________________
નં૦ ૧૪૩
ચૌલુક્ય રાજા કહું ૧ લાનું સૂનકનું દાનપત્ર
વિક્રમ સંવત ૧૧૪૮ વૈશાખ સુદ્ધિ ૧૫ સેામવાર
મી. એચ. *સેન્સે કૃપા કરી મેાકલેલી એ ઉત્તમ છાપા પરથી નીચેના લેખ પ્રસિદ્ધ કર્યો છે આ લેખ એ તામ્રપત્રના અંદરના ભાગમાં કાતરેલેા છે. આ પતરાં સૂનકમાંથી મળ્યાં હતાં, જે સૂનક ગામ ઉત્તર ગુજરાતમાં પાટણના અગ્નિકેણુમાં પૂર્વે આશરે ૧૫ માઈલ પર, અને ઉંઝાર રેલ્વેસ્ટેશનથી પશ્ચિમમાં આશરે ૫ માઈલ પર આવેલું છે. આ પતરાં હાલ પાટણના રહીશ સી. નારાયણુ ભારતીના કમજામાં છે. જ્યારે મી. સેન્સે પતરાંની નકલ લીધી ત્યારે તે એક કડી વડે એડેલાં હતાં, તે કડી કેટલાક વખત પહેલાં ભાંગેલી હતી. ખીજી કડી, જેના ઉપર કદાચ મુદ્રા હશે તે ખાવાઈ ગઈ હતી. છાપા ઉપરથી અનુમાન કરતાં પતરાં સંપૂર્ણ રીતે સુરક્ષિત જણાય છે.
લેખ સંસ્કૃત ગદ્યમાં છે. દાનપત્રની તારીખ વિક્રમ-સંવત્ ૧૧૪૮ ના વૈશાખ સુઢિ ૧૫ સામવારે થએલા ચંદ્રગ્રહણની છે. આ તારીખની ગણત્રી મી. લીરે નીચે પ્રમાણે મને કરી આપી છેઃ— “ આ તારીખને મળતી યુરાપની તારીખ ઈ. સ. ૧૦૯૧ ના મે મહિનાની તા. ૫, સેમવારની છે. આ દિવસે ચંદ્રગ્રહણ હતું. ઉત્તરનું વિક્રમ-સંવત્ ૧૧૪૮ મું વર્ષ, જે પૂરું થયું હતું અગર દક્ષિણુનું વિક્રમ-સંવત ૧૧૪૭ નું, જે ચાલતું હતું, તેના વૈશાખની પૂર્ણિમાની તિથિ હતી. મુંબઇ માટેના સૂર્યાંયના કાળ પછી ૫૦ ઘડી અને ૫૩ પળે આ તિથિના અંત આવ્યે હતા, તેથી ગ્રહણ હિંદુસ્તાનમાં દેખાવું જોઇએ. દક્ષિણના પૂરા થયેલા વિક્રમસંવત ૧૧૪૮ માં તેજ તિથિએ, ઈ. સ. ૧૦૯૨ નાં એપ્રિલની ૨૪ મી તારીખે ગ્રહણ હતું. ઉત્તરના ચાલુ વિક્રમ સંવત ૧૧૪૮ માં આ તિથિએ ગ્રહણ નહાતું.”
ના
દાન આપનાર મહારાજાધિરાજ કર્ણદેવ હતેા. તેનું ઉપનામ ઐલેયમલ્લ હતું. ડૉ. બુદ્ધુ૨મત પ્રમાણે વિક્રમ-સંવત ૧૧૨૦ થી ૧૧૫૦ સુધી રાજ્ય કરનારા ચૌલુક્ય રાજા કર્ણ ૧ લે આ દાનપત્રનેા કર્યું છે. રાજાએ અણુહિલપાટકમાંથી આ શાસન જાહેર કર્યું હતું, અને આનંદ્રપુર મુખ્ય શહેરવાળા એક ૧૨૬ ગામના મડાલમાં વસનારાઓને સંખેાધાએલું છે. દાનમાં લઘુ-ડાલી એટલે નાની ડાલીમાં એક જમીનના ટુકડા આપ્યા હતા, જેની ઉપજમાંથી સૂનકમાં એક તળાવ ચાલુ રાખવાનું હતું. લઘુ-ડાભીમાં આપેલી જમીનની વાયવ્ય કાણુમાં સંડેરા ગામ આવ્યું હતું.
અણહિલપાટક ચૌલુકયાનું મુખ્ય શહેર અણહિલવાડ છે, અને આનંદપુર હાલનું વડનગર છે. સુનક ગામ જ્યાંથી પતર્રા મળ્યાં હતાં તે હાલનું સુનક છે.
લેખના અંતમાં લેખક અને દૂતકનાં નામેા તથા રાજાની સહિ આપેલી છે. લેખક કે±ક, કાયસ્થ વટેશ્વરના પુત્ર હતા. આ વટેશ્વર,અને ભીમ ૧ લાના વિક્રમ-સંવત ૧૦૮૬ના દાનપત્રના લેખક, કાયસ્થ કાંચનના પુત્ર વટેશ્વર એ બન્ને એક જ લાગે છે,
આંહિ નાંધ લેવી એઇએ કે, થાડા વખત પહેલાં મી. લીટે દાનપત્ર' ભીમ ૨ જાનું નહીં પણ ભીમ ૧ લાનું જણાય છે. કારણ કે તે
પ્રસિદ્ધ કરેલું ભીમદેવનું આ જ વટેશ્વર, કાયસ્થ
૧ એ. ઈ. વેદ. ૧ પા. ૩૧૬ ઈ. હુલ્ઝ ૨ આ ગામ એક પછીના ચૌલુકય દાનપત્રમાં પણ આવે છે; ઈ. એ વા. ૬ પા. ૨૧૦ અને વા. ૧૮ પા. ૧૦૮. સિદ્ધપુરથી દક્ષિણે છા માઈલ પર આવેલું એક મોટું ગામ છે, અને ઘણું' કરીને ગુજરાતના કડવા કુલી અથવા કણબીએનુ' મૂળસ્થાન ગણાય છે.— બર્જેસની ગુજરાતની મુસાફરી સંબધી નેટ ૧૮૬૯ પા, ૫૭-૬૩, ફ ઈ. એ. વા. ૬ પા. ૧૯૪.૪ ૪. એ. વે. ૧૯ પા, ૧૦૮,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com