________________
૧૩૪ ] .
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
તેઓના કહ્યા મુજબ પ્રવૃત્તિ કરે નહિ. ભગવાન્ હરિભદ્રસૂરિજી પંચવસ્તુ ગ્રન્થમાં જણાવે છે કે—
‘જે મનુષ્ય મુકિતની અભિલાષાવાળા થઇને કુટુંબી જનના વિવેકથી ત્યાગ કરે છે, તેના વિચાગથી દુ:ખી થઇને તેનાં કુટુંબીજના જે કંઈ પણ શેક, આક્રુન્દ કે વિલાપ આદિ કરે, અગર તે દીક્ષિતના જવાને લીધે તેની સ્ત્રી કે બીજું કાઇ કુટુંબીજન અકાર્ય પણ સેવે, તો તે સર્વમાંથી એક પણ વસ્તુના દોષ દીક્ષા લેનારને લાગતો નથી.’
*
જો એમ ન માનવામાં આવે અને તે કર્મબંધનનું નિમિત્ત દીક્ષા લેનાર મનુષ્યને ગણીને, તેને પણુ કર્મબંધન થાય એમ મનાય, તેા આરાધના કરવા પૂર્વક સર્વે કુટુંબીજનને વેસિરાવીને મૃત્યુ પામનારા મનુષ્યની પાછળ પણ કુટુંબીજને શેકાદિ કરે, તેનું કર્મબંધન પણ તે મૃત્યુ પામનારને થવું જોઈએ; પણ શાસ્ત્રકારાએ એ વાત માન્ય કરી નથી. શાસ્ત્રકારોએ તા એમ જણાવ્યું છે કે-આરાધના કરીને મરનારના કુટુંબીજના જે કંઈ શેાકાદિ કરે, તેના લેશ પણ કર્મબંધ મરનારને છે જ નહિ. તેવી જ રીતે જેમ આરાધના કરીને મરનાર મનુષ્ય પાતે નિર્મમ હેાવાથી તેની પાછળના કુટુંબીઓના કલેશથી અંધાતો નથી, તેમ સંસારથી વૈરાગ્ય પામી કેવળ આત્મકલ્યાણની ઈચ્છાથી જે માણસ કુટુંબીજનના ત્યાગ કરે છે, તેને પાછળના કુટુંબના કલેશના કર્મબંધ કોઇપણ રીતે લાગે નિહ. જૈનશાસ્ત્રના સિદ્ધાંત મૂજબ તો અન્યના ક્લેશથી અન્યને કર્મબંધ થવાનું છે જ નહિ, કારણ કેદરેક જીવા જુદા છે તેમજ તેનાં કર્મો પણ જુદાં જુદાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com