________________
११०
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર' s, સ્વસ્તિ, વિખ્યાત વલભીમાંથી ! જેનાં ચરણુ-કમળ માળાની પેઠે આવૃત કરતા નૃપના મગટથી ચંબિત થતાં-જે સ્તંભ સરખા બળવાન કરથી અખિલ ભમિને ભારે ધારતા-જેના કાપાગ્નિ બલસંપન્ન ભુજથી સંહારેલા પિતાના શત્રુઓની વનિતાઓનાં નેત્રોમાંથી વહેતી અશ્રુધારાથી શાન્ત થયો હતો જેને સદાચાર કલિકાલથી કલંકિત જગનાં પાપ હણવા અતિ શક્તિમાન હતું તે પરમ માહેશ્વર શ્રી ભઠ્ઠર્ક ( ભટાર્ક ) થયે. તેને પુત્ર અખંડિત વિકમને લઈને આખડલ ( ઈન્દ્ર ) સમાન અને પ્રયુતર યશનાં વિતાન વડે સકળ દિગન્ત વિમળ થયેલ હોવાથી પૃથુ સમાન મેખલાની પેઠે ચાર સાગરથી આવૃત થએલી પૃથ્વીને ૨ક્ષનાર, અને સંરકત, પ્રાકૃત અને અપભ્રંશ એ ત્રણુ ભાષામાં પ્રબળ રચનામાં અધિક નિપુણ–પંડિત સમાજના માનસમાં રાજહંસ સરખા, યુદ્ધના અગે શત્રઓના માતંગોના સૈન્યનાં કર્ભમાંથી વહેતા સંધ્યાકાળ સમા રત રૂધિરની અનેક ધારાઓથી પૃથ્વીના સર્વ પ્રદેશને વિજય કરનાર, સર્વ અંતરભાગને વિજય કરનાર, દાનમાં અનુમતિ માટે પાણીના અઘંથી ભીંજાએલા કરવાળે હોવાથી કુષ્ણમાંથી કરતા મદથી નિત્ય ભીંજાયેલી ચૂંઠવાળા કરિરાજ સમાન, અતિ સરળ અને અતિ તુંગ હેઈ હિમાલય સરખે,-બહુ સવાશ્રય (બહુ હિંમતવાન) અને અતિ ગંભીર હોવાથી બહુ સજ્વાશ્રય ( બહુ પ્રાણીઓના આશ્રિય) અને અતિ ગંભીર સાગર સમાન, પાછાયા ઘણુ મહાન મહીધરે (રાજ) ઉપર પડતી હોવાથી અતિ મહાન મહીધર (પર્વતો) ઉપર પડતી પાદછાયા (ાકરની પ્રભા) વાળા સૂર્ય સમાન શ્રી ગુહસેન હતા.
તેને પુત્ર, અતુલ ગુણસમૂહ સંપન્ન, શત્રુઓનાં ત્રિપુર( ત્રણ શહેર)ને નાશ કરનાર હોવાથી ત્રિપુર હણનાર શિવસમોન, મેખલાની પેઠે સાગરથી આવૃત પૃથ્વીને પતિ, પોતાના સર્વ સ્પર્ધાઓની શ્રી સ્વ બાહુબળથી પિતાની પાસે ખેંચી લેનાર -વિષ્ણુ જેમ સદા લક્ષમીથી સેવાએલા, ગંગાના પ્રવાહ જેમ નિત્ય ત્રિભુવનની શુદ્ધિમાં પ્રવૃત્ત, પિતાના માતંગેની સૂંઢાના સમૂહ થી અસંખ્ય શત્રુઓનાં તિમિર હણવાથી, અને સકલ ભુવનને અતિ પ્રસરેલા અને અતિ ઉજવલ યશવડે શોભાવતે હેવાથી, કિરણેના સમૂહથી પ્રસરેલા તિમિર શત્રુને હણનાર અને અતિ પ્રસરેલા ઉજ્જવલ તેજ વડે અખિલ ભુવનને શોભાવનાર સૂર્ય સમાન, વિબુદ્ધ મંડળથી સેવા હેવાથી દેવમંડળથી સેવન થતા બ્રહ્માસમાન-જનની સર્વ અભિલાષ પૂર્ણ કરવામાં નિપુણ હોવાથી અને સંતાપ હરનાર હોવાથી સકળ નભને ભરી દેવા શકિતમાન અને સંતાપી જનાના તાપ હરનાર, વર્ષો ઋતુના મેઘ સમાન, મહા મતિ અને ધિષણું સંપન્ન હાઇ ધિષણ (બૃહસ્પતિ) ગુરૂવાળા અને બહુ નયનવાલા ઈન્દ્ર સમાન મહારાજાધિરાજ પરમેશ્વર, પરમભટ્ટારક શ્રી ધરસેન દેવ હતે.
તે કુશળ હાલતમાં સર્વ પાપતિ, વિષયપતિ, કામકૂટ, આયુકતક, નિયુક્તક, મહત્તર આદિને આ શાસન કરે છેઃ
તમને જાહેર થાઓ કે પરલોકમાં મારાં માતાપિતા અને મારા પ્રશ્યની અને મારા યશની વૃદ્ધિ અર્થે સિ૨ (ઈશ્વર) ના પુત્ર, દશપુરથી આવેલા, તે નગરના ચતુર્વેદી મીના, અને કૌશિક ગેત્રના, છગસબ્રહ્યચારી, ગેમિન્દ( ગેવિન્દ )ને, બલિ, ચરૂ, વિશ્વદેવ, અગ્નિ, પંચમહાયજ્ઞ આદિ વિધિ અનકાન માટે કન્તાગ્રામશાહશત વિષયમાં આવેલું નન્દીઅરેક ગામ જેની સીમા-પૂર્વ ગિરિવિલિગામ, દક્ષિણે મદારીનદી, પશ્ચિમે સાગર; ઉત્તરે દેથલિ ગામ: આ ગામ રાજ પુરૂની દખલગિરિ મુકત, પુત્ર, પૌત્ર અને વંશના ઉપભેગ માટે ઉપરની સીમા પ્રમાણે
. ... ... ... સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, વેઠ સહિત દે અને દ્વિજોને પૂર્વે કરેલાં દાને વર્જ કરી, ચંદ્ર, સૂરજ, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતાના અસ્તિત્વકાળ સુધી, મેં ભક્તિથી પાણીના અર્થથી શક સં. ૪૦૦ વિશાખ પૂર્ણિમાને દિને દાનમાં આવ્યું છે. આથી જ્યારે તે બ્રહ્મદેયના નિયમ અનુસાર આ ગામની જમી. નની ખેતી કરે, ખેતી કરાવે, ઉપભોગ કરે કે અન્યથી ઉપભેગ કરાવે અથવા અન્યને સોંપે ત્યારે કેઈએ પ્રતિબંધ કર નહિ ... ... ... ... ... ... .. ••• • •
માધવના પુત્ર, સંધિવિગ્રહધિકારી રેવથી લખાયું. આ મારા શ્રી ધરસેન દેવના સ્વહરત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com