________________
देवपट्टन-प्रशस्ति (૫૮) (આ પણ) નિવેદ્ય ઉપહાર માટે પ્રતિદિન આપવું જોઈએ; પછી તે અન્ન સંભાળપૂર્વક બટુકે રાંધવું જોઈએ.
(૫૯) સંકલ્પ કર્યા પછી, પશુપાલે તે નિવેદ્ય અને બીટક પૂજા કરનાર બટુકને આપવા જોઈએ.
(૬૦) ગુણિજનેમાં શ્રેષ્ઠ, તેણે (ત્રિપુરાન્તકે), મડપિકામાં આવકમાંથી પ્રતિદિન એક દ્રમ્મ ચાતુર્થાતકના શાસનથી અપાવ્યું. :
(૬૧) ત્યાં પણ આ ઉદાર મનના પુરૂષે મંદિરની સેવા કરતા બટુકના પાલન માટે પ્રતિ માસ ૯ દ્રગ્સ અપાવ્યા.
(૬૨) વિધિ અનુસાર અનુપમ પૂજા અર્થે આવનાર પશુપાલન પ્રતિમાસ ૧૫ દ્રશ્ન આપવા જોઈએ.
(૬૩) આ આશય માટે તેણે (ત્રિપુરાન્તકે) પૂજ્ય ચાતુ જાતકના સંચયમાં (ખજાનામાં) પ્રતિમાસ ૧૫ દ્રમ્મ મૂક્યા.
(૬૪) હૃદયમાં આનન્દ કરતાં, તેણે પૂજ્ય ચાતુર્નાતકના દ્રવ્ય માટે ત્રણ ઉત્તમ હાટ ખરીદ્યાં (દુકાને ખરીદી ) અને (તેનાં મંદિરને ઉપહાર તરીકે) અર્યા.
(૬૫) તેમાંની ઉત્તમ (દુકાન), (શિવ) દેવમાં શ્રદ્ધાની માળા ધારે છે તે શ્રી ચાતજાંતકે, નિત્ય પૂજા, નિત્ય પૂજા અર્થે જઈનાં પુષ્પ આપવાના બદલામાં માળીઓને આપી.
(૬૬) મહાજનેએ ચૈત્ર અને ભાદ્રપદ પૂર્ણિમાના ઉત્સવ સમયે પવિત્ર અને વિસ્તરણની ક્રિયા માટે દરેક હાટ( દુકાન)માંથી એક દ્રમ્પ આયે.
(૬૭) શિવરાત્રિના ઉત્સવ સમયે ચાતુર્જતકના બીટક માટે સોપારી (સોમનાથના મંદિ૨ના ) કેકારથી અને પાન મેહરથી અપાવાં જોઈએ.
(૬૮) ત્રણ વિમળ મનના વેપારીઓએ નિત્ય જાતે જ શ્રી સોમનાથ પ્રભુના ત્રણ રાજ પાટિકામાં હાર, શ્રીફળ અને કમળ યુગ આપવાં.
( ૯ ) ભગવત સોમેશ્વરની પૂજા માટે નિર્માણ થયેલી વિધિ અનુસાર આ પાંચ મંદિરની પ્રથમ પૂજા કરી, પશુપાલક શ્રીમાન્ દેવના મંદિર જતાં પગથી ઉપર આરહણ કરશે.
(૭૦)તેણે ( ત્રિપુરાન્તકે) પૂજ્ય ચાતુતકને ચૈત્ર અને ભાદ્રપદ પૂર્ણિમાને દિને ભગ્ન અથવા પતિત થએલાના ઉદ્ધાર માટે આ ધર્મસ્થાન આપ્યું.
(૭૧) આ ધર્મસ્થાન અને આ શાસન સ્વઉપાર્જત વિમળ વિભવથી પ્રાપ્ત કર્યું હતું તેથી તેને યશવજ જેને મંદિર સાથે એગ છે તે પૂર્ણ ઈદુસમાન ઉજ્જવળ પ્રકાશે છે.
(૭૨) શ્રી ગ૭ રાણુક બહ૫તિના યશની પ્રતિમા અને સારંગ ગૃપના સરવરના તટના ભૂષણ રૂપ તે મંદિરના મધ્ય ભાગમાં તેણે તેના કુલદેવનું સ્થાન, શ્રીનું વિલાસ ગ્રહ બંધાવ્યું.
૭૩-૭૪ શ્લોકમાં ત્રિપુરાન્તકની સામાન્ય પ્રશસ્તિ પછી ૫ ગ્લૅકમાં ધંધને પુત્ર ધરણીધર પ્રશસ્તિને કર્તા ( રચનાર ) હતો તે આપણે જાણીએ છીએ. ૭૬ મો શ્લેક આગળ જણાવે છે કે કવિતાને હસ્તલેખ પૂર્ણ સિંહના પુત્ર મંત્રી વિકમથી લખાયે હતું અને તે શિલિપ પૂણુસીહ-નાહડના પુત્રથી છેતરાયો હતો. અનુલેખ અનુસાર વિ. સં. ૧૩૪૭ ના માઘ શુદ્ધિ ૧૫ ને સેમવારે, અથવા ડે. શ્રામની ગણતરી પ્રમાણે ઈ. સ. ૧૨૮૭ જાન્યુ. ૨૦ ને સેમવારે પાંચ લિંગની પ્રતિષ્ઠા થઈ હતી. આ તિથિ ( તારીખ ) ઐતિહાસિક મહત્વની નથી કાર ણક તવારિખ અનસાર સારંગે ૨૨-૨૩ વર્ષ ઈ. સ. ૧૨૯૬-૯૭ સુધી રાજ્ય કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com