________________
નં૦ ૫૯
વળામાંથી મળેલાં શીલાદિત્ય ૧ લાનાં તામ્રપત્રા
ગુપ્ત સં. ૧૯૦ ઈ. સ. ૬૦
ઈ. સ. ૧૯૩૦ માં વળામાંથી મળેલાં પાંચ તામ્રપત્ર પૈકીનું આ એક છે. તે શીલાદિત્ય ૧ લાના સમયનું છે અને ગુ. સં. ૧૯૦ ના વર્ષનું છે. વલભી દરવાજા બહાર ભદ્રેશ્વર મુકામેથી દાન અપાએલું છે.
'
વંશાવલિ–ભટાર્કના વંશમાં ગુહુસેન જન્મ્યા હતા. તેના દીકરા ધરસેન ખીને તે અને તેના દીકરા શીલાદિત્ય ધર્માદિત્ય નામથી પ્રસિદ્ધ હતા.
દાનવિભાગ—યક્ષસુર વિહારમાં રહેતી ભિક્ષુણીએના સંધને માટે કપડાં, ખારાક તેમજ દવા મેળવવા માટે તેમજ ભગવાન બુદ્ધની પૂજા માટે જોઈતાં ચંદન, ધૂપ પુષ્પા વિગેરે માટે અને વિહારના ત્રુટક ભાગના જીર્ણોદ્ધાર વાસ્તે ઘસરકના પ્રાંતમાં વટદ્ર પાસેના અમદપુત્રના ગામનું દાન શીલાદિત્યે કર્યું છે.
૧ નાઢ માત્ર, ગૌ. ડી. એઝા
O
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com