________________
ખંડ પહેલે-પ્રકરણ ૩.
મરિચિએ કહયું. “સાધુ ધર્મ પાળવા હું અશક્ત હોવાથી આ સ્વકલ કલ્પિત લિંગ મેં ધારણ કર્યું છે.”
કપિલે એ સાંભળી કહ્યું, “મને પણ શ્રી રૂપમદેવને ધર્મ ચિતો. નથી, માટે તમે કહે કે તમારી પાસે ધર્મ છે કે નહી ?”
મરીચિને રોગ થયો હોવાથી, અને સાધુઓ તેની વૈયાવૃત ન કરતા હોવાથી, પોતાને માટે પણ શિષ્ય જોઈએ, કે જે તેની વૈયાવૃત કરે, એવા વિચારથી બે, “ ત્યાં પણ ધર્મ છે. અને મારી પાસે પણ કંઈક ધર્મ છે.” " આ સાંભળી જેના મત વિષે ઘણુ ગ્રંથો લખાયેલા છે તે કપિલ મુની મરીચિના શિષ્ય થયા.
મરીચિના કાળ પછી ગ્રંથાર્થ જ્ઞાનશન્ય કપિલ, મરીચિની બતાવેલી રીતિ ઉપરજ આચાર પાળતો હતો. કપિલને આસુરી નામે મુખ્ય શિષ્ય થયે, અને તે સિવાય બીજા અનેકને પણ તેમણે પોતાના પંથમાં મેં કપિલ મરીને પાંચમા દેવલોકમાં દેવતાપણે ઉપન્યા! ત્યાં પણ તેમને પોતાના મતવાળાઓને તત્વજ્ઞાન સંભળાવવા વિચાર આવ્યોઅને તેથી કપિલ દેવતાએ આકાશમાં પંચ વર્ણના મંડળમાં રહી આસુરીને લાવવાનને ઉપદેશ કર્યો, જેથી ષષ્ટીતંત્ર શાસ્ત્ર આસુરીએ રચ્યું.
એ આસુરીના સંપ્રદાયમાં નામીસંખ નામે આચાર્યો થયા, અને ત્યારથી એ મતનું નામ સાંખ્ય મત પ્રસિદ્ધ થયું. એ સાંખ્ય મતના ત હાલ પણ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત અને સાંખ્ય મતના શાશામાં પ્રચલિત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com