________________
આમુખ
( ઇંગ્રેજી ઉપરથી ગુજરાતી અનુવાદ )
: અનુવાદક :
વાડીલાલ જીવાભાઈ ચાકશી. ખી. એ. ( આન ) ૧. મારે કબુલ કરવું જોઇએ કે–આચાર્ય શ્રીસાગરાનંદ સૂરીશ્વરજી સંકલિત આ ‘ દીક્ષાનું સુંદર સ્વરૂપ ’ પુસ્તકની આમુખ લખવી, એ મારે માટે ધૃષ્ટતાભર્યું પગલું છે. જૈન સાહિત્યની કરેલી તેઓશ્રીની કીંમતી સેવાઓ સુવિદિત જ છે અને જૈન સિદ્ધાન્તના સ્પષ્ટીકરણુ ( Explanation) અને શબ્દાર્થ પ્રગટીકરણ (Interpretation ) માટે તેએશ્રીને વર્તમાનમાં પ્રમાણભૂત ગણવામાં આવે છે તે ઉચિત જ છે. મજકુર પુસ્તકમાં સાધુદીક્ષાના વિષયને સર્વ દષ્ટિએ સંપૂર્ણપણે ચર્ચવામાં આવ્યા છે, કારણ કેતે વિષય જૈન જનતાના સાથી અગત્યના પ્રશ્ન છે. જો કે મજકુર પુસ્તકમાં તે વિષય મુખ્યતઃ જૈન સિદ્ધાંતાનુસાર ધાર્મિક દષ્ટિએજ ચર્ચવામાં આવ્યે છે, છતાં પણ વર્તમાન સંજોગા અને વાતાવરણમાં તે વિષયને દુન્યવી દષ્ટિએ પણ કેવી રીતે નિહાળવા, તે ખાખત વિદ્વાન સંકલનાકારે ખરાખર સ્પષ્ટ રીતે સમજાવી છે, અને સાથે સાથે ધારાશાસ્ત્રીએ ( Law-givers) એ તે તરફ્ કેવું વલણ રાખવું જોઇએ, તેનું પણ ચેાગ્ય દિગ્દર્શન
કરાવેલ છે.
૨. જો કે–ઉપલક ષ્ટિએ જોતાં મજકુર પુસ્તકના વિષય સાધુદીક્ષાને છે, છતાં છતાં પણ પેાતાની તીક્ષ્ણ બુદ્ધિ અને વિષયગ્રાહ્યતા (Grasp of the subject) ના બળે ધાર્મિક જીવનના હેતુ અને ઉદ્દેશ, સત્ય સ્વરૂપ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com