________________
નં૦ ૨૨૦ કચ્છમાંના ખાખરા ગામના પાળીયા ઉપરનો
સારંગદેવને શિલાલેખ
વિ. સ. ૧૩૩૨ માર્ગશીર્ષ સુ. ૧૧ કચ્છના ઇતિહાસ ઉપર ઘણી રીતે અજવાળું નાંખનાર, સ્વ, રા. સા. ડી. પી. ખખ્ખરે મને લેખની એક નકલ મોકલી હતી. તે બે ખરામાંના પાળીયા ઉપરના શિલાલેખની નકલ છે અને રા. સા. ખખ્ખરે તેની નીચેની માહિતી આપેલી છે.
પાળીયામાં ગાયનું ચિત્ર છે અને તે ખડ ખાતી હોય અને બચ્ચાને ધવરાવતી હોય એમ ચિતરેલ છે. તે પાળીયે ભદ્રેશ્વરના કિલ્લામાં હતું, પરંતુ ખરાની એક બાઈ ભદ્રેશ્વરમાં પરણું હતી તેણે તે ગાયની પૂજા પોતાના બાપના ગામમાં થાય તે ઠીક એમ માની તે લેખ ત્યાં મોકલાવ્યો. તે વખતે લેખ દટાએલ હતો અને માત્ર ગાયની પૂજા થતી હતી. સં. ૧૯૯ માં મેં તે નીચેને ભાગ મહા મહેનતે ખેાદા અને માલુમ પડ્યું કે લેખવાળા ભાગને અમુક ટુક તૂટીને ગુમ થએલો છે અને તપાસ કર્યા છતાં તેને પત્તો મળે નહીં. .
લેખ ચાલુ ૧૦ મા સૈકાની દેવનાગરી લિપિમાં છે અને તેનું અક્ષરાન્તર નીચે મુજબ છેઃ
अक्षरान्तर १ ओं ॥ संवत् १३३२ वर्षे मार्ग शुदि ११ शनावद्येह श्री २ [म ]दणहिल्लपाटके समस्तराजावली[य]समलंकृतमहा३ जाधिराज परममाहेश्वर परमभट्टारक प्रो[प्रौढ प्रताम[प]नारा४ य[णा ]वतारलक्ष्मीस्वयंवरमहाराजाश्रीसारंगदेव क५ ल्याणविजयराज्ये श्री श्रीकरणादो(दौ )महामात्य श्री माव૬ યમદં શ્રી વાળ્યે સમસ્ત વ્યાપારન રિવ(થ) - ...
આ લેખ વાઘેલા રાજા સારંગદેવના રાજ્યને છે અને તેમાં કાજુ એટલે કૃષ્ણ નામના માયત નામ આવે છે. તેની તિથિ વિ. સં. ૧૩૩ર માર્ગશીર્ષ સુદિ ૧૧ શનો , રમન પત્રક અનુસાર ઈ. સ. ૧૨૭૫ ડીસે. ૧ લી શનિવાર સાથે મળતી આવે છે.
વિચારશ્રેણમાં, ડા. ભાઉ દાજીની પટ્ટાવલીમાં અને ડે. ભાંડારકરના ઐતિહાસિક ફકરામાં તેમ જ પ્રવચનપરીક્ષામાં અસંબદ્ધ તારીખે નીચે મુજબ આપેલી છે.
વીશલદેવે રાજ્ય કર્યું (૧) વિ. સ. ૧૩૦૦–૧૮; (૨) વિ. સ. ૧૩૦૨-૨૦. અર્જુનદેવે કયાં સુધી રાજ્ય કર્યું. (૧) વિ. સં. ૧૩૩૧ (૨) વિ. સં. ૧૩૩૩. સારંગદેવે કયાં સુધી રાજય કર્યું. (૧) વિ. સં. ૧૫૩ (૨) વિ. સં. ૧૩૫૩
આ લેખ ઉપરથી સાબિત થાય છે કે ઐતિહાસિક ફકરામાં તેમ જ પ્રવચન પરીક્ષામાં સારંગદેવ ગાદી ઉપર બેસવાની તિથિ બહુ મોડી છે અને માન્ય થઈ શકે તેમ નથી.
૧ ઈ. , . ૨
લેખ ૨૦.
પા૨૭ ડો. ઇ. બુહાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com