SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ગુપ્તવંશના લેખો નં૧૫ સ્કન્દગુપ્તને જૂનાગઢનો શિલાલેખ ગુમ સંવત ૧૩૬,૩૭ અને ૧૩૮ આ લેખની શોધ પ્રથમ મી. જેમ્સ પ્રિન્સેપે ઈ. સ. ૧૮૩૮ માં જ. મેં. એ. સે. . ૭ પા. ૩૪૭ ઉપર પ્રસિદ્ધ કરી હતી. ઈ. સ. ૧૮૪૪ માં જ, બે. છે. રે. . . . ૧ પા. ૧૪૮ ઉપર તેની શિલાછાપ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તે જનરલ સર જ્યોર્જ લીગ્રેડ જેકબ, મી. એન. એલ. વેસ્ટરગાર્ડ તથા એક બ્રાહ્મણ મદદનીશ એઓએ તૈયાર કરી બે વર્ષ પહેલાં સેસયટી પાસે મૂકેલી નકલ ઉપરથી બનાવવામાં આવી હતી. ડો. ભાઉ દાજીએ ઈ. સ. ૧૮૬૨ માં તે જ જર્નલનાં વ. ૭ પા. ૧ર૧ ઉપર પિતાને પાઠ તથા ભાષાન્તર પ્રસિદ્ધ કર્યા હતાં. તે સાથે ઈ. સ. ૧૮૬૧ માં ડે. ભગવાનલાલ ઈન્દ્રજીએ કપડાં પર ઉપજાવેલ છાપ ઉપરથી બનાવેલી શિલાછાપ પણ પ્રસિદ્ધ કરી હતી. ઈ. સ. ૧૮૭૬ માં ડે. ભાઉ દાજીનો પાઠ તથા પ્રોફેસર ઈગલીંગે તપાસેલ ભાષાન્તર ફરીથી આ. સ. વે. ઈ. . ૨ પા. ૧૩૪ ઉપર પ્રસિદ્ધ થયાં હતાં અને તેની સાથે ડે. ભગવાનલાલ ઈન્દ્રજીની નકલ ઉપરથી બનાવેલી જરા નાની શિલાછાપ માપવામાં આવી હતી. મુંબઈ ઈલાકામાં કાઠિઆવાડનાં દેશી સંસ્થાન જાનાગઢ સંસ્થાનનું મુખ્ય શહેર જૂનાગઢ છે. આ શહેર અથવા તેના અસલ નામધારી શહેરનું વર્ણન આ લેખમાં છે. પણ તેનું અસલ નામ આપેલું નથી. પરંતુ રુદ્રદામનના લેખની પહેલી પંક્તિમાં તેનું નામ ગિરિનગર એટલે ડુંગરનું અથવા ડુંગરપરનું શહેર આપેલું છે. પાછળથી લેખમાં કહેલ ઊજયેત પર્વતને જ તે ગિરનાર નામ આપવામાં આવ્યું અને આ ઉપરથી એમ માનવાને કારણું મળે છે કે અસલનું શહેર હાલની જગ્યાને બદલે પર્વતની તદ્દન પાસે અગર કદાચ તેની ખીણમાં જ હોવું જોઈએ. આ લેખ એક મહાન પત્થરની શિલાના વાયવ્ય કેણ ઉપર છે અને તેમાં અશોકનાં ચૌદ શાસન તથા મહાક્ષત્રપ રુદ્રદામનને મેટે લેખ પણ ખાસ રક્ષણ માટે હમણ ઉભી કરેલ છાપરી નીચે છે. આ સ્થળ ગિરનાર પર્વતને ફરતી ખીણ પાસે જવાના નાળાના મુખ આગળ શહેરથી પૂર્વમાં લગભગ એક માઈલ ઉપર આવેલું છે. લખાણ ૧૦ ફૂટ પહોળી અને ૭ ફૂટ ૩ ઇંચ જગ્યામાં અને સુરક્ષિત સ્થિતિમાં છે. લેખમાં ભાંગી ગએલ પત્થરને લીધે ૨૨ મી પંક્તિમાં જ ફકત કેટલોક ભાગ રહી ગયા છે. આડાંઅવળાં અને છીછરાં કોતરકામ, ખડબચડે ખડક, કુદરતી નિશાનીઓનું અક્ષરે સાથે મળી જવું, અને ખડકના ખડબચડાપણુને લીધે કેતરનારે છોડી દીધેલી કેટલીક જગ્યા, વિગેરે કારણેને લીધે તે સહેલાઈથી વાંચી શકાય તે લેખ નથી. અક્ષરાનું કદ ઇંચ અને ૧૨ ઇંચ વસે છે, + , ઇ, બ, વ, ૫ ૫ ૫૬ લીટ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy