________________
૧૬૮ ] . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત સંખ્યાની અહપતા કે મહત્તા ઉપર સત્યધર્મ અવલંબેલ નથી.
હવે જેની પ્રાપ્તિને આધાર ક્ષયપશમ ઉપર અવલંબેલે છે, તે સત્ય ધર્મની પ્રાપ્તિ સંખ્યાની અલ્પતા કે મહત્તા ઉપર આધાર ન રાખે તે સ્વાભાવિક જ છે; અને તેથી જ મેટી સંખ્યાવાળાએ કે અલ્પ સંખ્યાવાળાએ ગ્રહણ કરેલું સાચું જ હોય તે નિયમ નથી અને એટલા જ માટે સત્યના ગષકાએ સંખ્યાબળ ઉપર આધાર રાખવે, એ કેવળ નકામો જ છે. શાસ્ત્રકારોએ મહાજન જે રસ્તે જાય તે રસ્તાને સત્ય માનીને અનુસરવાને જ્યાં જ્યાં ઉપદેશ આપે છે, ત્યાં ત્યાં મહાજન શબ્દનો અર્થ ઘણું મનુષ્ય એમ લેવાને નથી, પણ તે શબ્દથી વિવેકી લોકેને સમુદાય સમજવાને છે અને તે વિવેકી પુરૂ
ને એકત્ર થયેલ સમુદાય જે આચરણ કરે, તેને સત્ય માર્ગ કહી શકાય. સત્યના ગ્રહણને માટે સંખ્યાબળને આગળ કરનાર સત્યને પામી શકતો નથી, એ આથી સિદ્ધ થાય છે અને તેથી જ શાસ્ત્રકારે જિનેશ્વર ભગવાનની આજ્ઞા માને તેને જ સંઘ તરિકે ગણે છે. એટલે કે-જિનેશ્વર ભગવાને નિરૂપણ કરેલી અને શાસ્ત્રદ્વારાએ દર્શાવાતી આજ્ઞાઓને શીરેધાર્ય ગણવાવાલે સમુદાય જ સંઘમાં આવી શકે છે. જે સમુદાય ચાહે તેટલી મેટી સંખ્યામાં હોય, તે પણ જે તે ભગવાને કહેલી અને શાસ્ત્રદ્વારા દર્શાવાતી આજ્ઞાને શીરેધાર્થ ન ગણતા હોય, તો તેને જિનેશ્વરના સંઘ તરિકે કહી શકાતું નથી. તે આજ્ઞાને નહિ માન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com