SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ખંડ પહેલો-પ્રકરણ ૩. અંધકારથી ભરપૂર હોવી જોઈએ, નહીંતે પિતાશ્રી આદીશ્વરજી એનો ત્યાગ કરી દિક્ષા ગ્રહણ કરે તેનું શું કારણ ! તેજ પિતાને હું પણ એક પુત્ર છતાં, જે આ રાજ્યલમીપર મોહ રાખીશ તે મારા જેવો બીજે કોણ મૂર્ખ ! એ રાજ્યલક્ષ્મી મારી સાથે ક્યાં સુધી રહેશે ! જે વખતે મોત આવી ઉભું રહેશે ત્યારે હજારો પાપ કરી, હજારોને રંજાડી, એકઠી કરેલી એ રાજ્યલમી મારી સાથે ક્યાં આવશે ! મૃગજળની માફક ખેતી તરણુવ્રત એ રાજ્યલક્ષ્મી શું મને હમેશાં નિમકહલાલોથી મદદ કરશે ? જમે તે વખતે હું હાથની મુઠીઓ વાળી જન હતો, પણ તે મુઠીઓ ખાલી હતી, અને જઈશ ત્યારે એ મુઠીઓ ખાલીને ખાલી જ રહેશે, તે હજારે પાપ કરી, હજારેનાં લોહી વહેવડાવી, પતાના ભાઈભાંડુઓને મારી, અગાડી સાથે નહિ આવનાર આ લક્ષ્મીને મેળવવા હું તત્પર થાઉં તો તેમાં મારું શું ડહાપણ” સંસારની અસાર માયાને ઓળખી તેનાથી દુર રહેનારા બાહુબળી રાજાના વિચાર દરેક મનુષ્યને વિચારવા અને મનન કરવા યોગ્ય છે. દુનિયાની વિચિત્ર માયામાં સપડાયેલા, જગતના મહ પાશમાં બંધાયેલા, સ્ત્રી, વાડી, ગાડી, અને લક્ષ્મીમાં જ સર્વસ્વ માનનારા, હજારો અને લાખે મનુષ્ય, અસારતામાં સાર માની પોતાનું જે બગાડવામાં પોતે જ કારણભૂત થાય છે તે ઉપર જો સામાન્ય-કુંક-વિચાર કરવામાં આવે તો કાળના કાળ વહી જાય તે છતાં તે પૂર્ણ થાય નહિ એટલી એ બાબત ગહન છે. તે છતાં જ્ઞાનીઓએ જે કાંઈ જણાવ્યું છે તે જ માન્ય કરીએ તે, ને આપણે તે પર વિચાર કરીએ તો, આ દુનિયા તદન જુઠ્ઠી છે એ તરત સમજાશે. માં સાર માની વિચાર કરવા બાબત બાહુબળીના વૈરાગ્ય! ઉપર જણાવ્યા પ્રમાણે બાહુબળી રાજાને વિચાર આવતાં જ દુનિયામાં કવચિતજ બનતે એક વિચિત્ર બનાવ બન્યો! અહંકાર, મમત્વ અને રાજ્યલક્ષ્મીને ત્યાગ કરનારા બાહુબળીએ તરત ભરતેશ્વરને કહ્યું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034504
Book TitleDuniyano Sauthi Prachin Dharm
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy