SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ २९९ शीलादित्य ७मानां ताम्रपत्रो તેમ સર્વ દિશામાં વિનય દર્શાવતે રાજઋષિ હતા, જેના યશની અતિ પ્રભાવાળી કળા જે સર્વ મંડળને ભૂષિત કરતી તે નભમાં ઈન્દુની કલા બનતી, અને જે ઘનશ્યામ વાદળથી સ્તના સમાન શિખરવાળા સા અને વિધ્ય રૂપે રમ્ય પયોધરવાળી ભૂમિને પતિ હતા તે શ્રી દે૨ભટને પુત્ર જે સર્વ ન૫મંડળમાંથી તેઓના યશથી રાજતાં સંદ૨ વો જે તે તેને અર્પતી હતી તે (વસ્ત્ર ) ધારી તેના તરફના અનુરાગને લઈને સ્વયંવર તરીકે સ્વીકારતી હતી તે રાજ્યશ્રીના લગ્નમાં સ્વીકાર કર્યો, જે તેના પ્રચંડ શત્રુઓના મંડળને નમાવનાર તલવાર માફક તેના સફળ શૌર્ય ઉપર આધાર રાખતે, જે શરદ ઋતુમાં તેના ધનુષ જેનાં પર બળથી પૂર્ણ ખેંચેલાં હતાં તેનાથી જેની અને નાશ થયેલ હતું તે શત્રુઓના પ્રદેશમાંથી એગ્ય રીતે કર લેતા. જેના કર્ણ શાસ્ત્રના વિવિધ વર્ણની ઉજજવળ શ્રતિના અતિશયપણુથી અલંકારિત છતાં પુનઃ શ્રુતિની પુનઃ ઉક્તિથી અલંકારિત થતા હોય તેમ રત્નથી ભૂષિત હતા, અને જે સતત દાન રૂપી જળમાં રમ્ય દેખાતા શૈવલના નવ અંકર જેમ પ્રકાશતાં કંકણું અને સુંદર જંતુની પાંખથી અને ૨નાં કિરણેથી આત કર ઉંચો કરી રત્ન પ્રવલય ધારણ કરતા હતા તેથી સાગરના તટના કિનારા સમાન ભાસતા કરથી અખિલ ભૂમિને આલિંગન કરતે તે પરમ માહેશ્વર શ્રી ધ્રુવસેન (૩) હતે. (લી. ૩૯) તેને વડીલ બધુ, જેનું અપર ઉચિત નામ ધર્માદિત્ય બીજે હતું, જેના નાજુક અંગને જાહેર રીતે લક્ષમી દેવીએ અન્ય ગૃપના સ્પર્શના કલંક નાશ કરવાના નિશ્ચયથી આલેગન કર્યું હતું, જે અન્ય સર્વ નૃપે કરતાં પ્રતા૫ કાર્યોમાં અધિકતાવાળો હતા, જેનાં પાદપ તેના તરફના અતિ પ્રેમના બળથી વશ થઈ શિર નમાવતા સર્વ સામંતમંડળના મુગટનાં મણિની રમિથી આભૂષિત બન્યાં હતાં, જે તેના વિશાળ અને વિપુલ કરના દડથી શત્રુગણને મદ હતો, જે દુર ફેલાતા તેના અતિ ઉગ્ર પ્રતાપથી શત્રુઓના સમસ્ત વંશને ખાળ, જે નિજ સર્વ સંપદ પ્રણયિ જનેને આપતે, જેની પાસે તે ઉપાડતે તે ગદા હતી અને તે ફેંકતે તે ચક હતું, જે બાલક્રીડાની અવગણના કરતે, જે કદી દ્વિજને તિરસ્કાર નહીં, જેણે નિજ પ્રતાપથીજ સકળ ભૂમિની પ્રાપ્તિ કરી હતી, જે મૂર્ખ જનેને અંગીકાર કરતે નહીં, જે અપૂર્વ જાતિમાં શ્રેષ્ઠ • જનેમાને એક હતે; જે સાક્ષાત્ ધર્મ હોય તેમ તેણે વિવિધ જાતિ અને આશ્રમના નિયમો યોગ્ય રીતે કર્યા, જેના ધર્મના ઉચ્ચ અને ઉત્તમ શ્વેત ધ્વજનું, તેની શુદ્ધ પ્રકૃતિના આનન્દથી કરતાં અને પછી અલ૫ લેસને લઈને પૂર્વેના તૃપાએ જપ્ત કરેલાં દાનમાં ( ભાવિ ઉપભેગમાં) અને દ્વિજોને અનુમતિ આપી તેથી પ્રસન્ન થએલાં ત્રિભુવનથી અભિનન્દન થતું, જેણે નિજ વંશને ઉજજવળ કર્યો હતો, અને જે દેવો, દ્વિ અને ગુરુઓની સેવા કરી દાન દેવાએલા જનની પાત્રતા અનુસાર સતત ઉદ્વેગ આદિ અન્ય હક્ક સહિત ઉદાર દાનથી ઉદ્ભવેલા સતેષથી પ્રાપ્ત કરેલા ઉત્તમ યશથી સર્વ ભૂમંડળને ભરતો તે પરમ માહેશ્વર શ્રીપરગ્રહ (૨) હતે.. ( લી. ૪૭) તેના વડીલ બધુ, શ્રી શીલાદિત્ય (૨)જેણે સર્વ ભૂમિને કુમુદનું સૌદર્ય ખીલવનાર પૂર્ણ ઈન્દુના પ્રકાશ સમાન નિજ યશથી શ્વેત કરી; (અને ) જે ખંડિત અગુરૂ વિલેપનનાં સમાન શ્યામ વિધ્ય પર્વતો રૂપે વિપુલ પધર ધારનાર ભૂમિને સ્વામિ હતો, તેને જે દિન પ્રતિદિન કળામાં વૃદ્ધિ પામતા નવ ચંદ્રની માફક કળામાં વૃદ્ધિ કરતો, જે પર્વતના વનને આભૂષિત કરતા યુવાન ગિરિરાજ (સિંહ)જેમ રાજ્યશ્રીને આભૂષિત કરતે, જે મયૂર દવજવાળા કાર્તિકેયની માફક શિર પરની રમ્ય શિખાથી આભૂષિત હતો, જે પ્રચંડ શક્તિ અને પ્રભાવવાળો હતે જે (કમળને વિકસાવનાર )શરદના આગમનની માફક (પૂર્ણ યશ અને અતિ ધનથી સંપન્ન) જે હતું, જે કિરણે વડે મેઘ ભેદતા ઉદય પામતા બાલ રવિ જેમ શત્રુઓના ગજેને યુદ્ધમાં ભેદ, યુદ્ધમાં નિજ શત્રુઓના પ્રાણ હરતે, તે નિજ શ્રીમાન કાકે પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રી શીલાદિત્યદેવ (૩) હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy