________________
इंद्रराज ३ जानां बे दानपत्री
१२५
ત્રીજાને બાપ જગતુંગ ગાદી ઉપર આવ્યો નહોતે. રત્તરાજનાં ખારે પાટણનાં તામ્રપત્રોમાં પણ કૃષ્ણ બીજા પછી ઇન્દ્ર ત્રીજાને મૂકેલ છે અને જગતુંગને અમેઘવર્ષના બાપ તરીકે માત્ર ઓળખાવ્યો છે. પરંતુ દેવળી અને કરહાડનાં કૃષ્ણ ત્રીજાનાં તામ્રપત્રોમાં જગતુંગ ગાદીએ આવ્યા વિના ગુજર્યો, એમ સ્પષ્ટ લખ્યું છે, તેથી ઉપરનું અનુમાન સત્ય ઠરે છે.
આ દાનપત્ર ઘડનાર નેમાદિત્યના દીકરા ત્રિવિકમભટ છે અને તે શાંડિલ્ય ગોત્રના અને નલચંપુને કર્તા હવે જોઈએ. સહુથી પ્રથમ ત્રિવિકમનો ઉલ્લેખ ભેજના સરસ્વતિ કંઠાભરમાં છે. મદાલસાચંપુને કર્તા પણ આજ ત્રિવિકમ મનાય છે.
જગ્યાઓનાં નામમાં પાટલીપુત્ર તે હાલનું પટના અને માન્યખેટ તે નિઝામના પ્રદેશમાંનું માલખેડ છે. ઇંદ્રરાજ ત્રીજે પટબંધ માટે જે કુરૂન્ડક ગામે ગયો હતો તેને મી. એ. એમ. ટી. જેકસને દક્ષિણ મરાઠા પ્રદેશમાં કૃષ્ણ અને પંચગંગાને સંગમ ઉપરના કરૂન્ડવાડ તરીકે ઓળખાવ્યું હતું.
પહેલા દાનપત્રમાં લાટ પ્રદેશમાં કમ્મણિજ્જ પાસેનું ઉમ્બરા ( અથવા ઉમ્બરા) ગામ દાનમાં અપાયું હતું અને તેની સીમા નીચે મુમ્બ હતી. પૂર્વમાં તેલેજક દક્ષિણમાં મગલિક પશ્ચિમે સંકી અને ઉત્તરે જવલકૂપક આવેલાં હતાં. ડે. ભાંડારકરે ઉશ્વરાને બન્ આગળ મુકીને બગુમરા તરીકે ઓળખાવેલ છે. તોલેજક અને ગેગલિક મળતાં નથી, પણ સંકી અને જવલકૃપક તે સન્કિ બગુમરાથી નૈઋત્યમાં ૧ માઈલ ઉપર અને છેલ્લા બગુમરાથી ઉત્તરમાં ૧૫ માઇલ ઉપર આવેલાં છે તે હેવાં જોઈએ.
બીજા દાનપત્રમાં કમ્મણિજજ પાસેનું તેના ગામ દાનમાં આપેલું છે અને તેની પૂર્વે વારડ પસ્લિમ, દક્ષિણે નાશ્મીતટક, પશ્ચિમે વલિશા (અગર બલિશા) અને ઉત્તરે વિયણ ગામે લખ્યાં છે. તે બધાં અનુક્રમે તેન, બારડોલી, નદીદ, વનેસ અને બબેન તરીકે ઓળખાય છે.
કમ્મણિજ જેની પડોશમાં દાનમાં અપાયેલાં બને ગામો છે તે હાલનું કામરેજ છે. આ બધાં ગામો વડોદરા રાજ્યના નવસારી તાલુકામાં છે. ગુજરાત રાષ્ટ્રકૂટ પ્રવ બીજનાં બગુમરાનાં તામ્રપત્રમાં ત્રજાને ગામ તથા વિષય તરીકે આપેલ છે અને તે ગામ પોતાના દાદા ધ્રુવ ૧ લાએ (ઇ. સ. ૮૩૪-૩૫ ) કેાઈ બ્રાહ્મણને દાનમાં આપ્યું હતું. આ તામ્રપત્રમાં તે ગામ ફરી આપ્યાનું લખ્યું છે તે બતાવે છે કે આગલા રાજાઓએ ખાલસા કરેલાં ધણું ગામો ઈન્દ્ર ત્રીજાએ પાછાં આપી દીધાં. આમાંનું આ ગામ પણ એક હશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com