________________
૪
ખંડ પહેલે-પ્રકરણ ૧.
( કેનેરી ટાપુઓ ) થયા છે. વળી હમણાના Indian Ocean તથા Pacific ocean-હીંદી મહાસાગર તથા પાસીફીક, મહાસાગરને સ્થળે આગળ મોટા ખંડ પૃથ્વીરૂપે હતા, એટલું જ નહી પણ સહરાનું મોટું રણ સમુદ્ર-રૂપે હતું.
- આ બધાથી વધીને જૈન શાસે દુનિયાની ઉત્પત્તિનો સમય અબજો વર્ષોથી પણ વધુ લાંબે જણાવે છે. જિનશાસે કાળના બે વિભાગ પાડે છે. (૧) અવસર્પિણી, (૨) ઉત્સાપણી. પહેલા કાળમાં દીન દિન પ્રતિ આયુષ્ય ધટે છે ને તેજ પ્રમાણમાં બળ, લંબાઈ, ચેડાઈ વગેરે પણ ધટે છે; બીજ કાળમાં તેથી ઉલટું બને છે, એટલે કે સર્વ ચીજો, આયુષ્ય, બળ વગેરે વધે છે. પ્રત્યેક સર્પિણીમાં છ છ યુગ હોય છે. અવસર્પિણના છ યુગ આ પ્રમાણે છે. (૧) સુષમ સુષમ, (૨) સુષમ, (૩) સુષમ દુષમ, ( ૪ ) દુષમ સુષમ, ( ૫ ) દુષમ ને (૬) દુષમ દુષમ. જ્યારે અવસર્પિણી કાળ પૂરો થાય છે ત્યારે ઉત્સર્પિણી કાળ શરૂ થાય છે. આ સૃષ્ટિને વ્યવહાર ઉત્પન્ન થયાને એક કેદી સાગરોપમને એક કોટી સાગરેપમે ગુણવાથી જેટલા સાગરોપમ આવે તેટલો કાળ લગભગ એટલે કાળની ગણના અસંખ્ય છે તેટલો કાળ થયું છે.
આને ઉપર આપેલી બાબતોથી ટકે મળે છે, એટલું જ નહી પણ આ બાબતને વેદાંતીઓ, વૈષ્ણ, તથા શીવપંથીઓ તરફથી ટેકે મળે છે. તેઓના શામાં યુગ તથા કલ્પ વગેરે જે બતાવ્યા છે તે ગ૫ નહીં હોય પણ ખરું હોય એમ જૈનશાસ્ત્રોમાં પણ તે બાબતો જણવવામાં આવેલી હોવાથી સિદ્ધ થાય છે,
વિદ્યા અને શોધના પરિણામે દુનીયાના અનાદિપણું માટે શું શાક્ષિ આપે છે તે આગળ જણાવવામાં આવ્યું છે. હવે તે બાબત માં કેટલાએક શાસ્ત્રો શું પુરાવા આપે છે તે તપાસીશું. જગત એટલે દુનિયા અને તેની અંદર રહેલી સર્વ ચીજો તથા મનુષ્ય; એજ અર્થ આપણે આગળ લીધું છે. હવે પછી પણ એજ અર્થ ધ્યાનમાં રાખવાથી આ વિષય સમજવામાં મુશ્કેલી નડશે નહીં.
(૧) જે કે એમ જણાવે કે ઈશ્વરે આ જગત ઉત્પન્ન કર્યું, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com