________________
૧૨૮ ]
•
•
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
-
નિર્વાહને લાયકની સંપૂર્ણ રકમ સ્ત્રીને નામે અન્યત્ર જમે કરનારનાં જ લગ્ન થવાનું નિશ્ચિત થઈ જાય તે સ્ત્રીના નિર્વાહના સવાલ રહેશેજ નહિ. વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે અનુભવી વૃદ્ધ પુરુષા લગ્નની વખતે જે રકમ સ્ત્રીને દેવાને બાંધી આપતા હતા, તે ખર્ચના હિસાબની ચેાગ્યતા ગણીને જ નક્કી કરતા હતા. વર્તમાન કાળમાં પણ જો તે મુજખ વર્તવામાં આવે, તે નિર્વાહની રકમને અંગે દીક્ષા લેનારને રોકવાના વખત આવે નહિ, પણ તેમ તેા કરવામાં નથી આવતું. તેથી એ સામીત થાય છે કેઅત્યારના લેાકેા ફક્ત લગ્નને જ સોંઘું કરવા માગે છે, કારણ કે–નિર્વાહને લાયક રકમ નહિ મૂકે તે પણ લગ્ન નહિ થવા દેવાને ઠરાવ કરતા નથી અથવા મૂકે તેા જૂજ રકમથી પણ તે સ્ત્રીના ભવિષ્યના નિર્વાહના સંતાષ માની, લગ્નમાં સહાનુભૂતિ દાખવવામાં આવે છે. ફકત દીક્ષાની વાત થાય ત્યારે લગ્ન વખતે આવેલી રકમ સ્ત્રીને સ્વાધીન હેાય છતાં તેના કરતાં કંઈ ગુણી રકમ ત્રીજાને ત્યાં અપાવવા તૈયાર થાય. વળી એમ પણ નથી કે-દીક્ષા ન લીધી હાય તા તેને પતિ કમાણી જ કરે અને તે કમાણીથી સ્ત્રીના નિર્વાહ થાય. ઘણી સ્ત્રીઓના પતિ હયાત હાવા છતાં તે પતિ રળવા અસમર્થ હેાવાથી, નિર્વાહના સાંસા પડે છે. વળી પરણ્યા પછી તે સ્ત્રી કેટલી મુદતે વિધવા થાય, તેના પણ કંઇ નિયમ નથી હાતા. તેથી પરણ્યા પછી ટુંક મુદતમાં જે સ્ત્રીએ વૈધવ્યને પામે છે, તેઓની પણ કફાડી દશા થાય છે. સ્ત્રીના નિર્વાહને લાયકની પુરેપુરી રકમ અલગ મૂકી શકે તેવાની સાથે જ જો લગ્ન કરવામાં આવે, તા ઉપરની સઘળી મુશ્કેલીઓના અંત આવી જાય. જે ગૃહસ્થને ત્યાં સ્થિતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com