SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા જયભટ ૨ જાનાં તામ્રપત્રો ચે. સંવત ૪૫૬ માઘ સુધિ ૧૫ આ લેખ તથા બીજા કેટલાક લેખે નવસારીની સર કાવસજી જહાંગીર રેડીમની મદ્રેસાના આસિસ્ટંટ માસ્તર મી. શેરીઆરજી દાદાભાઈ ભરૂચાએ મને પ્રસિદ્ધ કરવા માટે આપ્યા હતા. એ લેખ નવસારીમાં કઈ પાયા ખોદતાં મળી આવ્યા હતા. જ આ લેખ બે પતરાં ઉપર છે. તે દરેક ૧૨ “પહોળું અને લ” ઉંચું છે. કાંઠા મોટે ભાગે સહેજ જાડા રાખી અંદરની બાજુએ વળ્યા છે, જેથી લેખનું રક્ષણ થઈ શકે. બીજા પતરાની શરૂઆતમાં પહેલી પંક્તિને પહેલે અક્ષર તથા બીજા અક્ષરના થોડા ભાગવાળો હાને ટુકડે ભાંગી ગયો છે. અને એ જ પતરામાં એજ બાજુએ નીચલા ભાગમાંથી ૪૩” અને જરૂની બાજુઓવાળે એક ત્રિકોણાકાર જેવડે ટુકડે ભાંગી જઈ ખોવાઈ ગયો છે. પરંતુ લગભગ બધાય નાશ પામેલા અક્ષરે પૂરા પાડી શકાય છે. પતરાં જ્યારે પહેલાં મારા હાથમાં આવ્યાં ત્યારે તેના ઉપર તેના જેટલો જ જાડા કાટને થર જામ્યું હતું અને એક અક્ષર પણ કઈ થળે જાણી શકાતું નહોતું. પરંતુ તે સાફ કરી આખે લેખ સુવાઓ કરવામાં હું ફતેહમંદ થયે છું લેખ પતરાંની પહોળાઈમાં આડે લખ્યું છે. બે કડીઓ માટે કાણું છે, પણ કડીઓ તથા તેમાના એક ઉપર મુદ્રા હેવી જોઈએ તે ખવાઈ ગયાં છે. ભાષા આઘોપાંત સંસ્કૃત છે. છેલ્લી પંક્તિમાં આપેલી સાખ સિવાય, લિપિ ગુજરાતમાં મળી આવેલાં ચાલુકય અને રાષ્ટ્રફિટનાં સાતમા સૈકાનાં દાનપત્રો જેવી છે. આ જાતની લિપિ ચેથા સૈકાની દક્ષિણ-હિન્દની બાળાક્ષરી ઉપરથી બનેલી છે, અને તે જ સમયની જૂની નાગરીથી ઘણે અંશે જૂદી છે. પરંતુ ૪૪ મી પકિતમાં સાખની લિપિ દાનપત્રની લિપિ કરતાં તદ્દન જૂદી છે, તે સાતમા સૈકાની નાગરી લિપિ છે. આ લિપિ કદાચ તે વખતે ગુજરાતમાં વપરાતી ચાલુ હસ્તાક્ષરની હશે. આ લેખ જયભટ ૨ જાના સમયને છે. દાનપત્ર કાયાવતારની છાવણીમાંથી કાઢયું છે. આ સ્થળ ભરૂચ ડિસ્ટ્રિકટના જંબુસર તાલુકાના કાવનું સંસ્કૃત રૂપ માનવાને પ્રબળ ઈચ્છા થાય છે. તેમાં જયભટે કેરિલા પથક” અગર પેટા-ભાગમાં આવેલાં શમીષદ્રક ગામમાં ૬૪ " નિવ "ના માપનું એક ખેતર દાનમાં આપ્યાનું લખ્યું છે. કેરિલા એ ભરૂચની ઈશાન કેણુમાં લગભગ ૧૦ માઈલ પર આવેલું હાલનું “કેરલ' જણાય છે. શમીપક અને ગેલિકા જે ખેતરની સીમાના વર્ણનમાં બતાવ્યું છે,એ હાલ ઓળખાવવાને હું તૈયાર નથી. દ્વાદ્ધ. જે પણ એ જ સંબંધમાં આપ્યું છે, તે પંચમહાલમાં ગોધરા પાસેનું હાલનું દેહદ હશે. ગિરિનગર, જે દાન લેનારના મૂળ વતન તરીકે બતાવ્યું છે, તે કાઠિઆવાડને હાલને ગિરનાર છે. શ્રદ્ધિ કાનું સમા ગામ, જે દાન લેતી વખતે તેનું નિવાસસ્થાન હતું તે હાલ ઓળખી શકાતું નથી. કેઈ અજ્ઞાત સંવતના વર્ષ ૪૫૬ના માઘની પૂર્ણિમાને દિવસે થયેલા ચંદ્રગ્રહણસમયે આ દાન આપ્યું હતું, અને ૪૩ મી પંક્તિમાં લેખ લખાયો તે દિવસ અને દાન અપાયું તે દિવસનું નામ જોમવાર (અથવા મંગળવાર) લખ્યું છે. આ તારીખ કયા સનની છે તે પ્રશ્ન હવે આપણે વિચારવાને છે. | મારો અભિપ્રાય એ છે કે ઉમેટા અને ઈલાઓનાં દાનપત્રો બનાવટી છે, અને તે ધરસેન ૨ જાનું દાનપત્ર બનાવી કાઢનારે જ તૈયાર કર્યા છે. કદાચ તેણે દ૬ ૨ જાનું એક ખરું કાનપત્ર જે ખેડા, નવસારી અને કાવીનાં દાનપત્રોની માફક અનિર્દિષ્ટ સંવતવાળું હશે તે મેળવ્યું છો અને ત્યાર બાદ સંવત્ ન જાણુવાથી તેણે અનુમાન કરીને શક સંવત દાખલ કરી દીધે. ૧ ઈ. એ. જે. ૧૩ પા. ૭૦ પંડિત ભગવાનલાલ ઉદ્વઝ Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy