________________
દુનિયાનો સિથી પ્રાચિન ધર્મ
૧૭૭.
પ્રકરણ ૪ થું. –
–
ધર્મ.
જિત સિદ્ધાંત ઘણાજ ઉત્તમ હોવાના કારણમાં જેને જે રીતે ધર્મ હત્વનું સ્વરૂપ માને છે, તે ઘણીજ પુષ્ટિ આપે છે. “ધર્મ' એ શબ્દને અર્થ પ્રથમ ખંડના પ્રવેશમાં જણાવવામાં આવેલો હોવાથી, અત્રે તે વિષે લંબાણ ન કરતાં, ધર્મના ભેદ વિષે જન સિદ્ધાંતો શું જણાવે છે તે જોઈશું. જન સિદ્ધતિ પ્રમાણે ધર્મના ત્રણ ભેદ છે
૧ સમ્યક જ્ઞાન. ૨ સમ્યક દર્શન. ૨ સમ્યક ચારિત્રય,
નય પ્રમાણયુક્ત જીવ, અજીવ, પુણ્ય, પાપ, આવ, સંવર નિરા, બંધ અને મેક્ષનું સ્વરૂપ જાણવું, તે સ્મક જ્ઞાન છે. એ જ્ઞાન કોઈને સંક્ષેપથી અને કોઈને વિસ્તારપૂર્વક થાય છે. જીવ વિષે આગલા પ્રકરણમાં વિસ્તારપૂર્વક બોલવામાં આવ્યું છે. હવે અજીવ વિગેરે બીજાં તત્વોની બાબતમાં. જૈન સિદ્ધાંત શું જણાવે છે, તે સંક્ષેપથી તપાસીએ.
અજીવ તત્વ.
–-----
જ્ઞાન વગરના, રૂપ, રસ, ગંધ, સ્પર્શવાળા નર, અમરાદિ ગતિમાં ગમન નહિ કરનારા, જ્ઞાના વરણયાદિ કર્મ નહિ કરનારા ને નહિ ભોગવનારા,
૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com