે. ઈ. જે રેસનના બ્રિટિશ મ્યુઝિયમના કેટલોગમાં વર્ણવેલા છે. લેખ તથા સિકાની મદદથી આ વંશના ત્રણ રાજાઓનાં નામ નીકળી શકી છે. મહારાજ ઇન્દ્રદત્તના પુત્ર દgસેનને દાનપત્ર પારડીમાંથી મળેલું ક. સં. ૨૦૭ (૪૫૬-૫૭ ઈ. સ.)નું છે અને બીજુ દાનપત્ર તેના ( હસનના) પુત્ર માદ્યસેનનું સુરતમાંથી મળેલું ક. સં. ૨૪૧ (૪૯૦-૯૧ ઇ. સૂ)ના સમયનું છે. આ વંશનું હથી પ્રથમ જ્ઞાન કરીના ક. સં. ૨૪૫ ના પતરા ઉપરથી થયું હતું. ત્રેટીક નામ કાલિદાસના રધુવંશમીના ત્રિાટ પર્વત ઉપરથી પડેલું મનાય છે. આ બંને પતરાંમાં લાલ કલચુરી અગર ચેદી સંવતમાં આપેલ છે. અને દાનમનિા રાજા પરમ વૈષ્ણવ તરીકે વર્ણવાયા છે અને છેલા વ્યાધ્રસેન અપરાત પ્રદેશમાં રાજ્ય કરવાને દાવો ધરાવે છે જેનું મુખ્ય શહેર મહિલનાથના મત પ્રમાણે થર્પારક (સાપારા) હતું ૧ નં. ૭ એ. ઈ. વૈ. ૧૬ પા. ૨૩૩, ૨ નં. ૨-૫ એ. ઈ. વૈ. ૧૧ પા. ૧૯-૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy