________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [૧૬૩ રમાં આવી શકતું નથી, તેવી રીતે સત્યના માર્ગે ચાલનારાએને પણ વિપક્ષીઓ તરફથી આવતા વિદનનાં વાદળમાંથી પસાર થયા પછી જ પ્રકાશવાનું બને છે. પ્રભુ મહાવીરદેવના કાળમાં પણ ગાશાળા અને જમાલી અન્ય શાસનભક્ત સુપુરૂષોને ભમાવવામાં બાકી રાખતા ન હતા. મિથ્યાdવાસના અને અસદ્દભૂત ભાવનાઓને પ્રચાર કરીને જ તેઓ માત્ર બેસી રહેતા હતા એમ નહોતું, પણ ભગવાન મહાવીર
સ્વામિજીને પણ અસત્યવાદી કહેવામાં તેઓને લગાર પણ સંકેચ થયે નહોતે. ભગવાન અને તેમના શિષ્યો ઉપર તેલેહ્યા મૂકવા સુધીનાં કાર્યો કરવામાં પણ તેઓએ પાછી પાની કરી ન હતી. તે સમયે પણ શાસનભક્તોએ સત્ય માર્ગ છેડ્યો હતો નહિ.
જગતના સ્વાભાવિક નિયમ પ્રમાણે અજ્ઞાન વર્ગને સમુદાય અત્યંત માટે હોય છે. અને તેવા સમુદાયને તાત્વિક માર્ગ તરફ રૂચિ થતાં ઘણી જ વાર લાગે છે. માત્ર બાહ્યથી સુંદર દેખાતે જે માગે હોય, અથવા જેમાં મિથ્યાત્વ મેહનીના ઉદયની પ્રાબલ્યતા હોય, તેવા માર્ગમાં અજ્ઞાન સમુદાય સહેજથી પ્રવૃત્તિ કરે છે અને તેથી ગોશાલે પણ ભગવાન મહાવીરદેવથી લેકેને વિમુખ કરવામાં ઘણે જ ફાળે હતો. ભગવાન મહાવીરદેવના પ્રતિહારીઓ તે શાળાને પીડા કરતા હતા. ભગવાનનું સમવસરણ તેને શલ્યની માફક ખેંચતું હતું. ભગવાનની દેશનામાં આવતે શ્રદ્ધાળુ સમુદાય તેને સળગતી જવાલા જે લાગતો હતો. ભગવાન મહાવીરદેવનું બેલવું તેને બળતરા કરતું હતું. અને તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com