________________
નં. ૧૬૩
શ્રીધરની દેવપાટણ પ્રશસ્તિ વિક્રમ સંવત ૧૨૭૩ વૈશાખ સુદિ ૪ શુક્વાર (ઈ. સ. ૧૨૧૬ એપ્રીલ રર શુક્રવાર )
બનીને લેખ, કર્નલ ટેડે પિતાના તેની “ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઈન્ડીઆ” ગ્રંથના પૃષ્ઠ. ૫૧૩ અને પછીનામાં અને મી. પોસ્ટન્સ જર્નલ. બૉ. બ્રા. રૉ. એ. સે. વાં. ૨. પૃષ્ઠ. ૧૬ અને પછીમાં જેનું અવલોકન કર્યું છે તે જ છે. આ બન્ને લેખકના કથનાનુસાર તે વેરાવળ નજીક દેવપટ્ટન કે સોમનાથ પાટણમાં કાજીના ઘર નજીકના સ્તંભ ઉપર પડયો હતો. હાલ, જે શિલા ઉપર તે કોતરાયે છે તે તે શહેરના મોટા દરવાજાની જમણી તરફ કિલ્લાની દિવાલમાં બાંધેલી છે. કર્નલ ટેડ અને મી. પિસ્ટન્સ બન્ને મી. વાઘને એક વિદ્વાન જૈન ધર્મગુરુની સહાયથી અને રામદત કૃષ્ણદત્ત પુરાણીએ સમક્ષ બનાવેલી નકલ પ્રમાણે તૈયાર કરેલા લેખને તરજુમો જે કહેવાય છે તે આપે છે. મી. વાધનને તરજુમે અણહિલવાડના ચૌલુક્ય નૃપના સંબંધમાં પરમ આશ્ચર્યકારક ટીકાઓથી પૂર્ણ છે, જેને સુભાગ્યે થેડું જ ધ્યાન અપાયું છે. આ હાલની આવૃત્તિ સ્વર્ગસ્થ પંડિત ગિરજાશંકર સામળજીસે તૈયાર કરેલાં રબિગ પ્રમાણે રજુ થઈ છે–જે મી. વી. જી. ઓઝાએ પ્રથમ કહેલા પ્રસિદ્ધ કર્તાને અક્ષરાન્તર, ગુજરાતી તરજુમો અને તેજ ભાષામાં કેટલીક સમજુતીની નોંધ સાથે પ્રગટ કરવા મોકલેલી.
રબિગ મુજબ શિલાનું માપ ૩૦ ઈંચ પહળાઈમાં અને ૨૭ ઇંચ લંબાઈમાં છે, પાંચ ઈંચની જગ્યા નીચેના છેડા પર ખાલી મુકી છે. ઉપરના ડાબી તરફના ખૂણામાં એક ટૂકડે ભાંગી ગયે છે. લેખના અન્તમાં ઈજા થએલા ભાગે વધારે મેટા થતા હોવાથી જમણી બાજુમાંની ઘણી પંક્તિઓને મોટો ભાગ અર્થે અથવા પૂર્ણ ભૂસાઈ ગયો છે. કારીગરી (કુતિ) સારી છે. પહેલી પંક્તિમાં અનુસ્વારેને, ત્રણ અધ ચોથી આવૃત કરી અતિ અલંકારિત કર્યા છે. તેના સૌથી ઉપરના અર્ધ ચકને માત્રાને મળતો એક લીટે જોડેલો છે એવા અને બે સ્વસ્તિચિહ્ન છે જેમાનું બીજું સ્વસ્તિક છે. પહેલાનું નામ અને જાણીતું નથી. મથાળે બે નાનાં ચકવાળે અને મધ્યમાં એક ચકવાળે અને નીચે લગાડેલા ત્રિકેણવાળે લંબચોરસ છે. લિપિ ૧૩ મી સદીની સામાન્ય દેવનાગરી છે. – એ ત્રુ અને ૬ નું કાર્ય કરે છે. અને , , ૪a ની જોડણી અચક ૬૫, ૪, અને ૨ થઈ છે તે જાણવું જોઈએ. ૪૫ મા શ્લેકમાં હાલના ગુજરાતને મળતે ગૂર્જરાત્રા એ નવાઈ પમાડે તે શબ્દ છે. તે સુલ્તાનમાંથી સુરત્રાણુ અને ઘઝનવમાંથી ગર્જનકની પેઠે ગુજરાત શબ્દમાંથી બનાવી કહાડ્યો છે. ગુજરાત એ કદાચ ગુર્જર અથવા ગુર્જર જાતિનાં નામને એરેબીક સમૂહવાચક પ્રત્યય આત ઉમેરી થએલી મિશ્રણ ક્રિયા છે.
પહેલા અને છેલ્લા શબ્દો સિવાય લેખનું–જે આખે છંદબદ્ધ છે–તેનું લખાણ નીચે પ્રમાણે છે
(૧) મંગલ, પ્લે. ૧-૩ પહેલે શિવનું પરબ્રહ્મ સાથે અભિજ્ઞાન કરાવી તેને ઉદ્દેશે છે.
(૨) ક્ષયના અસહ્ય વ્યાધિમાંથી મુક્તિ અર્થે ઈન્દુએ કરેલી મંદિરની અને તેમનાથનગરની પ્રશસ્તિ, કલે. ૪-૫
(૩) અણહિલવાડના ચૌલુક્ય નૃપની અને વરત્રાકુલ વંશના અમુક પુરૂષની પ્રશસ્તિ શ્લો. ૬-૨૫
૧ એ. ઈ. વો. ૨ પા. ૪૩૭ કે. જી
બ્યુલહર અને વજેશંકર જી. ઓઝા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com