SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ નં ૫૦ ધરસેન ૨ જાનાં બનાવટી તામ્રપત્રો શક સંવત્ ૪૦૦. ગુ. સં. (૨૬૫) વલભીના ધરસેન ૨ જા એ શક સંવત્ ૪૦૦માં આપેલું હોવાના આશયવા નીચે આપેલ દાનપત્ર ઑ. . . એ. સો.ના મ્યુઝીયમની માલિકીનું છે. તેની પ્રથમ નોંધ સદ્ગત મી. ભાઉ દાજી(જ. બે, બૅ. ર. એ. સી. જે. ૮ પા. ૨૪૪)એ લીધી હતી, અને પછી મહે ( ઈ. એ . ૫ પા ૧૧૦; . ૭ પા. ૧૬૩) લીધી હતી. ૧૮૭૮માં બેખે ગવર્નમેન્ટ તે ડૉ. બર્જેસને “ફોટોઝીકોગ્રાફ” કરવા માટે આપ્યું હતું. મૂળ બે કડીઓ વડે સાથે બાંધેલાં ૧૦ ઇંચx૭ ઈંચનાં બે પતરાંઓ ઉપર આ દાનપત્ર કેરેલું છે. ફકત ડાબી બાજુની કડી જેના ઉપર મુદ્રા ચટાડી છે તે જ સાચવેલી છે. મુદ્દા ઉપર ઉભા રહેલા નંદીની છાપ છે, જેનું મુખ જમણી તરફ છે, અને તે પર “ધન એ લેખ છે. દાનપત્ર વલભીથી કાઢેલું છે અને તેની તારીખ, શક-સંવત્ ૪૦૦(ઈસ. ૪૭૮)ના વૈશાખની પૂર્ણિમા છે. દાન આપનાર, ભટ્ટાર્કએટલે ભટ્ટાર્ક)ને પત્ર અને ગુહસનને પુત્ર ધરસન દેવ ક છે. દાન મેળવનાર, સામવેદની છંદેગ શાખાના, તથા કૌશિક ગેત્રના, અને દશપુરના રહીશ એક ચતુર્વેદી, ભટ્ટ ઈસર( એટલે ઈશ્વર)ને પુત્ર ભટ્ટ ગેમંદ( એટલે ગોવિંદ) છે. દાનની વસ્તુ, બમરોડરાર (એટલે કતારગ્રામના સોળસો વિષય અથવા જીલ્લામાં આવેલું) નદીઅર અથવા નંદીસર ગામ છે. ગામની સીમા નીચે મુજબ આપેલ છે. પૂર્વે, ગિરિવિલિ ગામ, દક્ષિણે મદાવિ નદી પશ્ચિમે મહાસાગર, અને ઉત્તરે દેથલિ ગામ. વલભી રાજાએ આપેલા કહેવાતા એક દાનમાં ગુર્જર લિપિ તથા શક સંવતને થએલે ઉપયોગ, તેના બીજા અને મુખ્ય ભાગનું ઉમેટાનાં ગુર્જર શાસન સાથે નિકટનું મળતાપણું, તથા વલભી રાજાઓની વંશાવળીમાં દેખીતી ભૂલ, વિગેરે બાબતેને આધારે મી. ભાઉ દાજીએ તથા મેં આ પતરાને બનાવટી હોવાનું જાહેર કરેલ છે. ૧ ઇ. એ. વ. ૧૦ પા. ૨૪ ડે. ઇ. બ્યુલર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy