________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૯ અઢારમા વર્ષે કે ત્યારપછી પણ પાંચ-સાત વર્ષ સંસારમાં રહીને વૈરાગ્યને માર્ગે જવાવાળો થશે, તો તે અવસ્થામાં પણ તેની યુવાન સ્ત્રીમાં વિષયવાસનાનું જોર ન જ હોય એમ કહી શકાય નહિ; અને જે દીક્ષિતની પાછળ સ્ત્રીને કલેશ હોય તે ગમે તેટલી મુદતને પરિણીત હોય, તો પણ તેની દીક્ષા તમે તે અગ્ય જ ગણશે. આ પ્રમાણે તમારા
અભિપ્રાયને ખૂલ્લે અર્થ એ જ થયો કે-જે વૈરાગ્યવાળે મનુષ્ય અઢાર વર્ષથી ઓછી ઉંમરમાં દીક્ષા લેવા માગે, તે ઉમરને વાંધો ગણવામાં આવે અને અઢાર વર્ષથી અધિક ઉમ્મરને વૈરાગવાસિત થઈ દીક્ષા લેવા માગે તો તેની સ્ત્રીના કપાતને વાંધો આવે, એટલે અઢાર વર્ષથી ઓછી ઉમ્મરવાળાને દીક્ષા ચગ્ય નહિ અને અઢાર વર્ષથી અધિક ઉમરવાળાને પણ યંગ્ય નહિ! ફક્ત જેઓ અઢાર વર્ષ સુધી અવિવાહિત રહ્યા હોય અને જે તેઓને વૈરાગ્ય થાય, તો તેઓ જ માત્ર દીક્ષાને લાયક થઈ શકે, એટલે જે ઉત્તમ કુળોના કે સારી સ્થિતિના મનુષ્ય તેટલી વય સુધી અવિવાહિત રહી શકતા નથી, તેઓને તે દીક્ષા લેવાની જ રહી નહિ. સ્ત્રીની સમ્મતિ ન હોય તેથી દીક્ષા અટકાવાય નહિ જ! કદાચ એમ કહેવા માગો કે–
જે મનુષ્ય અઢાર વર્ષથી અધિક ઉમ્મરવાળો પરિણીત થયો હોય અને જે તેને વૈરાગ્યની ભાવના જાગ્રત થઈ હોય તે તેની પહેલી ફરજ છે કે–તેણે પોતાની સ્ત્રીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com