________________
१२२
गुजरातना ऐतिहासिक लेख લીધે લડાઈમાં બદલાલ અને મલ્લિકાર્જુન રાજાઓનાં મસ્તકે વિજયશ્રીનાં સ્તનની જેમ પકડયાં હતાં. ભાવ બૃહસ્પતિના વલભી સંવત ૮૫૦ ના સેમનાથપટ્ટનના લેખમાં તેને “તે હાથી એનાં-ધારાના રાજા બલાલ, અને જાંગલના રાજાનાં-મસ્તક ઉપર તરાપ મારતે સિહ ” કહ્યો છે. કુમારપાલના પૂર્વાધિકારિ જયસિંહ દેવની છેલામાં છેલ્લી તારીખ વિક્રમ સંવત ૧૯૬ છે. કુમારપાલના પિતાને રાજ્યને વહેલામાં વહેલો લેખ વિક્રમ– સંવત ૧૨૦૨ ને છે. મેરૂતુંગના “ પ્રબંધચિન્તામણિ” મુજબ જયસિંjદેવે વિક્રમ સંવત ૧૧૬૯ સુધી રાજય કર્યું હતું. અને એ જ લેખની “વિચારશ્રેણી ”માં તેના મૃત્યુની તારીખ વિક્રમ સંવત ૧૧૯૯ ના કાર્તિક શુકલ પક્ષ ૩, અને તેના ઉત્તરાધિકારિના રાજ્યારોહણની તારીખ તે જ વર્ષના માર્ગશીર્ષ શુકલ પક્ષ ૪ આપી છે. એટલે બકલાલનું મૃત્યુ સે મનાથ પાટણના લેખેની તારીખઈ. સ. ૧૧ર અને ૧૧૬૯ વચ્ચે થયું હશે. તેમ છતાં એ નામને રાજા આ સમયના માળવાના પરમાર રાજાઓ અથવા બીજા કોઈ પગ સમયના રાજાઓમાં થયો નથી. અને બદલાલ આ પરમાર વંશને હ તે એ તદન અસંભવિત છે. તે કેણ હતા અને માળવાનું રાજ્ય શી રીતે મેળવવા પામ્યા એ સમલેને જવાબ હાલ આપી શકાતા નથી. પરંતુ પ્રોફેસર કહૉર્ન લબાસુપૂર્વક જે વિવેચન કર્યું છે તે તરફ ધ્યાન ખેંચવા માગુ છું. તેઓ કહે છે કે, યશવર્મનના મૃત્યુ પછી–- જે ઈ. સ. ૧૧૩૫ અને ૧૧૪૪૩ વચ્ચે થયું હોવું જોઈએ-- માળવાના રાજ્યમાં અરાજકતા હોવી જોઈએ જેને લાભ લેવાને કઈ વિજયી અથવા પચાવી પાડનારની ઈચ્છા થઈ હોવી જોઈએ.
ધારાવર્ષ, જેને મૃગયા કરવાને અત્યંત શેખ હોવાનું જણાય છે, કોંકણ અથવા કંકણના રાજાને શત્રુ હતો પણ તે સંબંધે કંઈ વિગત આપી નથી. ઉપર કહેલા આબુ પર્વતના વિક્રમ સંવત ૧૨૬૫ (ઈ. સ. ૧૨૦૯)ના લેખમાં ધારાવર્ષ “તે ચદ્રાવતીને માલિક અને અસુરો(માલિકે)ને શંભુ” ભીમદેવ ૨ જાને ખંડિ રાજા હોવાનું જણાવ્યું છે.
તેના અનુજ પ્રહાદનને “ સામંતસિંહે જ્યારે ગુર્જર રાજાની સત્તાને લડાઈમાં તેડી નાંખી ત્યારે તેનું રક્ષણ કરવામાં જેની તરવાર કુશળ હતી તે ” એમ વર્ણવ્યું છે. જે ગુજર્જર રાજાને સામંતસિંહનાથી અલ્લાદનને બચાવ્યા હતા તે ભીમદેવ ર જે હતે. પરંતુ તે સામંતસિંહ કેણ હતું, એ કહેવું મુશ્કેલ છે. કંઈ વધારે વિગત આપી ન હોવાથી અને તે નામ આ સમયમાં સામાન્ય હોવાથી તેને કેઈ ૫ રાજા તરીકે ચક્કસપણે ઓળખાવી શકાતો નથી. મારા મત પ્રમાણે આ લેખના સામંતસિહ તરીકે ઓળખાવવાને સૌથી વધારે હક્ક આબુ પર્વત અને સાદડીના લેખોમાં બતાવેલા તે નામના ગુહિલ રાજાને છે. પહેલા લેખમાં તેનું વિજયસિંહ પછી પાંચમું નામ છે, જે વિજયાસિંહ આશરે ઈ. સ. ૧૧૨૫ માં થયે હશે, અને તે લેખમાં તેજસિંહની પહેલાં તેનું (ગુહિલરાજાનું)પાંચમું સ્થાન છે. તેજસિંહને ચિતોડગઢનો લેખ વિક્રમ સંવત ૧૩ર૪=ઈ. સ. ૧૨૬૭ ને છે. આથી ગુડિલે લગભગ ઈ. સ. ૧૨૦૦ માં રાજ્ય કર્યું હોવાનું જણાય છે, અને આ અનુમાન ઈ.સ. ૧૨૦૯ માં તેને શત્રુ પ્રલાદન યુવરાજ હતું, એ વાત સાથે ખરેખર બંધ બેસતું આવે છે. અને ભૂગલની દષ્ટિએ પણ ચન્દ્રાવતીના પરમાર રાજાના પ્રદેશની સરહદ પર આવેલો ગુહિલેને પ્રદેશ મેદપાટ હેવાનું મેં કહ્યું છે તેમાં કાંઈ વાંધા જેવું નથી. એટલે પિતાના સામ રાજાને બચાવ ગુહિલ રાજાના હુમલાથી પ્રહાદન કરે, એ કુદરતી છે. ચાલુ અને ગુડિલેને સંબંધ મૈત્રિને નહતે, એ વરધવલના પુત્ર વીસલદેવના એક દાનપત્ર ઉપરથી પૂરવાર થાય છે. તેમાં રાજાને “મેપાર
૧ ઈ. એ. વ. ૧૦ પા. ૧૬૨ ૨ ઈ. એ. વો ૧૯ પા. ૩૪૮ ૩ યશોવર્મનનો સૌથી છેલો લેખ વિક્રમ સં. ૧૯૨ નું ઉજજૈનનું પતરું છે, અને સૌથી વહેલે તેના પુત્ર લક્ષ્મીવર્માનો વિક્રમ સંવત ૧૨૦૦ નું ઉજ્જૈનનું પત છે. જુઓ ઈ. એ. વ. ૧૯ પા. ૩૪૯ અને ૫. ૩૫૨ ૪ ઈ. એ. વિ. ૧૬ પા. ૩૪૭. ૫ ભાવનગર ઈન્ટીશન્સ પા, ૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com