SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ स्कन्दगुप्तना जुनागढना शिलालेख સમર્થ અને તે વૃદ્ધિ પામે ત્યારે એગ્ય જનને પ્રદાન(આપવા)માં શક્તિમાન કયે સુજન સુરાષ્ટ્ર દેશનું રાજ્ય કરશે? મારી પાસે છે; પર્ણદત્ત નામે એક જન આ ભાર ધારણ કરવા શક્તિમાન છે. (પં. ૯) ( અને તે આ પર્ણદત્ત) સુરાષ્ટ્રોની ભૂમિ યોગ્ય રીતે રક્ષવા મનમાં ઘણું રાતદિવસથી અહેરાત્રિ આમ ચિતવન કર્યું હતું તે નપાધિપથી દબાણુથી અને કષ્ટથી નીમાયે હતે: ( અને) વરૂણને પશ્ચિમમાં મૂકી જેમ દેવ સુખી થયા અને મન સ્વસ્થ થયું તેમ પશ્ચિમના દેશમાં પર્ણદત્તને નીયે ત્યારે આ નૃપ હૃદયમાં સુખી થયે. (૫. ૧૦) તેને પુત્ર જે પિતૃભાવસમ્પન અને તેના બીજા દેહ સમાન હતું, જે નિગ્રહથી કેળવાએલું હતું, જે સર્વાત્માથી પિતાનાજ દેહ જેમ રક્ષવા ગ્ય હતું, જે સદા આત્મશ્રદ્ધાવાળે હતો, જે નૈસર્ગિક કાન્તિમાન રૂપસમ્પન્ન હતું, જે તેના રૂપ પ્રમાણે લલિત કૃત્યોથી નિત્ય આનન્દ સમ્પન્ન સર્વ ભાવવાળ હેતે, જે પૂર્ણ વિકસેલાં કમળની શયથા સમાન વદન કમળ વાળો હતો, જે શરણાગતને આશ્રય હતું, જે પૃથ્વી પર ચક્રપાલિત નામથી વિખ્યાત થયું હતું, જે પ્રજાને પ્રિય હતું, તે નિજ ઉમદા અને સંસ્કૃતિવાળા ગુણે વડે પિતાને યશ આપે છે. - (પં. ૧૧) જેનામાં પૈર્ય, પ્રભુત્વ, વિનય, નય, અને પરાક્રમની અતિ ઉંચી તુલના રહિત શોર્ય, છટા (?) સ્વનિગ્રહ, ઉદારતા, વિશાળ મન, દાક્ષિણ્ય, અણુ અને ઉપકારમાંથી મુક્તિ અને મગજની શૂન્યતામાંથી રુક્તિ, સન્દર્ય, ખરાબ ચીન તરફ તિરસ્કાર, વિરમયતાથી મુક્ત, સ્થિરતા અને ઉદારતા, આ સર્વ ગણે નિત્ય સતત નિવાસ કરે છે. અખિલ જગમાં પણ તેના ગુણેની તુલના થાય તેવા ગુણવાળે કેઈ અન્ય જન નથી; ખરેખર તે પૂર્ણ પણે ગુણ જનેની ઉપમારૂપ બન્યા છે. (પં. ૧૨) અને જાતે જ તેનામાં ઉપર જણાવેલા ગુણેનું તેમ જ તે કરતાં ઉચ્ચ ગુણના અસ્તિત્વની પરીક્ષા કરી તેના પિતાએ તેને નીમ્યું હતું. અને તેણે આ નગરનું રક્ષણ એવી રીતે કર્યું કે તે નિજ પૂજે કરતાં અધિક બને. અન્યના મદ ઉપર નહિ પણ ઉત્તમ ભુજના પ્રતાપ ઉપર શ્રદ્ધા રાખીને તેણે કઈને આ નગરમાં કંઈ ચિન્તા કરી નહિ અને દુષ્ટ જનોને કડ કર્યો. આ કલિયુગમાં પણ નગરવાસી સહિત જનેમાં વિશ્વાસ ટકાવી રાખવામાં નિષ્ફળ થયો નહિ અને સમ્ભાળ પૂર્વક દેશની તપાસ કરી .... ... ... ... બાળક .. . સહિત સર્વ નગરવાસીઓને નવાઈ પમાડી. અને તેણે મિતભર્યા વાર્તાલાપથી, માન, દાન, અન્યાઅન્યના ગૃહમાં છૂટતી પ્રવેશ કરી અને પ્રેમની કુળ રીતિઓનું સંભાળથી પાલન કરી પ્રજાને સુખી કરી, પરમ ધર્મ સંપન્ન, નેપાળ, શુદ્ધ અને રીતે દાનપરાયણુ તેવા તેણે ધર્મ અને અર્થના કંઈ પણ વિરોધ વિના એગ્ય સમયે પ્રાપ્ત થાય તેવા વિષય ( અનન્દ) ભગવ્યા. પર્ણદનમાંથી જન્મેલો તે આવા ઉચિત આચારવાળે છે તેમાં શી નવાઇ છે ? મૅક્તિકમાળા કે કુમુદસમાન શીતલ ઈન્દુમાંથી ઉતા કદી પ્રગટે ખરી ? (પ. ૧૫) પછી ક્રમે ગરમીની ઋતુ (ઉનાળા) ને વાદળાંથી ભેદી નાંખનાર વર્ષ ઋતુ આવી ત્યારે દીર્ધ કાળ સુધી સતત અતિ જળવૃષ્ટિ થઈ, જેથી સુદર્શન સરવર ગુમ ગણુના અનુસાર સં. ૧૩૬ પ્રૌષ્ટપદ (માસ )ની ૬ દિને રાત્રે એકાએક ફાટયું. અને આ અન્ય નદીઓ જે રૈવતક પર્વતમાંથી નીકળે છે, અને આ પલાશિની પણ જે તેના રેતાળ વિસ્તારથી રમ્ય છે તે સર્વ સમની કાન્તાઓ દીર્ઘ કાળ મધનમાં રહી હતી તે શાસ્ત્રાનુસાર પુનઃ તેમના પતિ ( સાગર) પાસે ગઈ અને અતિ વૃષ્ટિથી થએલું મહાન આશ્ચર્ય નિરખી મહાન સાગરની પ્રિયાએને વાળી લેવા ઉર્જયત ગિરિએ તેના તીરે ઉગતાં અનેક યુપથી અલંકારિત પલાશિના નદી રૂપે કર લંબા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy