________________
દીક્ષાનું સુન્દર સ્વરૂ૫ . . . . . . . . . [૧૬૭ તેને ગ્રહણ કરનારા ઘણા થોડા નિકળે, તેથી તેમાં તત્વ નથી એમ કહી શકાય જ નહિ. આથી એમ પણ નહિ સમજવું કે જે વસ્તુના ગ્રહણ કરનારા ઘણું થડા હોય તેજ વસ્તુ સાચી હોવી જોઈએ. આપણે ઉપર જોઈ ગયા તે પ્રમાણે વ્યવહારિક પરીક્ષાથી ધમદિ સત્ય વસ્તુઓને નિર્ણય થઈ શકે એમ નથી અને તેથી જ ધર્મની સત્યતા સર્વ સામાન્ય જનના લક્ષ્યમાં સહેલાઈથી આવી શકે તેમ નથી. એટલા જ માટે શાસ્ત્રકારોએ શુદ્ધ ધર્મનું ગ્રહણ, જે કે–પરીક્ષાપૂર્વક થઈ શકે છે એમ કહ્યું છે, તો પણ તેનું મૂખ્ય કારણ તે કર્મના ક્ષપશમને જ માનેલ છે. સત્ય પદાર્થની શ્રદ્ધા એક તો સ્વભાવથી થાય છે અને બીજી ઉપદેશથી થાય છે; પણ તે બને માર્ગે માત્ર તે શુદ્ધ ધર્મની પ્રાપ્તિને રોકવાવાલા કર્મના ક્ષપશમ ઉપર જ આધાર રાખે છે. આજ કારણથી જગમાં વધારે સમજુ ગણાતા મનુષ્ય, જે કેપદાર્થવિજ્ઞાનને માટે વધારે સમર્થ હોય છે, તે પણ વસ્તુને યથાસ્થિતપણે માનવાને માટે તે તેઓ જ સમર્થ થઈ શકે છે, કે જેઓનાં તે શ્રદ્ધાને રોકનાર કર્મોને ક્ષયોપશમ થયેલ હોય છે. જેમકે–જગનાં દ્રવ્યની પ્રાપ્તિ થવી તે કેવળ અકકલ ઉપર આધાર રાખતી નથી, કિંતુ દ્રવ્યપ્રાપ્તિને રોકનાર કર્મના ક્ષપશમ ઉપર આધાર રાખે છે, અને તેથી સામાન્ય અક્કલવાળા પણ અઢળક ધનવાળા હોય છે અને મહા બુદ્ધિશાળી ગણાતા મનુષ્ય પણ ધનહીન હોય છે; આ પ્રમાણે સત્ય ધમેની શ્રદ્ધા થવી, તેને આધાર કેવળ અક્કલમંદપણા ઉપર નથી, પરંતુ તેને અટકાવનાર કર્મના પશમ ઉપર જ રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com