________________
ખંડ પહેલે-પ્રકરણ ૩.
છે ને તેથી તે મને મળવા દછે એ તેમની યોગ્યતા બતાવે છે, પણ રે મોટા અને હું તુચ૭, તે તેમની પાસે આવુ તે શરમાય એમ હું ધારત હતો, ને તેથી તેમને મળવા આવ્યો ન હતો. વળી અહંકારી, કાર્ય અકાર્યને નહીં જાણનાર–પોતાના ભાઈઓના રાજ્યને ગ્રહણ કરનારા અને ઉન્માર્ગગામી એવા ભાઈ પાસે આવવામાં શું લાભ ? મારે રાજય 'હું પોતે ચલાવું છું એટલે તે મારા રક્ષણ કર્તા નથી ! મારા રક્ષણ કર નાર રૂષભભગવાન શિવાય બીજા કોઇ નથી ! સૂર્યના તેજમાં જેમ બીજાં તેજ લય થઈ જાય છે, તેમ ભરતરાજા પોતાના હસ્તિ, અશ્વ અને સેના સુદ્ધાં મારામાં લય થઈ જાય એટલી મારી શક્તિ છે ! દૂત, તું અહીથી જઇ મારા આ શબ્દો કહે છે ! ભલે તે મારું રાજ્ય છતવા આવે.” સુવેગ આવા શબ્દો સાંભળી દુઃખી થયો. તેણે જોયું તે તેણે સમજ પડી કે બાહુબળીની પ્રજા વીર્યવાન અને સ્વામીભક્ત હતી; તેણે જોયું કે દરેક માણસ પોતાના દેશ અને સ્વામી માટે લડવાની ઈચ્છા કરતા હતા, અને પિતાના સ્વામી માટે પોતાના પ્રાણ અર્પવા તૈયાર હ.
સુવેગ અને ભરતરાજ.
સુવેગ વિચારના વમળમાં વિંટાયલ,-શું કહેવું કે શું નહીં કહેવુંતે વિચાર કરતે ભરત રાજની દરબારમાં આવી પહોંચ્યું. તેણે વર્ણન કરવાની ઢબે કહ્યું, “દેવ ! આપના નાનાભાઈ અતિ મગરૂર થઈ ત્રણ લેકને તૃણ તુલ્ય ગણી પોતે સિંહરૂપ સર્વેના રાજા હેય ને બીજા બધા તેમના સેવક હોય એમ સર્વેને ગણે છે. આપની સેનાનું વર્ણન કરતાં તેણે એવું કહ્યું કે તે શું ગણતીમાં છે. આપની સેવા કરવાનો વિચાર તે તેને મનમાં જરાપણ ફુર્યો નથી, પણ તેથી ઉલટું તે એવી ઈચ્છા કરે છે કે મારી સાથે લડવાને ભરતરાજ ભલે આવે. આપના ભાઈ ઘણાજ પરાક્રમી, માની અને બળવાન છે એમાં જરા પણ શક નથી. તેમની સામાં જે જે સામંત રાજાએ છે તે પણ ઇદ જેવા પામી છે. તેમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com