________________
નં. ૯૩ શીલાદિત્ય ૫ માનાં ગેંડળનાં તામ્રપત્રો.'
સં ૪૦૩ માઘ. વ. ૧૨. કાઠિયાવાડમાં આસિસ્ટન્ટ પોલીટીકલ એજંટ કે પટન ફિલીસ જેના તાબામાં ગોંડલ સ્ટેટ હતું તેના તરફથી આ પતરાં મળેલાં હતાં. તે શીલાદિત્ય ૫ માનાં છે અને અત્યાર સુધી પ્રસિદ્ધ થએલાં પતરાંમાં સૌથી છેલ્લામાં છેલ્લું છે. રાજાઓ નીચે મુજબ વર્ણવ્યા છે.
( ૧ ) ભટ્ટાર્ક તેને સીધા વારસ (૨) ગુહુસેન (૩) ધરસેન
(૪) શીલાદિત્ય અથવા ધર્માદિત્ય
(૫) ખેરગ્રહ ( ૯ ) દેશભટ્ટ _) દેરભટ્ટ (૬) ધરસેન (૭) યુવસેન
અથવા (૧૦) ધ્રુવસેન
બાલાદિત્ય (૧૨) શીલાદિત્ય (૧૧) ખરગ્રહ
અગર
૮) ધરસેન (૧૩) શીલાદિત્ય દેવ ધમીદિય (૧૪) શીલાદિત્ય દેવા (૧૫) શીલાદિત્ય દેવ
ઉપર બતાવ્યા નંબર અનુસાર નામે આ દાનપત્રમાં આપેલ છે. (૫) ખરગ્રહ તે શીલાદિત્ય ઉર્ફે ધર્માદિત્યને દીકરો કહે છે, પણ બીજા પતરાંમાં તેને અનુજ એટલે નાના ભાઈ વર્ણવ્યું છે. (૮) ધરસેન પછી (૪) શીલાદિત્યના વંશજના વર્ણનપ્રસંગે (૪) શીલાદિત્યને (૮) ધરસેનના પિતામહના ભાઈ તરીકે વર્ણવ્યો છે અને (૫) ખગ્રહને પણ (૪) શીલાદિત્યના ભાઈ તરીકે વર્ણવ્યું છે તેથી “ અનુજ ” ના ભાઈ એ સાચે પાઠ છે. "
ધરસેનને આમાં ધરસેન કહ્યો છે, પણ બીજા ૪૦૩ વિ. સ. ૧૩ ના દાનપત્રમાં ધ્રુવસેને કહ્યો છે. પણ ધરસેન એ સાચો પાઠ છે, એમ બીજાં દાનપત્રથી સિદ્ધ થાય છે.
( ૯ ) દેરભટ્ટને બીજાં દાનપત્રોમાં અજન્મા તરીકે વર્ણવ્યું છે, પણ આમાં અગ્રજન્મા કહ્યો છે. પણ તે ભૂલ લાગે છે. ( ૧૨ ) શીલાદિત્યથી (૧૫) સુધીના બધા રાજાઓને માત્ર શીલાદિત્ય દેવ કહ્યા છે, પણ તેઓને જૂદા પાડવાનું કાંઈ સાધન નથી. હવે પછી બીજાં પતરાંમાંથી કદાચ તે સાધન મળે એવા સંભવે છે.
(૧૫) શીલાદિત્ય દાન આપનાર રાજા છે, તેની તિથિ સં. ૪૦૩ માઘ. વ. ૧૨ છે. દાન દામોદર ભૂતિના દીકરા વાસુદેવ ભુતિને આપેલું છે. તે અવેદી ગાગ્યે ગોત્રને ચાતુર્વેદી હતું અને વર્ધમાન ભક્તિમાંથી નીકળી આવીને લિમિખંડમાં રહેતા હતા. સુરાષ્ટ્રમાં દિનપત્ર પાસેનું અંતર પિલિકા ગામ દાનમાં આપેલું છે.
કેપટન ફીલીપ્સ લખે છે કે આ પતરાં ઢાંકમાંથી મળેલાં હતાં, તે ઢાંક કાઠિયાવાડમાં છે અને ગાંડળના તાબામાં છે. આની આસપાસ પ્રાચીન ગમે છે જેમાં શેધખોળ કરવા જેવું છે.
૧ જ. . . ર. એ. એ. વ. ૧ પા. ૩૩૫, એ. રાવ સાહેબ વિશ્વનાથ નારાયણ મંડલિ * આ નંબરો રાજયા અનુસાર નથી, પણ દાનપત્રમાં જે ક્રમમાં આવ્યા છે તે ક્રમ અનુસાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com