SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શૈકૂટક વંશના લેખો સૈફ્ટવંશના દહુસેનનાં પારડીનાં પતરાં નં. ૧૩ સંવત ૨૦૭ વૈશાખ સુ. ૧૩ * મુંબઈ ઈલાકામાં ગુજરાતના સુરત પરગણામાં પારડી ગામમાં તળાવનું ખોદકામ ચાલતું હતું ત્યારે આ પતરાંઓ ઈ. સ. ૧૮૮૪ માં મળી આવ્યાં હતાં. રાયલ એશીઆટિક સે સાઈટીની મુંબઈ શાખાના જરનલ વેલ્યુમ ૧૬ ના પાને ૩૪૬ મે. 3. ભગવાનલાલ ઈન્દ્રજીએ ઈ. સ. ૧૮૮૫ માં આ પતરાં પ્રસિદ્ધ કરેલાં છે. પણ લીથગ્રાફ આપેલ નથી. પતરાં બે છે અને તેનું દરેકનું માપ ૯” xક” છે. તે તદન સપાટ છે. અને તેની કરે વધારે જાડી અગર કાંઠાવાળી પણ નથી. પ્રતિકૃતિ ઉપરથી જણાય છે કે લગભગ આખે લેખ અખંડ અને સુરક્ષિત છે. - સાધારણ કડી કે મુદ્રા નથી. પરંતુ બન્ને કડીઓના કાણામાંથી પતરાંઓ લાંબાં અને ” જાડા તારથી બાંધેલાં છે. આ તાર કરતાં કાણાં બહુ મોટાં નથી, અને પતરાંઓ મળી આવ્યાં કે તરત જ સાચવી લેવામાં આવ્યાં હોય એવું લાગે છે. આ ઉપરથી એવું માલુમ પડે છે કે પતરાંઓ અસલથી જ તારથી બાંધવામાં આવ્યાં હશે. બે પતરાંઓનું વજન ૩૧ તેલા છે. અને તારનું વજન ૧૩ તેલા છે. કુલ વજન ૩ર તેલા = ૧૨ ઔસ છે. રૈકૂટક વંશના મહારાજ દહુસેને બ્રાહ્મણને આપેલ જમીનનું વર્ણન લેખમાં છે. આ રાજાની આજ્ઞા આમ્રકા નામના સ્થળેથી બહાર પાડવામાં આવી હતી. દાન આપેલ ગામનું નામ કનીયસ્તડાકા હતું અને તે અન્તર્મલી પરગણુમાં આવ્યું હતું. બક્ષીસ મેળવનાર બ્રાહ્મણ કાપુરમાં રહેતા હતા. રાજાએ કરેલ બક્ષીસના સમાચાર આપનાર દૂતનું નામ બુદ્ધગુપ્ત હતું. અને તે બક્ષીસ ૨૦૭ મા વર્ષના વૈશાખ સુદ ૧૩ ને દિવસે કરવામાં આવી હતી. પારડીનાં પતરાંઓ પ્રસિદ્ધ કર્યા પહેલાં પંડિત ભગવાનલાલ ઈન્દ્રજીએ કરીના એક તામ્રપત્રમાંથી સૈકૂટકેનું વર્ણન શોધી કાઢ્યું હતું. પરંતુ તે મૂળ પતરું ખવાઈ ગયું લાગે છે. કહેરીનાં પતરાં ઉપર ૨૪૫ મું વર્ષ લખેલું છે. તે જ પ્રદેશના કેટલાક સમકાલીન ઐતિહાસિક લેખેમાંથી મળી આવેલ સૂચનાના આધારે પંડિત એવું અનુમાન કરે છે કે આ પતરાંઓને સંવત ઈ. સ. ૨૫ લગભગથી શરૂ થતું હોવો જોઈએ. જનરલ કનીગહામે આ સંવત ઈ. સ. ૨૪૯ થી શરૂ થતે કલચુરી અથવા ચેકીને માનેલો છે. અને આ મતનું સમર્થન પંડિત પિતે તથા ડે. ફલીટે કરેલ છે. પારડીનાં પતરાંઓની લિપિ તથા જ્યાંથી મળી આવ્યાં તે જગ્યા અને તેમાં ત્રિકૂટનું વર્ણન કરેલું છે એ એ બાબતે ઉપરથી એ પતરાંઓ, ડે. કીëને છેવટ પુરવાર કર્યું છે તે પ્રમાણે ઈ. સ. ર૪૯ થી શરૂ થતા કલચુરી અથવા ચેદી સંવતનાં જ હોવાં જોઈએ એવું માનવાને સબળ કારણું મળે છે. અઠવાડીને દિવસ અથવા નક્ષત્ર આપેલું નહિં હોવાથી સમય * એ. ઈ. વ. ૧૦ પા. ૨૧-૫૩ ઈ. હુશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy