________________
૧૮ પ. પૂજ્ય મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજનું
ટુંક જીવન ચરિત્ર. એ જરાતમાં આવેલા ખેરાલુ તાલુકાના લુણવા (મંડાલી)
ગામમાં જુમખરામ પાનાચંદ નામના વણિકને ત્યાં તેમનાં ધર્મપત્નિ અંદરબાઇની રત્નકુક્ષીથી વિ.સં. ૧૯૧૪ માં એક પુત્રરત્નનો જન્મ થયો. એનું નામ હરખચંદ. આ પુત્રના જન્મથી તેમનાં માતાપીતાને, સગાંસનેહીને અને ગ્રામજનેને આનન્દ થયે, એથી એનું નામ હરખચંદ રખાએલું. ભવિષ્યમાં એ હરખચંદ માત્ર એટલાને જ આનન્દ આપનાર નહિ રહેતાં, સારાય જિન સમાજને અને પરિચયમાં આવનાર જિનેતરને પણ આનન્દ આપનાર નિવડ્યા, એટલે એ લ્હાલભર્યું હરખચંદ નામ વધારે સાર્થક થયું. નામ અને ગુણને સંપર્ક થયે.
દુનિયામાં કહેવત છે કે–પુત્રનાં લક્ષણું પારણુમાંથી જય.” પરંતુ કેટલાય એવા મહાપુરૂષ છે કે–જેમનાં જીવન બાલકાલમાં ન ઓજસમય હોય, ને તેજસ્વી હોય, અને પાછળથી એમાં અજબ ઓજ અને પ્રખર તેજ જણાયાં હોય. બાલકાલમાં જેને જોતાં જેની કલ્પના પણ ન થઈ શકે, તેઓ હેટી ઉંમરે મહાપુરૂષ થઈ પણ જાય, તે તે આશ્ચર્યજનક નથી. ભાઈ હરખચંદ વિષે પણ તેમજ બન્યું છે. હેટી ઉંમરે થનાર મહાપુરૂમાંના તે એક છે.
ભાઈ હરખચંદનું પ્રારંભિક જીવન ગામડામાં પસાર થયું. ભણવાની કે ચોપડીઓ ગોખવાની હાડમારી તેમને વેઠવાની આવી નહિ. ઘેર માત્ર અમૂક અભ્યાસ–વાણીયાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com