________________
गुजरातना ऐतिहासिक लेख
ગુજરાત બહાર માળવા મેવાડ ઉપર આણુ કરતી તેવાઓએ પતે કે તેના સામતેઓ ત્યાં લખાવેલા લે છે પણ આમાં સંગ્રહિત થવા જોઈએ. તેમજ દક્ષિણના રાષ્ટ્રકટો અને કેનેજના પ્રતિહારોની અમુક વખત ગુજરાત ઉપર સત્તા હતી તેઓના લેખન અને ગુજરાત બહારના પણ પ્રસંગોપાત ગુજરાતને લગતા લેખોને પણ આમાં સમાવેશ કરે જોઈએ. આ સંબંધમાં મારે જણાવવું જોઈ એ કે કુમારપાળ અને સિદ્ધરાજ વિગેરેના ગુજરાત બહારના ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી લાગ્યાતેવા લેખોને પ્રથમથી જ આ બીજા ગ્રન્થમાં સમાવેશ કરવામાં આવેલ છે. તેમ જ દક્ષિણના રાષ્ટ્રકૂટ એ ગુજરાતમાં આપેલાં દાનસંબંધી લેખો તેમ જ ગુજરાત શાખાના રાષ્ટ્રકટોના બધા લેખો આમાં સંગ્રહિત કરેલાજ છે. ગુજરાત બહારના પણ ગુજરાતના ઈતિહાસને ઉપયોગી થાય તેવા લેખોનું પત્રક તૈયાર કરી ત્રીજા ગ્રંથની અંતમાં છાપવાને પણ સભાએ હમણાં ઠરાવ કર્યો છે.
વલભીનાં બધાં તામ્રપત્રો ન છાપવાની ભળામણ માટે મેં મારો અભિપ્રાય ગ્રંથ ૧ લાની પ્રસ્તાવનાના પારીગ્રાફ પાંચમામાં રજુ કરેલ છે તેથી વિશેષ કહેવાનું રહેતું નથી. આમાં બધા લેખો આખા છાપવાથી અગવડતા થવાને બદલે સગવડતા વધે છે તેથી ખાસ બચાવ કરવાની પણ જરૂરીયાત લાગતી નથી.
પૂ. મહામહોપાધ્યાય પં. ગૌરીશંકર ઓઝા, શાસ્ત્રી દુર્ગાશંકરજી તેમ જ પ્રેફેસર એમ. એસ. કેમીસરીએટ ઈત્યાદિ શભેચ્છકે એ ગ્રંથ ૧ લા માટે જે સંતેષ પ્રદર્શિત કરતા અભિપ્રાયે માલ્યા છે તે ટાંકવામાં આડમ્બર તથા આત્મ સ્તુતિને આભાસ આવે તેથી આંહી રજુ કરેલ નથી. પ્રે. કેમીસરીએટે તે આની અંગ્રેજી આવૃત્તિ થાય તે ઇષ્ટ છે, એમ પણ ઈચ્છા પ્રદર્શિત કરી છે. તે બધાઓનો આભાર માનવાની આ તક લઉં છઉં.
આ. ગિ. વ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com