________________
દુનિયાના સૌથી પ્રાચિન ધર્મ. ૧૧૧ હોય છે, તે પરમેશ્વર કહી શકાય નહિ કેમકે, પરમેશ્વરમાં કોઈ પણ વાતની ન્યૂનતા કે દેષ નહિ હે જોઈએ, એ વાત સ્વયમેવ સિદ્ધ છે. પરમેશ્વર તેનેજ કહેવાય કે જે, સર્વ રીતે પરિપૂર્ણ હૈય, પછી તે પિતાની શક્તિ મરછમાં આવે તે વાપરે, ને મરછમાં આવે તે નહિ વાપરે. કહેવાનું તાત્પર્ય એ છે, કે પરમેશ્વરમાં સર્વ શકિત વિદ્યમાન હોય છે.
(૬) હાસ્ય
હાસ્ય એટલે હસવું તે. પરમેશ્વરને કદી પણ હસવું આવતું નથી અથવા હાસ્ય થતું નથી. હાસ્ય થવાનાં કેટલાંક કારણે નીચે પ્રમાણે છે:
(૧) અપૂર્વ વસ્તુ જોવાથી હાસ્ય ઉત્પન્ન થાય – (૨) અપૂર્વ વસ્તુ વિષે સાંભળવાથી હાસ્ય થાય(૩) અપૂર્વ આશ્ચર્ય અનુભવના સ્મરણથી હાસ્ય ઉપન્ન થાય(૪) મેહ કર્મના સબબે હાસ્ય ઉપન્ન થાય
પહેલાં ત્રણ કારણોને સંભવ પરમેશ્વરમાં હોઈ ન શકે તેનું કારણ એ છે કે, પરમેશ્વર સર્વજ્ઞ અને સર્વ શક્તિમાન હવાથી, દુનિયામાં એવી કોઈ પણ વસ્તુ નથી કે જેનાથી તેમને આશ્ચર્ય ઉત્પન્ન થાય, અને તેથી હાસ્યનું નિમિત્તકારણ નહિ હોવાથી પરમેશ્વરને કદી પણ હાસ્ય થાય નહીં.
ચેથી કારણના સંબંધમાં એટલું જ કહેવું જોઈએ કે, ઇશ્વરને કઈ પણ ચીજ પર મહ હતો જ નથી, કેમકે જે તેને જ કોઈ પણ ચીજ તર૬ મેહ હોય તો તે પરમેશ્વર કેવી રીતે કહેવાય-પરમેશ્વર સર્વ શક્તિમાન હોવાથી તેને મેહ જ જોઈએ નહિ, અને જ્યારે તેનામાં મેહ હેય ત્યારે તેનામાં મેહનાં દૂષણને સંભવ રહે અને તેથી તે પરમેશ્વર નહિ કહેવાય. હવે જ્યારે પરમેશ્વરમાં મેહના ઉપાદાન કારણને સંભવ નથી, ત્યારે તેનામાં હાસ્યનો સંભવ પણ નહીં જ રહે, અને તેથી એ સિદ્ધ થાય છે કે પરમેશ્વરમાં હાસ્ય નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com