________________
નં. ૧૧૬ દ૬ ૨ જાનાં ઇલાવમાંથી મળી આવેલાં તામ્રપત્રો
" (શક) સં. ૧૭ જેષ વદિ અમાવાસ્યા (ઈ. સ. કલ્પ-૬), દદ ૨ જાનું ઈલાવનું દાનૂપત્ર પ્રથમ પ્રોફેસર આર. જી. ભાંડારકરે જ છે. બેં. ૨. એ. સો. વો. ૧૦ પૉ. ૧૯ માં પ્રસિદ્ધ કર્યું હતું. બે શ્રેચ એક રોયલ એસિયાટિક સોસાયટીની માલિકીનાં મૂળ પતરાંઓ ઉપરથી, લીગ્રાફ સાથે, તે હું ફરીથી પ્રસિદ્ધ કરું છું. તે ભરૂચ ડિસ્ટ્રિકટમાં ઈલાવ નજીક મળ્યાં હતાં.
આમાં બે પતરાં છે. દરેક ૧૧” લાંબું અને ૬ પિહોળું છે. લખાણના રક્ષણ માટે કાંઠા સહેજ જાડા કરેલા છે, અને લેખ આખે સુરક્ષિત છે. બે કડીઓ માટે કાણું છે, પરંતુ
જ્યારે પતરાં મને મળ્યાં ત્યારે ફક્ત ડાબી બાજુની કડી કાપ્યા વગરની રહી હતી. તે લગભગ રૂ“ જાડી અને વલભીની કડી જેવી સાધારણ ગેળ છે. તેના ઉપરની મુદ્રા એકંદરે ગોળ છે. તેનો વ્યાસ આશરે ૧” અથવા ૧છુ” ને છે. તેની ઉપર ઉપસેલી બિંબાકાર સપાટી પર કંઈક ચિત્રામણ છે. તે કદાચ પક્ષી રૂપમાં ગરૂડની આકૃતિ હશે. તેની નીચે લીથગ્રાફ કરવાં મૂળમાં વધારે સહેલાઈથી વાંચી શકાય તેવા અક્ષરામાં “શ્રીવત્ () ” લેખ છે. આવોપાંત ભાષા સંસ્કૃત છે. અને છેક ૧૩ મી પંક્તિ સુધી લેખ ઉમેટાનાં દાનપત્રના લેખ સાથે લગભગ અક્ષરશઃ મળતો આવે છે. વળી આ બન્ને દાનપત્રાની પં. ૧ થી ૬ સુધીનું દ૬ ૧ લાનું વર્ણન ખેડાનાં બે દાનપત્રની ૫. ૨૫ થી. ૩૧ સુધીના દ૬ ૨ જાનાં વર્ણનમાંથી શબ્દ શબ્દ લીધેલું છે.
લેખ દ૬ ૨ જા ઉર્ફે પ્રશાંતરાગના સમયને છે. તેમાં તિથિ શકે ૪૧૭ (ઈ. સ. ૪૯૫-૬) ના જયેષ્ઠ અમાવાસ્યાને દિવસે સૂર્યગ્રહણ સમયની છે. તે દિવસે જનરલ કનીગહામની સૂચનાનુસાર બુધવાર તા. ૮ મી જુન ૪૯પ-ઈ હતી તે દિવસે સૂર્યગ્રહણ પણું હતું. પરંતુ તે ગ્રહણ પારિસમાં સાંજના ૬-૩૦ વાગે થયું હતું. એટલે ગુજરાતમાં તે રાત્રે લગભગ ૧૧ વાગે થયું હતું અને દેખાય એવું નહતું. અર્થાત આ ગ્રહણ હિંદુ ખગેળવેત્તાઓ ધ્યાનમાં ન લે તેવું હતું. પંડિત ભગવાનલાલ ઈન્દ્રજી. જેણે આ દાનપત્રના ખરાપણુ વિરૂદ્ધ આગળ પા. ૭૨ થી ૭૪ માં ટીકા કરેલી છે અને જે ધ્યાનમાં રાખવા લાયક છે તે એમ ધારવા પ્રેરાય છે કે ગુર્જરનાં દાનપત્રના ખરા સંવતના વર્ષ ૪૧૭ ના જ્યેષ્ઠ અમાવાસ્યાને દિવસે થયેલા સૂર્યગ્રહણની ખરી માહિતા આ ખોટો લેખ બનાવી કાઢનારે મેળવી હશે, અને તેના ખરા સંવતની માહિતી નહીં હેવાથી તેણે વર્ષને શકના સંવત્ તરીકે જણાવ્યું. આ મત પ્રમાણે જનરલ કર્નીંગહામે કરેલી ગણત્રીનું પરિણામ આગળ પાને ૭૭ માં આપ્યું છે.
ભરૂક અથવા ભરૂચના દરવાજા પાસે વિજયી છાવણમાંથી આ દાનપત્ર અપાયું છે, અને અને દાનપત્રમાં અકુલેશ્વરના “વિવા' માં આવેલાં રાઈધમ ગામને ઉલેખ છે. અકલેશ્વર એ નં. ૧૩૯ અને ૧૪૦ના દાનપત્રનાં અરેશ્વરનું, હાલનાં અંકલેશ્વર અથવા અંકલેશ્વરને બહુ જ મળતું બીજું નામ હશે. આપેલાં ગામની પૂર્વે વારણેરા ગામ,જેને પ્રોફેસર ભાંડારકર ઈલાવની ઈશાન કેમાં આશેર ૪ મૈલ ઉપર અને અંકલેશ્વરની અગ્નિ કેણુમાં આશરે ૮ મૈલ ઉપર આવેલા હાલના “વાલનેર' તરીકે ઓળખાવે છે, દક્ષિણે વરષ્ણા નદી, જેને તે હાલની “ વંદ-ખરી” તરીકે ઓળખાવે છે; પશ્ચિમે વડક અથવા શુંઠવાડક ગામ; અને ઉત્તરે અરલૌમ ગામ, શુંઠવહક અગર ગુંઠવાડ એ કદાચ સુરત ડિસ્ટ્રિકટમાં “ચીખલી” તાલુકામાં આવેલું હાલનું “થવાડ” હશે. પરંતુ આ ગામના ચોક્કસ સ્થાન વિશે ખાત્રી કરવા માટે મારી પાસે નકશા નથી. રાધમ અને અરલમનાં ગામડાંઓનું નિશ્ચિત સ્થળ હજી જાણવાનું બાકી રહે છે.
• ઈ. એ. વ. ૧૩ ૫. ૧૫ જે. એક ફલીટ
૧ શિવના અકલ નામ ઉપરથી કદાચ પડયું હશે. ૨૬ પોતાના ચર્ચાપત્રના મથાળે પ્ર. ભાંડારકર એમ કહે છે કે આ દાનપત્ર સુરત ડિસ્ટ્રિક્ટમાં ગામડાંમાંથી ઉપલબ્ધ હતું, પરંતુ તેના ચર્ચાપત્રના અંતમાં જે પ્રમાણે પોતે જ હે છે તેમ ઈલાવ કે જ્યાંથી આ દાનપત્ર મળી આવ્યું હતું તે ગામ ભરૂચ ડિસ્ટ્રિટમાં આવેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com