SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર સ્વસ્તિ ! પ્રવેદીય ગામમાંના વિજયી નિવાસથાનમાંથી, પોતાના શત્રુઓને બળથી નમાવનાર, મિત્રોના અતુલ પ્રતાપથી સામ્રાજ્ય પ્રાપ્ત કરનાર, સામાસામી કરેલાં અનેક યુદ્ધમાં યશ પ્રાપ્ત કરનાર, દાન, માન, (ભટ્ટારકના ) યશનાં ફળ, અને પોતાની સરળતાથી પ્રાપ્ત કરેલા અનુરાગને લઈને અનુરકત મિત્ર નૃપમંડળના પ્રતાપથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર શ્રીમાન સેનાપતિ ભટ્ટારક પૂર્વે થઈ ગયે. તેને પુત્ર, જેનું નમન કરતું શિર તેના પિતાના ચરણની રજથી રક્ત બનીને પવિત્ર થયું હતું, જેના પદના નખની પ્રભા નમન કરતા શત્રુઓનાં ચૂડામણિના તેજથી કંકાઈ જતી, જેની લક્ષમી દીન અને અનાથનું પાલન કરતી હતી, તે પરમ માહેશ્વર શ્રી સેનાપતિ ધરસેન હતો. તેને અનુજ, જેને વિમળ ચૂડામણિ બધુના ચરણને નમન કરવાથી અધિક તેજસંપન્ન થયે હતો, જે મનુ આદિ(મુનિઓનાં જાહેર કરેલાં વિધિ વિધાનમાં યુધિષ્ઠિર સમાન હતો, જેણે ધર્મ પાલનના નિયમ પળાવ્યા, જેની રાજ્યશ્રી મહાદાનથી પવિત્ર થઈ હતી, અને જેને રાજ્યાભિષેક અખિલ પૃથ્વીના પરમસ્વામિથી જાતે જ થયો હતો તે સિહસમાન પરમ માહેશ્વર મહારાજ શ્રી કોણસિંહ હતા. તેને અનુજ, પિતાના ભુજબળ વડે શત્રુઓના ગજેની ઘટાને એકાકી વિજેતા, શરણાગતને આશ્રયસ્થાન, શાસ્ત્રાર્થ અને તત્વમાં નિપુણ, પ્રસુધિ મિત્રોને અભિલાષ અનુસાર ઈચ્છિત ફળ આપનાર કલ્પતરૂ સમાન, પરમ ભટ્ટારકને પાદાનુધ્યાત, પરમભાગવત, મહાસામન્ત, મહાપ્રતીહાર, મહાદડનાયક, મહાકાર્તાકૃતિક, મહારાજ શ્રી ધ્રુવસેન હતો. - તે કુશળ હાલતમાં સમસ્ત રાજપુરૂષ, આયુક્તક, મહત્તર, ચાટ, ભટ આદિને અનુશાસન કરે છે – તમને જાહેર થાઓ કે મારાં માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે, આ લેકમાં અને પરલોકમાં ઈચ્છિત ફળની પ્રાપ્તિ માટે, અનુપુજ્યના અન્ત પર આવેલું પિપલરૂખરી ગામ, રાજ પુરૂષના હસ્ત પ્રક્ષેપણ મુક્ત, ... ... . ... ... સહિત, તેમાંની સર્વ આવક સહિત, ભૂમિછિદ્રના ન્યાયથી, વલભીમાં હારી ભગિનીની પુત્રી, બુદ્ધ ઉપાસિમ દુહાએ કરેલા વિહારમાં પ્રતિષ્ઠાપિત, પૂજાપાત્ર અને પૂર્ણ બુદ્ધિસંપન્ન બદ્ધો અને ત્યાં વસતા મુનિઓના સંઘને, વિહારના પડી ગએલા અને ભાંગી ગએલ ભાગોનું સમારકામ કરવા માટે અને ધૂપ, દીપ, તેલ અને (પૂજા માટે) પુષ્પ, અને આજારી જનેનાં અન્ન, ઓસડ, વરસ આદિ મેળવવા માટે, ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વીના અસ્તિત્વ કાળસુધી ઉપગ માટે, મેં દાન આપ્યું છેઆથી તે ગામના માલિકને, જ્યારે તે ત્યાં ઉત્પન્ન થતું ભેગું કરે ત્યારે, કંઈ પ્રતિબંધ કરવો નહિ. અમારા વંશના નૃપોએ, માનુષ્ય અનિત્ય છે, અને એશ્વર્ય ચંચળ છે, એમ માની, આ અમારા દાનને અનુમતિ આપવી. જે તે હરી લેશે, અથવા તે હરણ કરવામાં અનુમતિ આપશે, તે પંચ મહાપાપના, અને અન્ય અ૯૫ પાપને દોષી થશે. અને આને માટે વ્યાસનો કહેલો એક લેક છે -જે પોતે અથવા અન્યથી આપેલી ભૂમિ હરી લે છે, તે લક્ષ ધેનુના વધનું પાપ લે છે. મહાસામત, મહાપ્રતીહાર, મહાદડનાયક, મહાકાત્તકૃતિક, મહારાજ શ્રી ધ્રુવસેનના સ્વહસ્ત ... ... ... ... ... કિકકકથી લખાયું. સંવત. ૨૧૬. માઘ વદિ. ૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy