________________
નં. ૧૫૭ અજયપાલના તામ્રપત્ર*
વિ. સ. ૧૨૩૧ કા. સુ. ૧૧ આ પતરાં એપ્રિલ ૧૮૮૩ માં મુંબઈ સેક્રેટરીએટમાંથી જોવા મળ્યાં હતાં તે ઉપરથી આંહી પ્રસિદ્ધ કરવામાં આવે છે. તે કયાંથી મળ્યાં અને તેની માલિકીનાં છે તે માલુમ નથી.
પતરાં બે છે અને અંદરની બાજુએ કેતરાયાં છે. તેનું મા૫ ૧૪ઇચxy ઇંચ છે. કેરો વાળેલી છે અને તેથી લખાણું સુરક્ષિત અને સ્પષ્ટ છે. પહેલા પતરાની નીચેની બાજુએ અને બીજા પતરાની ઉપરની બાજુએ બે કડી માટે કાણાં છે પણ એક જ કડી હયાત છે, જે ઇચ જાડી અને ર વ્યાસવાળી છે. સીલનું નામનિશાન નથી. બીજા પતરામાં ડાબી બાજુએ લખાણની અંતે સૂર્ય, ચંદ્ર અને બેઠેલા દેવનાં ચિત્ર છે. દેવને ચાર હાથ અને ચાર માથાં છે અને કમળ ઉપર બેઠેલા છે તેથી બ્રહ્મા હશે એમ અનુમાન થાય છે. પતરાંનું વજન ૧૦ પા. ૧ આઉસ છે અને કડીનું ૩ આઉસ છે. લિપિ લેખના સમય અને સ્થળમાં ચાલતી નાગરી છે. પતરાં જાડાં છે અને કેતરકામ સારી રીતે કરવામાં આવેલ છે. ભાષા સંસ્કૃત છે; પ્રસ્તાવના તેમ જ અંતના શ્લેકે સિવાય લેખને બધે ભાગ ગદ્યમાં છે.
લેખ ચાલુકય રાજા અજયપાલના રાજ્યને લગતે છે, પણ દાન આપનાર ચાહુમાન ચાહથાન વંશના મહામંડલેશ્વર વૈજલ્લદેવનું નામ પંક્તિ ૧૭ માં આપેલ છે. તે નર્મદાના કાંઠા ઉપરના પ્રદેશ રાજા હતા અને બ્રાહ્મણ પાટકમાંથી દાન આપવામાં આવ્યું હતું. દાનમાં એક સત્રાગારને બ્રાણને ભેજન માટે ગામ આપવામાં આવેલ છે.
લેખમાં સ્થળોનાં નામ નીચે મુજબ છે. અજયપાલની રાજધાની અણહિલપાટક, વૈજલદેવનું ગામ બ્રાહ્મણ પાટક, દાનમાં અપાએલું ગામ આલવિડગામ્ય જે પૂર્ણ પથકમાંના માખુલ ગામ નજીક આવેલું હતું તે અને ખંડેહક ગામ જેમાં ત્રાગાર આવેલું હતું. અણહિલપાટક વિ. સ. ૮૦૨ માં સ્થપાયું હતું અને અત્યારે પાટણ નામે પ્રસિદ્ધ છે. બીજા સ્થળો ઓળખી શકાયાં નથી.
લેખમાં બે તિથિઓ આપેલી છે. પં. ૧૧ માં વિ. સ. ૧૨૩૧ કા. સુ. ૧૧ સેમવાર આપેલ છે તે દિવસે દાન આપેલ હેવું જોઈએ. પંક્તિ ૩૧ માં ઘણું કરીને દાનપત્ર લખાયાની તારીખ વિ. સ. ૧૨૩૧ કા. સુ. ૧૩ બુધવાર આપેલ છે. આ સંવત બરોબર ઈસ્વી સન ૧૧૭૩-૭૪ થાય છે. પ્રો. કે. એલ. છત્રેનાં પત્રક અનુસાર કાર્તિક સુ. ૧૧ - ૧૩ ને દિવસે સોમવાર અને બુધવારે સં. ૧૨૩૧ કે ૧૨૩ર માં આવતા નથી, પણ ૧૧૩૩ માં આવે છે તેથી સાલમાં ભૂલ થએલી લાગે છે અને ૧૧૩ર ને બદલે ૧૧૧ ગત વર્ષ લખાયું લાગે છે. તામ્રપત્ર બનાવટી માનવાનું કાંઈ સબળ કારણ નથી તેથી ભૂલ થઈ હશે એમ જ માનવું જોઈએ મી. એ. બી. દીક્ષિત તેમ જ ફેસર કીડાને પણ તે જ મતના છે.
* ઈ. એ, વ. ૧૮ પા. ૮૦ જે, એફ. ફલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com